✨ ✨ શ્રી. ક . ક.પાટીદાર સનાતન યુવા મંડળ બેલગામ , કર્ણાટક ની સામાન્ય સભા 16 જુલાઈ 2023 ના રોજ પાટીદાર ભવન બેલગામ મધ્ય રાખેલ જેમાં આગામી વર્ષ 2023-25 માટે નવી કારોબારીની રચના કરવામાં આવેલ જે નીચે મુજબ છે ✨✨
🔸 પ્રમુખ શ્રી મહેન્દ્ર હિરાલાલ દીવાણી
🔸 IPP શ્રી મહેન્દ્ર મગનલાલ પોકાર
🔸 ઉપપ્રમુખ શ્રી મનસુખ પુરુષોત્તમ દીવાણી
🔸 મહામંત્રી શ્રી અરુણ જવેરીલાલ દીવાણી
🔸 મંત્રી શ્રી વિજય દેવચંદ સાંખલા શ્રી સચિન કાંતિલાલ પોકાર
🔸 ખજાનજી શ્રી હિતેશ ચંદુલાલ લીંબાણી
🔸 સહખજાનજી શ્રી હિતેશ પુરષોત્તમ સાંખલા
🔸 ઓડિટર શ્રી મોહનલાલ પરબત ભાવાણી
🔸 ખેલ મંત્રી શ્રી ઉમેશ હિરાલાલ પોકાર શ્રી દીપક વસંત પોકાર શ્રી ચિતેશ નરેન્દ્ર પોકાર
🔸 સાંસ્કૃતિક મંત્રી શ્રી ધીરેન જાદવજી સાંખલા શ્રી અમિત વિનોદ પોકાર
🔸 પર્યટન મંત્રી શ્રી મહેશ મનજી પોકાર શ્રી નરેન્દ્ર હિમ્મતલાલ પોકાર
🔸 શિક્ષણ / આરોગ્ય મંત્રી શ્રી ચેતન ખીમજી પોકાર શ્રી રાહુલ વાલજી પોકાર
🔸 કારોબારી સભ્ય
શ્રી હરેશ રમેશ હલપાણી શ્રી જીગ્નેશ રતનશી હલપાણી શ્રી નિતેશ અમૃતલાલ પોકાર શ્રી દીપક શાંતિલાલ રંગાણી
પ્રવાસ તારીખ-૧૮|૦૭|૨૦૨૩ ના મંગળવારે રાત્રે ૧૨-૦૦ કલાકે કામરેજ થી રવાના થયેલ જેમાં મહિલા મંડળની ૩૯ બહેનો અને ૪ દીકરીઓએ ભાગ લીધેલ હતો.
સવારે ૫-૦૦ વાગે પ્રકાશા પહોંચી જઈ ત્યાં ફ્રેશ થઈ ત્રિવેણી સંગમ માં હાથ પગ ધોઈ કેદારેશ્વર મહાદેવની આરતી લીધી.ત્યારબાદ ચા નાસ્તો કરી સૌ નિઝર જવા રવાના થયા.હનુમાન દાદા ના દર્શન કરી સોનગઢ પહોંચીને ઘરેથી લઈ ગયેલ ટીમણ જમવાનો આનંદ માણ્યો.સૌએ એકબીજા સાથે પોત પોતાની બનાવેલી વાનગી સાથે પ્રેમ પણ પીરસ્યો.ત્યારબાદ સોનગઢ વોટરફોલ માં ન્હાવાનો આનંદ માણ્યો. ત્યારબાદ બાલપુર સાંઈબાબા ના દર્શન માટે નીકળ્યા દર્શન કર્યા પછી વ્યારા ગાયત્રી મંદિરે સાંજની આરતી લીધી અને પાછા કામરેજ રિટર્ન થવા રવાના થયા.રાત્રે ૧૦-૦૦ વાગ્યે કામરેજ આવી સમૂહ ભોજન લઈને સૌ છુટા પડ્યા. ખરેખર આ એક દિવસના પ્રવાસમાં બધા જ પોતાની ચિંતા અને જવાબદારીથી દૂર જઈ બાળપણ ફરી માણી આવ્યા અને ખૂબ આનંદ માણ્યો.
આ પ્રવાસના આયોજનમાં યુવા મંડળ પ્રવાસ કન્વીનર નરેન્દ્ર ભાઈ જાદવાણી, યોગેશભાઈ ભીમાણી,નિશાબેન દિવાણી તથા ચંદ્રિકાબેન જાદવાણી નો સહયોગ સાંપડ્યો હતો.
તારીખ 23/7/2023 રવિવાર ના સાંજે 6:30 કલાકે શ્રી રામદેવપીર મંદિર ,ચૈતન્ય સ્વરૂપ આશ્રમ, રામેશ્વર ખાતે રાખવામાં આવેલ છે. આ મિટિંગમાં મંડળના સર્વે સામાન્ય સભ્યોએ હાજરી આપવા અને રાત્રી ભોજન સાથે લેવાનું હાર્દિક આમંત્રણ છે.
મીટીંગ શરૂ કર્યા પહેલા મંડળની જે જગ્યા આશ્રમના પાછળના ભાગમાં આવેલી છે ત્યાં વૃક્ષારોપણ કરવાનું હોય સર્વે સભ્યોએ ખાસ હાજરી આપવાની છે
મુખ્ય એજન્ડા
1 – આવકાર સ્વાગત
2 – ગત મિનિટ્સ બુકનું વાંચન અને બહાલી
3- આવેલ પત્રોનું વાંચન
4 – વાર્ષિક હિસાબોની રજૂઆત અને બહાલી
5 – મંડળને લગતા અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા અને ખુલ્લો મંચ
આપણું મનુષ્ય જીવન જે પ્રકૃતિ માતા ના ખોળા માં પ્રાણ વાયુ,જળ,અન્ન, ઔષધિઓ,થી પોષણ મેળવી ને તથા સૂર્ય, ચંદ્ર વગેરે નક્ષત્ર અને ગ્રહોના ઉપકાર થી ચાલી રહ્યું છે. જે પંચમહાભૂત અને જડ દેવતાઓ આપણા જીવન નો મુખ્ય આધાર છે. આવા પ્રકૃતિ માતા ના અનેક ઋણ આપણા પર ચડેલા છે.તેમનું જતન , સંવર્ધન અને સંરક્ષણ આપણું નૈતિક કર્તવ્ય છે.તેના પાલન થી જ એ ઋણ ઉતારી શકાય. .આપણા જાણવા ન જાણવા થી એ માં થી મુક્તિ ન મળે!!!! અને આ કર્તવ્ય નું શ્રેષ્ઠ પ્રકારે પાલન કરવા નું સાધન યજ્ઞ છે
જો આ યજ્ઞ પણ મોટા મહાયજ્ઞ સમાન હોય તો પછી તો વાત જ અનોખી છે
પધારો મંગવાણા મહાયજ્ઞમાં અને યજમાનપદે નિમણૂંક કરી પોતાની પાંચ આંગળીઓ થી યજ્ઞ દેવતા ને આહુતિ આપી આપણે સૌ પોતાનું કર્તવ્ય નિભાવીએ તેમજ પુણ્ય પ્રાપ્ત કરીએ
વિશેષ:- તારીખ ૫ જુલાઈ બપોર બાદ ૪:૦૦ કલાકે સેંકડો કિલો અનેક આયુર્વેદિક ઔષધીઓ ને યજ્ઞ મંડપ માં હવન સામગ્રી સ્વરૂપ આપણી સૌની નજર સમક્ષ તૈયાર કરવામાં આવશે. જેનો લ્હાવો અવશ્ય લેશોજી.