વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ ઘાટલોડિયા દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન

LIVE YouTube / Facebook
જય ઉમિયા !!

        

વિશ્વ ઉમિયાધામ અમદાવાદ પ્રસ્તુત *શ્રી શિવમહાપુરાણ કથા – ઘાટલોડિયા, અમદાવાદ*
તારીખ : 20 થી 27 ઓગસ્ટ 2023
સમય : બપોરે 2.00 થી 7.00 કલાકે

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મનોવાંછિત ફળ આપનારા ભગવાન શિવનો માસ છે. ત્યાગ, તપસ્યા, વાત્સલ્ય અને કરુણાની મૂર્તિ એવા ભોલેનાથના દિવ્ય પ્રસંગોનું શ્રવણ કરવાથી આધ્યાત્મિક ચેતનાનો સંચાર થાય છે.

કથાકાર: પ.પૂ. શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી,
પુરાણાચાર્ય – માનસ રત્ન

આપ આપના ઘરેથી ઓફિસથી પણ લાઈવ YouTube / Facebookના માધ્યમથી કથા નિહાળી શકો છો. તે માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરવું.

YouTube Link
https://www.youtube.com/@VishvUmiyaFoundation

Facebook Link
https://www.facebook.com/vishvumiyafoundation

આ આ મેસેજને આપના સર્કલમાં પણ જરુરુથી મોકલી આપશો.
જગતજનની મા ઉમિયા સાથે જોડાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ / ફોલોઅપ કરવાનું ભુલતા નહીં.

જય ઉમિયા !!

વિથોન લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજે આવનારા અમૃત મહોત્સવ માટે મહેમાનોને વ્યક્તિગત આમંત્રણ મોકલ્યા

વિથોણ : –
લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ

આપણાં આગામી અમૃત મહોત્સવ ૨૦૨૩ નાં ઉત્સવ માં પધારવા આમંત્રિત મહેમાનો અને વિવિધ અધિકારી સાહેબો ને રૂબરૂ માં આમંત્રણ પત્રિકા આપતાં આપણાં આગેવાન કાર્યકરોશ્રી…

અમૃત મહોત્સવ ૨૦૨૩ નાં ઉત્સવ માં પધારવા આમંત્રિત મહેમાનો માં માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, કર્મઠ શાસ્ત્રી શ્રી હંસરાજભાઇ જોશી સાહેબ અને કેન્દ્ર સ્થાન સંસ્કારધામ ખાતે રૂબરૂ માં આમંત્રણ પત્રિકા આપતાં આપણાં આગેવાન કાર્યકરોશ્રી….

વ્યારામાં સ્વ.ડો.વસંતભાઈ ધોળુને સમર્પિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

🙏 જય લક્ષ્મીનારાયણ 🙏

ક.ક.પા. યુવા મંડળ, વ્યારા


*🌳વૃક્ષરોપણ ૨૦૨૩🌳*


 *वृक्षारोपण कार्य महान,*
      *एक वृक्ष सौ पुत्र समान ।*

આ સુવિચાર ને સાર્થક કરવા હેતુ મિશન ગ્રીન ઇન્ડિયા અંતર્ગત સ્વ. ડૉ. વસંતભાઈ ધોળુને સમર્પિત વૃક્ષા રોપણ કાર્યક્રમ ૨૦૨૩ નું આયોજન તારીખ ૧૭/૦૮/૨૦૨૩ ગુરુવાર ના દિને કરવામાં આવ્યું હતું.
સમાજના સભ્યો, યુવક, યવતીઓ, મહિલાઓ અને ભૂલકાઓ સવારના ૯.૦૦ કલાકે શ્રી મહાલક્ષ્મી ટીમ્બર કોર્પોરેશન , વ્યારા ખાતે ભેગા થયા હતા. ત્યાં સમાજના સૌ સભ્યો દ્વારા આંબો, લીમડો, જાંબુ, બદામ જેવા અલગ અલગ ૫૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. વડીલો દ્વારા આવા વૃક્ષો વાવી અને સમયાંતરે વૃક્ષોની જાળવણી કરવા માટે જણાવ્યું હતું.
અંતે સૌએ સાથે મળીને અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા.

🤝 #TohetherWeCan 🤝

સંકલન –
PRO મેહુલ રામાણી
ક.ક.પા. યુવા મંડળ, વ્યારા

ખેતાબાપાના મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના ભક્તો જ પ્રવેશ કરી શકશે, ટૂંક સમયમાં જ પોલિસી અમલમાં આવશે

જય ખેતાબાપા 🙏🏻🙏🏻

સંત શ્રી ખેતાબાપા સંસ્થાન
વિથોણ

સર્વે સમાજ્જનો ને જણાવવા નું કે આપણા સંત શ્રી ખેતાબાપા સંસ્થાન આપણુ ધાર્મિક દેવસ્થાન હોતાં પરીસર માં ધાર્મિકતા જળવાય તે હેતુ થી માત્ર હિન્દુ ધાર્મિક આસ્થા ધરાવતા ભક્તો પ્રવેશ કરી શકે તેની કાર્યવાહી ચાલુ છે અને આગામી દિવસોમાં હજુ પણ સંસ્થા માં સિસ્થ જળવાય તે બાબતે પણ અનેક પ્રકારના નીતિ નિયમો પર અમલ કરવા માં આવશે…

જેની જ્ઞાતિજનોને નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી…....

સંત શ્રી ખેતાબાપા સંસ્થાન – વિથોણ

નેત્રા પાટીદાર સમાજના સભ્યોએ 31 ઓગસ્ટ સુધીમાં લોનની રકમ અથવા લીધેલી રકમ પરનું વ્યાજ ચૂકવવાનું રહેશે.

શ્રી નેત્રા પાટીદાર સમાજ
નેત્રા – કચ્છ

પરમાત્મા ની અસીમ કૃપા થી આપ સહુ કુશળ હશો

વિશેષ માં સર્વે ને જણાવવા નું કે અગાઉ નક્કી થયા મુજબ જે સભ્યો એ સમાજ તેમજ અપનાઘર માં થી નાણાકીય સહયોગ લીધેલ હોય તેઓ એ વાર્ષિક વ્યાજ ની રકમ તમારા ઝોન ના કારોબારી સભ્ય ને
અથવા
નેત્રા સમાજ કાર્યાલય ખાતે તારીખ ૩૧/૦૮/૨૦૨૩ સુધી પહોંચતા કરવાની છે

જે સભ્યો ને મુળ રકમ પરત આપવાની હોય તો તેઓ પરત આપી શકશે

વિશેષ માં જણાવવા નું કે આપની સુચારુ વ્યવસ્થા માટે અપનાઘર તેમજ અતિથિગૃહ નો લાભ લેવા માટે ટાઇમસર નોંધ કરાવવા વિનંતિ છે
અને
કારોબારી સભ્યો ને વિનંતિ કે આ મેસેજ ને તમારા ઝોન વિસ્તાર ના વોટ્સઅપ ગ્રુપ માં મોકલવા વિનંતી

એજ આપના સહકાર ની અપેક્ષા સહ આપનો સેવક

મહામંત્રીશ્રી
કરમશીભાઇ કે માંકાણી

મોબાઈલ :
૯૪૨૭૪૫૨૯૩૦

*(((* _કચ્છ ન્યૂઝ_  *)))*

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, રાયપુર દ્વારા પુરુષોત્તમ માસ પૂજા કરવામાં આવી

જય લક્ષ્મીનારાયણ 🙏🏻

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ રાયપુર મા દેવેન્દ્ર નગર માં રહેતી સૌ બહેનો સાથે મળીને પુરુષોત્તમ માસ નિમિત્તે પૂજા અર્ચના કરી
જય પુરૂષોત્તમ સ્વામી

શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ – નાના અંગિયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

શ્રી લક્ષ્મીનારાયણ સમાજ – નાના અંગીયા NEWS…

 નાના અંગીયાનું *હોંશિલું અને જોશિલું તેમજ પ્રવૃતમય મંડળ* એવું શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ - નાના અંગીયા દ્વારા *( શ્રી મદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ)* નું આયોજન તારીખ 9/08/2023 ને બુધવાર થી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વિવિધ કાર્યક્રમો ની રૂપરેખા *આપ સમક્ષ...*

તા. 9/08/2023 ને સવારે 9.00 કલાકે..
( પોથી યાત્રા) દિવસ -1

પોથીયાત્રા યજમાન :-
(હેમલતાબેન શંકરલાલ પારસિયા)

બપોર બાદ 3.00 થી 6.00 કલાક દરમિયાન…
વક્તા શ્રી:- સાધ્વી કલ્પનાદેવી દ્વારા કથા નું રસપાન..

………..

તા. 10/08/2023 દિવસ – 2

બપોર બાદ 3.00 થી 6.00 કલાક દરમિયાન…
વક્તા શ્રી:- સાધ્વી કલ્પનાદેવી દ્વારા કથા નું રસપાન..

તા. 11/08/2023 દિવસ – 3

બપોર બાદ 3.00 થી 6.00 કલાક દરમિયાન…
વક્તા શ્રી:- સાધ્વી કલ્પનાદેવી દ્વારા કથા નું રસપાન..

તા. 12/08/2023 દિવસ – 4

વાજતગાજત – કૃષ્ણ જન્મોત્સવ..

તા. 13/08/2023 દિવસ – 5

ગોવર્ધન પર્વત પૂજા….

તા. 14/08/2023 દિવસ – 6

રુક્ષમણી વિવાહ..

તા. 15/08/2023 દિવસ – 7

કથા વિરામ…

તા. 16/08/2023 દિવસ – 8

સવારે :- 9.00 કલાકે

( હવન કાર્યક્રમ).…

કથા સ્થળ:-
શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી
નાના અંગીયા – કચ્છ

કથા આયોજક
શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ
નાના અંગીયા

નોંધ :- કથા દરમિયાન કૃષ્ણ જન્મ ઉત્સવ અને રુક્ષમણી વિવાહ પ્રશંગેના પાવન અવસર પર કોઈ દાતા પરિવાર ને ચડાવો લેવો હોય તો આવકાર્ય છે..

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જય લક્ષ્મીનારાયણ

સરદાર પટેલ રીજીયન
વડોદરા વિભાગ
શ્રી ક.ક.પા સનાતન યુવક મંડળ છાણી
વૃક્ષારોપણ

🌳🌳”TREES ARE VITAL, WITHOUT THEM LIFE WOULD BE FATAL”🌳🌳

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, ટીમ કૃષિ અને પર્યાવરણ પ્રેરિત સ્વ. ડૉ. વસંતભાઈ ધોળુને સમર્પિત ”MISSION GREEN INDIA” અંતર્ગત, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન તા : 06/08/2023 ના આશાપુરી ટિમ્બર કુ.- છાણી, મુકામે કરવામાં આવેલ. યુવક મંડળના પ્રમુખ રાજેશભાઈ પોકારના નેતૃત્વમાં સવારે 9:30 વાગે સમાજના વડીલો, યુવક મંડળના કારોબારી સભ્યો તથા નાના બાળકો એકત્રિત થયા. ભાવિ પેઢીના સારા ભવિષ્ય માટે વૃક્ષારોપણના આ ખૂબ જ સુંદર કાર્યક્રમમાં સૌએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

PRO
છાણી યુવક મંડળ

શ્રી અખિલ ભારતીય અગસ્ત્ય ઋષિ (ડાકોતર), સેંઘાણી પરિવારના સ્નેહ મિલન

શ્રી અખીલ ભારતીય અગસ્ત્ય ઋષિ (ડાકોતર) સમસ્ત સનાતન સેંઘાણી પરિવાર

   *આદરણીય પરિવારજનો,*

આગામી તા. ૬-૮-૨૦૨૩/રવિવારે સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૩:૦૦ વાગ્યા દરમિયાન પાટીદાર વાડી- ઘાટકોપર (પ.) મધ્યે પ્રમુખ શ્રી કાંતિલાલ નારણ સેંઘાણીના અધ્યક્ષ સ્થાને શ્રી અખીલ ભારતીય અગસ્ત્ય ઋષિ (ડાકોતર) સમસ્ત સનાતન સેંઘાણી પરિવારનું સમાન્ય સભા સાથે સ્નેહમિલન યોજવામાં આવેલ છે.
જેમાં નીચે મુજબના એજંડા પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

                 *_🔹 એજંડા 🔹_*

૧. આવેલ પરિવારજનોનું સ્વાગત અને કારોબારી હોદ્દેદારોને મંચસ્થ કરવા.
૨. ગત સભાની મીટિંગની મિનિટ્સનું વાંચન અને બહાલી.
૩. ગઢશીશા મધ્યે અગસ્ત્ય ઋષિનો આશ્રમ બનાવવા માટે જમીન સંપાદન કરવા વિષે ચર્ચા અને સ્વીકૃત્તિ.
૪. શ્રી અગસ્ત્ય ગોત્રીય ડાકોતર હિરજી દાદા સનાતન સેંઘાણી પરિવાર તરફથી આવેલ (તા. ૧-૮-૨૦૨૩ ના લખાયેલ) પત્રનું વાંચન અને ચર્ચા.
૫. ખૂલ્લો મંચ-સભ્યોના મંતવ્યો.
૬. પ્રમુખશ્રી તરફથી જે કંઈ રજૂ કરવામાં આવે તે બાબત.
૭. આ ભા ર દ ર્શ ન.

                   *_નમ્ર નિવેદન_*

આ સમૂહ મિલનમાં પરિવારજનોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદ લેવા વિનમ્ર પ્રાર્થના છે….તેમજ આપના નિવાસ/વિસ્તારની આસપાસ વસતા આપણા સમગ્ર પરિવારજનોને આ સંદેશાની જાણ કરવા માટે નમ્ર વિનંત્તિ છે….

                  *📝 લી. 📝*

પ્રમુખ : શ્રી કાંતિલાલ નારણ સેંઘાણી
મહામંત્રી : શ્રી નરસી સામજી સેંઘાણી

શ્રી આનંદપર (યક્ષ) સનાતન પાટીદાર સમાજ, અમૃત મહોત્સવ – 2023

શ્રી આણંદપર (યક્ષ ) સનાતન પાટીદાર સમાજ આયોજિત
અમૃત મહોત્સવ – 2023
તા.27/08/2023 થી 31/08/2023
ભગવાનશ્રી લક્ષ્મીનારાયણ મંદિર સ્થાપનાને 78 વર્ષ પૂર્ણ થયેલ તેમજ સમાજ વાડી સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયેલ તેમજ શ્રી ઉમિયા માતાજીની મૂર્તિને 25 વર્ષ પૂર્ણ થયેલ હોય જેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ નૂતન સમાજ ભવનનો અનાવરણ સમારોહ તેમજ આણંદપર ગામનું તોરણ બંધાયુ તેને પણ 150 વર્ષ પૂર્ણ થયાં હોવાથી ભવ્યથી ભવ્ય અમૃત મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. વિશેષ નિમંત્રણ :: ગામની નિયાણી અને નિયાણાઓને આ શુભ પ્રસંગે પધારવા આગોતરું ભાવભીનું આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી છે.
નિમંત્રક :: પ્રમુખશ્રી ખીમજીભાઈ દાનાભાઈ પોકાર
મહામંત્રી શ્રી શંકરલાલ બાબુભાઈ ભીમાણી
શ્રી આણંદપર (યક્ષ ) સનાતન પાટીદાર સમાજ,
મુ.પો. આણંદપર (યક્ષ) તા. નખત્રાણા -કચ્છ