સનાતની સંસ્કૃતિ માં સંતો ના પગલાં જ્યાં પડે તે ભૂમિ ધન્ય અને પાવન થઈ જાય, એવું કહેવાય છે…
તા. ૨૬/૧૧/૨૦૨૩, રવિવાર નો દિવસ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ માટે વિશેષ બન્યો જ્યારે સ્થાનીય સમાજ ના ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ ધોળુંના અનુગ્રહ થી પ.પૂ.સુશ્રી ભારતી દીદી ના પાવન પગલાં સમાજ ના પ્રાંગણ માં પડેલ…
પ.પૂ.સુશ્રી ભારતી દીદી દ્વારા સત્સંગ પણ લેવા માં આવેલ અને સૌ સમાજનો ને અશિરવાદ પણ આપવા માં આવેલ…
અંતે સૌ સમાજનો એ સાથે મળી પ્રસાદ ગ્રહણ કરી, કાર્યક્રમ ની સમાપ્તિ કરવા માં આવી…🙏🏻
જય લક્ષ્મીનારાયણ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, ન્યુ વીઆઇપી રોડ ખાતે દશેરાના દિવસે *ASHIRWAD HOSPITAL & ICU * Dr. Prakashbhai Rasadiyaના માર્ગદર્શન હેઠળ હેલ્થ ચેકઅપ કેમ્પ* નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ એન્ડ ડિઝાસ્ટર ના કન્વીનર દીપકભાઈ કાલરીયા અને યુવક મંડળના સહમંત્રી જીતુભાઈ કાલરીયા એ ટીમ સાથે હતા જેમાં દરેકનું બ્લડપ્રેસર અને સુગર ચેક કરવામાં આવ્યું હતું, સાથે સાથે જરૂર મુજબ અમુક સભ્યોનો ઇસીજી ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો . સભ્યોએ પણ વિવિધ પ્રશ્નો પર માહિતી મેળવીને મૂંઝવણો દૂર કરી હતી. આ કેમ્પમાં સમાજના પુરુષો અને મહિલાઓ મળીને કુલ 86 જેટલા સભ્યોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
પાટીદાર સમાજ સંચાલિત દરેક નવરાત્રી મંડળ દ્વારા “માતૃ મહિમા રથયાત્રા” ના ભવ્ય આયોજન ની જાહેરાત દરરોજ તેવી વ્યવસ્થા કરવા તેમજ કડવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવી માં ઉમિયાની આસ્થા ની અભિવ્યક્તિ ના આ રૂડા અવસર ને યાદગાર બનાવવા દરેક માઇ ભકતો એ કાર, બાઈક તેમજ અન્ય વાહનો દ્વારા આ રથયાત્રા માં જોડાવવા ભાવભર્યું આમંત્રણ ની સુંદર જાહેરાત કરવા નમ્ર વિનંતી..
તા:-21/10/2023, શનિવારે બપોરના :-2:00કલાકે મથલ ઉમિયા માતાજી મંદિર થી વાંઢાય ઉમિયા માતાજી મંદિર
શ્રી લાલબાગ પાટીદાર સમાજ બેંગ્લોર. માં માતાજીના ચોથા નોરતે પધારેલ બેંગ્લોર બોમનહલ્લી વિધાનસભા ક્ષેત્રના MLA એમ.સતીશ રેડી
તારીખ ૧૮/૧૦/૨૦૨૩ બુધવારના રોજ દક્ષિણ કર્ણાટકા ઝોનમાં આવતી લાલબાગ પાટીદાર સમાજ બેંગ્લોરમાં માતાજીના નવરાત્રી મહોત્સવ નિમિત્તે સમાજના આમંત્રણને માન આપી બોમનહલ્લી વિધાનસભા ક્ષેત્રના MLA એમ.સતીશ રેડી પધારેલ તેમનું સ્વાગત સમાજના વડીલો તેમજ યુવાન ભાઈઓ દ્વારા તાળીઓના ગડગડાટ થી કરવામાં આવેલ ,ત્યારબાદ તેમની સાથે સમાજના આદરણીય પ્રમુખશ્રી રતિલાલભાઈ લધારામભાઈ ભાવાણી,માજી પ્રમુખ વડીલશ્રી મણિલાલભાઈ ભીમજીભાઈ પોકાર, ઉપપ્રમુખશ્રી અર્જુનભાઈ માવજીભાઈ નાથાણી , યુવક મંડળના પ્રમુખશ્રી લલીતભાઈ અરજણભાઈ ભાવાણી,તેમજ યુવાસંઘના રામસેતુ કાઉન્સિલના રાજકીય અને જાગૃતિ ના PDO ભરતભાઈ વિશ્રામભાઈ સુરાણી, દક્ષિણ કર્ણાટકા રિજિયન ના રાજકીય અને જાગૃતિ થીમ ના લીડર વિજયભાઈ વિનોદભાઈ ભાવાણી, ઉપસ્થિત રહી માતાજીની આરતી પૂજન કરેલ,ત્યારબાદ સમાજના પ્રમુખ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ અને સમાજના માજી પ્રમુખ દ્વારા માતાજીના સ્મૃતિચિહ્ન મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ,ત્યારબાદ એમ.સતીશ રેડી દ્વારા દુર્ગા પૂજા નિમિત્તે સાથે ભગવાન શ્રીરામ મંદિર નિર્માણ ના આશીર્વચન આપી સર્વને નવરાત્રીની શુભેચ્છા પાઠવેલ અને ધન્યવાદ આપેલ અને માતાજી નો પ્રસાદ લઈ વિદાય લીધેલ.🙏
શ્રી પાટીદાર સમાજ, ધાટરોડ,નાગપુર માં આયોજિત નવરાત્રિ મહોત્સવ માં હમેશા ની માફક આજે પણ બીજા નવરાત્રિ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય ના ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી દેવેન્દ્ર ફડળવીસજી ઉપસ્થિત રહીને માં અંબે નો આશીર્વાદ મેળવીને ગરબા નો આનંદ લીધો હતો. શ્રી દેવેન્દ્રજી નું શ્રી પાટીદાર સમાજ ધાટરોડ ના પ્રમુખશ્રી ભવાનજી ભાઇ ઠાકરાણી દ્વારા પુષ્પગુચ્છ આપ્યા બાદ માતાજી નો દુપટ્ટો પહેરાવી ને સ્વાગત કરેલ . તેમને શ્રી પાટીદાર સમાજ દ્વારા નાગપુર થી અહમદાબાદ તક ની પ્રેરણા એક્સપ્રેસ ને કચ્છ ભૂજ તક લઇ જવા માટે નું જ્ઞાપન આપેલ, જેમાં તેમના દ્વારા યથાયોગ્ય પ્રયત્ન કરવાની અને ટુંક સમય માં જ આગળ તક લઇ જવા માટે ની રેલ મંત્રાલય ને સુચન આપવાની બાંયધરી આપેલ. મહામંત્રી, કાન્તીભાઈ છાભૈયા શ્રી પાટીદાર સમાજ ધાટરોડ નાગપુર
શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના ભાઈઓ અને બહેનોની સંયુક્ત મીટીંગ *નખત્રાણા, અબડાસા, લખપત તાલુકા સંગઠન તારીખ:-16/10/2023 પાટીદાર ભવન, નખત્રાણા ખાતે તાલુકાના અધ્યક્ષ શ્રી શાંતિલાલ પ્રેમજીભાઈ નાકરાણી. મહિલા મંડળના અધ્યક્ષ શ્રી ઉર્મિલાબેન દયાણી દ્વારા સ્વાગત પ્રવચન સાથે સભાનો પ્રારંભ થયો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ગ્રામ્ય કક્ષાએ સંસ્થાની રચના અંગેની માહિતી સંગઠન મંત્રી શ્રી ઈશ્વરભાઈ છાભૈયા દ્વારા આપવામાં આવી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નખત્રાણા, અબડાસા લખપત તાલુકા યુવા સંગઠન યુવા સંઘ કચ્છ પ્રદેશ *અધ્યક્ષ શ્રી રમેશભાઈ દડગા* દ્વારા યુવા સંગઠનના અધ્યક્ષ ઝવેરભાઈ કેશરાણી નખત્રાણા, મહામંત્રી હિતેશકુમાર મેઘાણી નાના અંગિયા, આ બે મિત્રોએ આપેલી સંપૂર્ણ માહિતી. બેઠક દ્વારા. તેમજ યુવા ટીમના બાકી રહેલા સભ્યોને વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા યુથ ઓલિમ્પિયાડનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, સંસ્થાની સંપૂર્ણ માહિતી તેમજ સંસ્થાના દરેક કાર્યક્રમની વિગતો અને સંસ્થાના મુખ્ય હેતુ અને કાર્યની માહિતી જિલ્લા સંગઠનના સંગઠન મંત્રી દ્વારા આપવામાં આવી હતી. શ્રી છગનભાઈ ખેતાભાઈ ધાનાણી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તારીખ:-31/10/2023 ના રોજ સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે* જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી ઈશ્વરભાઈ સાખલા દ્વારા આપવામાં આવેલ સંપૂર્ણ માહિતી તેમજ વધુ અને વધુ તાલુકા સંગઠનોને આ મહાસંમેલન કાર રેલીમાં ભાગ લેવા આમંત્રણ છે. (31/10/23 ના રોજ સવારે 6:00 વાગ્યે ભચાઉથી નીકળશે)* કારની નોંધણીમાં જોડાવા માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે તેથી કૃપા કરીને વહેલા નોંધણી કરાવો. તાલુકા એસોસિએશનના અધ્યક્ષ શ્રી શાંતિલાલ નાકરાણી દ્વારા આપવામાં આવેલ “માત્રી મહિમા રથયાત્રા” વિશેની માહિતી ગત વર્ષની જેમ આ વર્ષે પણ તા.21/10/2023, શનિવાર બપોરે:-2:00 મથલ ઉમિયા માતાજી મંદિરથી વાંધે ઉમિયા માતાજી સુધી મંદિર સુધી ભવ્ય બાઇક અને કાર રેલી કાઢવામાં આવશે ત્યારબાદ દરેક ગામડાના સમાજ/યુવા સમાજ/મહિલા સમાજના ભાઈઓ/બહેનોને મોટી સંખ્યામાં જોડાઈને ઉમિયાની આસ્થા પ્રગટ કરવા આમંત્રણ છે. “માતૃ મહિમા રથયાત્રા” ને સફળ બનાવવા માટે જિલ્લા કો.ચેરમેન શ્રી શાંતિલાલ નાકરાણી, કોટડા (જ) તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી.
અમારા સનત શતાબ્દી મહોત્સવના મુખ્ય (ભામાશા) દાતાશ્રી પુજાભાઈ શિરવી નું મીટીંગમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના સામાજિક કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તાલુકા મહિલા મંડળ ચેરમેન શ્રી ઉર્મિલાબેન દયાણી એ તાલુકા ટીમની જાહેરાત કરી.
સભામાં પ્રમુખ શાંતિલાલ નાકરાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમાજ સંસ્થામાં જોડાઈને દરેક કાર્યમાં સહકાર આપવા હાકલ કરી હતી.
મીટીંગ માટે આભારદર્શન યુવા સંગઠન પાંખના અધ્યક્ષ શ્રી ઝવેરભાઈ કેશરાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
સંસ્થા *મહામંત્રી શ્રી કિશોરભાઈ કાંતિભાઈ નાયાણી* દ્વારા સભાનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.
નખત્રાણા, નવાવાસ પાટીદાર સમાજમાં... માં જસોદાના આગમનના અવસરે ઉપસ્થિત સર્વે સમાજજનો એ હર્ષ અને ઉલ્લાસ થી જન્માષ્ટમી તહેવાર ને આનંદના અવસર રૂપી વધાવી લીધો હતો…..
તા ૨૦.૦૮.૨૦૨૩ ને રવિવાર ના રોજ બપોરે ૦૩ કલાકે અમદાવાદ ઝોન ની એ જી એમ પ્રમુખ શ્રી આર એન પટેલ ની અધ્યક્ષ તા માં ડો શ્યામા પ્રસાદ મુખરજી ઓડિટોરિયમ વસત્રરાલ ખાતે યોજાઈ ગયેલ .તેમા નરોડા સમાજ ના યુવાન કેન્દ્રીય યુવાસંધ ના પ્રમુખ તરીકે પંકજ ભાઈ પારસિયા તથા ચીફ સેકરેટરી તરીકે નરોડા સમાજ ના જ ડો . વિપુલ ભાઈ છાભૈયા ની વરણી થવા બદલ સન્માન કરવામા આવેલ હતુ સાથે સાથે નરોડા સમાજે પણ સન્માન કરેલ હતુ . સાજ ના ભોજન બાદ રાત્રે ૦૯ કલાકે સામાજીક કોમેડી નાટક વિદેશી વહુ તને શું કહુ નાટક ઝોન ના સમસ્ત સમાજજનો એ રસ પુરવરક નિહાળ્યો હતો ! સમગ્ર સભા નુ સંચાલન ઝોન મહામંત્રી તુલસી ભાઈ ધોળું એ કર્યું હતુ .
સર્વ પ્રથમ સમાજમાં સાતમ રમવા આવેલી આપણી દીકરીઓ પોતાના વીર સાથે સુંદર મજાની એ એન્ટ્રી કરી સૌના મન મોહી લીધા હતા..
ભાઈની રક્ષા માટે બહેનો એ ભાઈ ની કલાઈમાં ધાગા બાંધી ભાઈ ને કંકુ અક્ષત થી વધાવી આરતી ઉતારી ભાઈ શતાયુ હો દીર્ઘાયુ હો એવી બહેન તરફથી પ્રાર્થના કરવામાં આવી હતી .. સુંદર દ્રશ્ય જોઈ સૌ માતાઓ બહેનોની આંખો નમ થઈ હતી..
લાડકવાઈ દીકરીઓની પિયર પક્ષમાં છેલ્લી વીર પસલી હોવાથી પોતાના વાલા વીર માટે ખૂબ જ સુંદર નૃત્ય કરી ભાઈઓના હદયને પણ માર્મિક બનાવ્યા હતા…
આપણી પ્રાચીન પરંપરા વીર પસલીના દિવસે જુલા જુલાવવાની આ પરંપરા ને જીવંત રુપ આપી બધી દીકરીઓના ભાઈ અને ભાભીઓએ પોતાની વ્હાલી બહેનને ઝુલા ઝુલાવી લાડ લડાવ્યા હતા.. ભાઈ બહેન નો આ અલૌકિક પ્રેમ જોઈ સમસ્ત વાતાવરણ કરુણા રસથી ઓતપ્રોત બન્યું હતું..
ત્યારબાદ સમસ્ત માતાઓ બહેનો અને દીકરીઓએ વીર પસલી ત્યૌહાર ને અનુલક્ષી રાસ ગરબા લેવામાં આવ્યા હતા અંતે સનેડા નો આનંદ લઇ કૃષ્ણ કનૈયા લાલ કી જય ઘોષ સાથે સુંદર કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યું હતું…..