શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ, છત્તીસગઢ પ્રદેશ દ્વારા વિશેષ પરિચય મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ

ફોરેસ્ટ કાઉન્સિલ

છત્તીસગઢ પ્રદેશ

વિશેષ પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અવનીશ પરિચય મેળાની વિગતો નીચે મુજબ છે. પરિચય મેળામાં પરિવારના પુત્ર-પુત્રીઓ ભાગ લઈ શકશે. (ભાઈ-બહેનની જોડી ફરજિયાત રહેશે.)

પરિચય મેળામાં એક કુટુંબમાંથી ભાઈ-બહેનની જોડી + 3 કુટુંબના સભ્યો જોડાઈ શકે છે.

મેળામાં ભાગ લેવા માટે દરેક સભ્યએ રૂ.500/- પ્રવેશ ફી ભરવાની રહેશે. ફોર્મ ભરો અને તારીખ 15.5.22 સુધીમાં લાગુ બોર્ડ / પ્રદેશમાં સબમિટ કરો જેથી તમારો પરિચય થઈ શકે. સૂચિ બનાવી શકાય છે. દરેક મંડળ/વિસ્તાર તરફથી નિવેદન કે જો તમારા વિસ્તારમાં આવી ભાઈ-બહેનની જોડી હશે તો પરિવારને મેળામાં સામેલ કરવામાં આવશે.

પ્રોગ્રામ વિગતો તા: 29.5.22, રવિવાર

સ્થળ: શ્રી પાટીદાર ભવન,

ફાફાદીહ, રાયપુર

સંપર્ક કરો

દિનેશ ભાઈ છાભૈયા – 98274 83731

ઈશ્વરભાઈ રૂડાણી – 98261 71960

વધુ માહિતી માટે ગોલ્ડન યર મેટ્રિમોનિયલ કમિટી

નરેશ પોકર, રત્નાગીરી – 78751 60171 (ડી.એમ.જી. પ્રદેશ, કેન્દ્રીય કન્વીનર)

અશોક વાલાની, રાયપુર – 96853 13153 (C.G.R. પ્રદેશ, કેન્દ્રીય PDO)

મિશન સગપણ જૂથ

ચંદુભાઈ બાથાણી – 94255 17325

રૂક્ષ્મણી બેન સુરાણી – 97133 00017

શ્રી કચ્છ પાટીદાર સમાજ લાકડાગંજ, નાગપુરના નવા પ્રમુખ તરીકે શાંતિલાલ નાનજીભાઈ પોકર ચૂંટાયા

શ્રી કચ્છ પાટીદાર સમાજ
લકડગંજ, નાગપુર

આજે સમાજ ની યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં આગામી ટર્મ માટે પ્રમુખ શ્રી તરીકે શ્રી શાંતિલાલ નાનજીભાઈ પોકાર અને શ્રી જ્યંતિભાઈ રામજીભાઈ ઠાકરાણી ના નામ આવેલ હતા.

સદસ્યો દ્વારા મતદાન ના આધારે 33 વોટના સામાન્ય અંતર થી શ્રી શાંતિલાલ નાનજીભાઈ પોકાર ને નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ.

નવ નિર્વાચીત થયેલ પ્રમુખ શ્રી ને શુભકામનાઓ સાથે ખુબ ખુબ હાર્દિક અભિનંદન

સરદારધામ દ્વારા કન્યા છાત્રાલય માટે મોટું દાન અને બીજા તબક્કાનું ભૂમિપૂજન

વિશ્વની દ્વિતીય ક્રમની
ઊંચાઈ ધરાવતી સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં
ભારતના યશસ્વી-તેજસ્વી વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દો
સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૦૦ કરોડના
સરદારધામ ભવનનું લોકાર્પણ
એવમ્
૨૦૦ કરોડના કન્યા છાત્રાલય
સરદારધામ ફેઝ-૨નું ભૂમિપૂજન
તા. ૧૧-૯-૨૧, શનિવાર સવારે ૧૦-૦૦ કલાકે
અમદાવાદ
f & YouTube LIVE
Sardardham Official

ચીફ એર માર્શલે ભુજ – નલિયાનાં એરફોર્સ સ્ટેશનની મુલાકાત લઈને કરેલી સમીક્ષા

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એર માર્શલ સંદીપસિંહે ગઈકાલે કચ્છના નલિયા અને ભુજ ખાતે એરફોર્સ બેઝની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે સરહદી સુરક્ષાની ભૂમિકાની પ્રશંસા કરી હતી. એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફે આ એરફોર્સ બેઝ ખાતે પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમને આ ક્ષેત્રમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે વિવિધ પરિચાલન યુનિટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રની આકાશી સરહદોની સુરક્ષા કરવા માટે આ મહત્ત્વપૂર્ણ એરફોર્સ બેઝ ખાતે તેમના દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. એર માર્શલે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેઠળ વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી’ એનાયત કરી હતી. સંબંધિત બેઝ’ કમાન્ડર્સે પ્રારંભમાં તેમનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન એર માર્શલે નલિયા અને ભુજ ખાતે કોવિડ-19 મહામારીને અનુલક્ષીને અપનાવવામાં આવેલાં માપદંડોની પણ સમીક્ષા કરી હતી. એરમાર્શલે તમામ કર્મીઓને તેમની પરિચાલન તૈયારીઓ વધારવા માટે અને કોવિડ-19 મહામારી સામે લડવા માટે તમામ પગલાં લેવા માટે સખત પરિશ્રમ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે મહામારીનું વ્યવસ્થાપન માટે આ બેઝ દ્વારા નાગરિક પ્રશાસકોને આપેલા સહકાર બદલ તેમની પ્રશંસા કરી હતી.’

દુકાનદારોને રાહત : મુંબઈમાં અત્યાવશ્યક સેવાની દુકાનો રોજ ખુલ્લી રહેશે

બિનઅત્યાવશ્યક દુકાનો સોમથી શુક્ર સવારે ૭થી બપોરે ૨ વચ્ચે સમ-વિષમ પદ્ધતિથી ચાલુ રાખી શકાશે

મુંબઈ: કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવામાં લગભગ સફળતા મળી ગઈ છે ત્યારે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે સોમવારે વેપારીઓને રાહત આપતો આદેશ બહાર પાડ્યો હતો. પાલિકાના નવા આદેશ મુજબ મુંબઈમાં અત્યાવશ્યક સેવાની દુકાનો તો રોજ ખુલ્લી રહેશે જ, પરંતુ અત્યાવશ્યક સિવાયની દુકાનો પણ સોમથી શુક્રવાર દરમિયાન સમ-વિષમ પદ્ધતિથી ચાલુ રાખી શકાશે.

‘બ્રેક ધ ચેઈન’ હેઠળ રાજ્ય સરકારે ૧૫ જૂન સુધી લંબાવેલા લૉકડાઉનમાં કેટલાક નિર્દેશો આપ્યા હતા. તેેને આધારે મુંબઈ મહાનગરપાલિકાની હદમાં દુકાનો ખોલવા સંબંધિત કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.

મહાપાલિકાના ૧૫ જૂન સુધી અમલમાં રહેનારા નવા આદેશ અનુસાર અત્યાવશ્યક સેવાની દુકાનો રોજ સમવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમિયાન ખુલ્લી રહેશે. અત્યાવશ્યક સિવાયની દુકાનો સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

જોકે બિનઅત્યાવશ્યક સેવાની દુકાનો સમ-વિષમ ધોરણે ચાલુ રાખી શકાશે, જેમાં પ્રથમ અઠવાડિયામાં રસ્તાની જમણી બાજુની દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારે ખુલ્લી રહેશે, જ્યારે રસ્તાની ડાબી બાજુની દુકાનો મંગળવાર અને ગુરુવારે ચાલુ રહેશે. એ જ રીતે બીજા અઠવાડિયામાં રસ્તાની ડાબી બાજુની દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારે ચાલુ રહેશે, જ્યારે રસ્તાની જમણી બાજુની દુકાનો મંગળવાર અને ગુરુવારે ખુલ્લી રાખી શકાશે.

આ જ પદ્ધતિથી આગામી અઠવાડિયાંમાં દુકાનો ચાલુ રાખી શકાશે. માત્ર શનિવાર અને રવિવારે અત્યાવશ્યક સિવાયની દુકાનો સંપૂર્ણ બંધ રહેશે. ઈ-કોમર્સ અંતર્ગત અત્યાવશ્યક વસ્તુઓની સાથે અત્યાવશ્યક સિવાયની વસ્તુઓનું વિતરણ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા બ્રેક ધ ચેઈન બાબતનો આદેશ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આ આદેશ લાગુ રહેશે. બધા વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને અન્ય ઉપાયયોજનાઓ કરવાનું અનિવાર્ય રહેશે. જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વળી, આદેશનું યોગ્ય પાલન નહીં થાય તો ગમે ત્યારે તે રદ કરી શકાશે, એવી ચેતવણી પણ કમિશનરે આપી છે.

પૂજ્ય વિરાટ શિરોમણિ બ્રહ્મલીન સ્વામી ભાગવતનંદજી મહારાજની શોદાશી


શ્રી ગંગદેવજી વિરક્ત મંડળી સાધુ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વામી મુકતાનંદ ગિરિજી અને સંત સમાજે પૂજા સ્વામીજીના પાદુકા પૂજાનું અને શોદશી ભંડાર કરાવ્યું હતું …
હરિ શ્ર આશ્રમ, બડવાહ / MP

પૂજીયા નારાયણજી બાપાની પ્રતિમાનું ઉદ્ઘાટન તેમની 138 મી જન્મજયંતિએ કરવામાં આવ્યું

આપણી સમાજ ના આધસુધા રક પૂ. નારાયણ રામજી લીંબાણી ની 138 મી જન્મજયંતી ના પાવન અવસરે
તા 26/05/21
સમય સવારે 8:30 વાગે

શ્રી પાટીદાર બોર્ડિંગ મધ્યે
પૂજ્ય નારાયણજી બાપા ની પ્રતિમા નુ પૂજન અર્ચના નો
કાર્યક્રમ રાખેલ છે

તો આ અવસરે કેન્દ્રીય સમાજ.. ઝોન સમાજ. મહિલા સંઘ.. યુવાસંઘ કરછ રીજીયન
તેમજ નખત્રાણા ની આજુબાજુ ના ગામેગામ ના સમાજ. યુવકમંડળ ના
પદાધિકારી ઓ મેમ્બર્સ તેમજ
દરેક સામાજીક અગ્રેસરો ને
પધારવા હાર્દિક નિમઁત્રણ છે

આજ આપણા સમાજ ના સદાય વંદનીય એવા નારણ રામજી લીંબાણી ની પણ જન્મ જયંતિ છે.🙏🙏🙏 સનાતન સેના ના નેતા ને વંદન. આજે જ્યાં પણ મેળાવડો હોય, સામાજિક આરોગય કે અન્ય કોઇ પણ મિશન પ્રોજેક્ટ ની બેઠક હોય આઇસોલેસન સેન્ટર હોય ત્યાં આપણે જ્ઞાતિ આદ્ય સુધારક માનનીય સાહસિક ની ગૌરવ ગાથા કરીએ અને યાદ કરી વંદન કરીએ…

ઉમિયા માતાજી નો પ્રાગટ્ય દિવાસ

🙏 *જય ઉમિયા માતાજી*🙏 *આજે તા.૨૬.૦૫.૨૦૨૧, બુધવાર, વૈશાખ સુદ પૂનમ, એટલે આપણાં આરાધ્ય શ્રી કુળદેવી ઉમિયા મા નો પ્રાઘટ્ય દિવસ.**તો ચાલો આપણે, મા ઉમિયાના સંતાનો, આજે પોત પોતાના ઘરેજ આજ સાંજે ૭ વાગ્યા દરમ્યાન શ્રી ઉમિયા માતાના નામનો દિવો કરી🪔 ભજન, પ્રાર્થના👏 , આરતી કરી આ વિક્ટ પરિસ્થિતિ માં શ્રી ઉમિયા મા ને ભાવનાંજલી આપી ઉજવણી કરીયે.*🙏🙏🙏🙏🙏🙏🙏