શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (બેલગામ) દ્વારા મકરસંક્રાંતિ પર 14/1/2023 અને 15/1/2023 ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5 ટીમો બેલગામ સમાજની હતી અને 5 ટીમ અન્ય સમાજની હતી, કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. . જેમાં મોટી સંખ્યામાં યુવા ભાઈ-બહેનો અને વડીલોએ ભાગ લીધો હતો. જેમાં બેલગામની ‘પાટીદાર બોયઝ’ વિજેતા અને ‘રોયલ સ્ટ્રાઈકર બેલોંગલ’ ટીમ રનર્સ અપ બની હતી.
વિરાણીમાં અમારા સમાજ દ્વારા નવનિયુક્ત ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન
વિરાણી મોટી મધ્યે:-
વિરાણી મોટી પાટીદાર સમાજ દ્વારા
અબડાસા ના નવનીયુક્ત ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા નું
સમાજ,યુવા મંડળ અને મહીલા મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
દેવપર (યક્ષ) માં એક મહિલા અમારી બહેનો માટે નજીવા દરે સીવણ વર્ગ શરૂ કરવા જઈ રહી છે.
દેવપર (યક્ષ)…..…
આવતી તારીખ 1/12/2022 થી …..…..
સીવણ ક્લાસ માટે ત્રીજી બેન્ચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ
આપણા દેવપર ગામ ના દિવ્યાબેન પોતાની સૂજબુજ થી સિલાઈ કારીગર માં સંપૂર્ણ છે
જે આજે નજીવા દર 800 / રૂપિયા માં સીવણકામ શીખવાડે છે
આવતી તારીખ 1/12/2022 ના શુભકાર્ય દેવપર (યક્ષ) મધ્યે શરૂ થઈ રહું છે કલાસનૂ ટાઈમ બપોરના 3:00 થી 5:00 વાગ્યા સુધી રાખેલ છે
દિવ્યાબેન આજે એક મિશન અંતર્ગત જે આપણી સમાજની બહેનો પોતાના પગ પર ઉભી રહી શકે પોતાના સહનીરભર બની શકે એવું ઉમદા ઉદાહરણ આપી રહ્યા છે
જેમાં નખત્રાણા, વિથોણ દેવપર, સાંયરા તેમજ આજુબાજુના ગામના બહેનો લાભ લઈ શકે છે
સંપર્ક
દિવ્યાબેન શૈલેષભાઈ ભીમાણી
મો, 97373 07955
કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઉલ્હાસનગર દ્વારા સ્નેહ મિલન, સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
જય લક્ષ્મી નારાયણ
ઉલ્હાસનગર
કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઉલ્હાસનગર
નવા વર્ષ નું સ્નેહ મિલન… સરસ્વતી સન્માન… અને સાંસ્કૃતિક કાર્યક્રમો.. તા – 20 / 11 / 2022 ને રવિવારે બપોરે 3; 00 વાગ્યે પાટીદાર ભવન સહાડ મા આયોજન કરવામાં આવ્યો હતો..
સરસ્વતી સન્માન ; શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યા હતા..
સાંસ્કૃતિક કાર્યક્રમો : નાના મોટા સર્વે ભાઈ. બહેનો.. નાના બાળકો એ આપણી હિન્દુ સાંસ્કૃતિક ની અનુસાર એવા 15 કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા….
ત્યાર બાદ વડીલો ના આશીર્વચન… કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ સાંજે મહાપ્રસાદ
(સ્વરૂચી) ભોજન લઇ છુટ્ટા પડેલ… .. જય લક્ષ્મી નારાયણ
ઉલ્હાસનગર દ્વારા
ગુજરાતના રાજ્યપાલે અમારી પાટીદાર દીકરીને સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગોલ્ડ મેડલથી નવાજ્યા
જય લક્ષ્મીનારાયણ
કચ્છ યુનિવર્સિટી દ્વારા આયોજિત 12 માં પદવીદાન સમારોહ મા અર્થશાસ્ત્ર ની વિદ્યાશાખા મા સમસ્ત કચ્છ જિલ્લામા પ્રથમ નંબર આવવા બદલ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સુવર્ણ ચંદ્રક (Gold medal) થી માનાણી સ્નેહા હિતેશ ભાઈ મૂળ વિથોણ (હાલે. નખત્રાણા ) ના રહેવાસી માનાણી પરિવાર ની દીકરી નુ કચ્છ યુનિવર્સિટી મા સન્માન કરવામાં આવ્યું. જે હાલ ઉપાસના વિદ્યાલય મા શિક્ષિકા તરીકે ની ભૂમિકા ભજવે છે...
વિથોણના પાટીદાર ભાઈઓએ અડદિયા પાકનું વેચાણ શરૂ કર્યું
કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ તિરુચિરાપલ્લી આપણા યુવાનો માટે વ્યક્તિગત વિકાસ કાર્યક્રમોનું આયોજન કરશે.
શ્રી આ.ભા.ક.ક.પા. યુવાસંઘ – દક્ષિણ ભારત રીજીયન પોતાના યુવાઓ માટે જ્ઞાન, શીલ અને એકતા ના ભરપૂર સંસ્કારો અને સફળ તેમજ પ્રેરણાત્મક જીવન જીવવાની કળા ની સાથે સાથે “વ્યક્તિગત વિકાસ એજ સાચો સામાજીક વિકાસ” ના નારા ની સત્ય હકીકત ને સ્વાધ્યાય અને સિંચન કરાવવા માટે ફરી એક વખત ત્રિચિનાપલ્લી ખાતે તા: 24, 25 અને 26 ડિસેમ્બર 2022 ના રોજ એક ધમાકેદાર અને વાયબ્રન્ટ શિબિર “હોસલો કી ઉંડાણ – 2022” નું ભવ્ય આયોજન કર્યું છે.
સ્થળ: શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
પાલપન્નૈ રોડ, ત્રિચિનાપલ્લી.
સંપર્ક:
યુવાઉત્કર્ષ સમિતિ :
- દીપા બેન હિમ્મત પોકાર – 94449 51796
- રોનક ભાઈ અશ્વિન પોકાર – 94429 10175
ટીમ દક્ષિણ ભારત રીજિયન.
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ દ્વારા 29મી ઓક્ટોબરે ઘાટકોપર પાટીદાર વાડી ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
વિથોન 30 અને 31 ઓક્ટોબરે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરશે
શ્રી અખિલ ભારતીય કરછ કડવા પાટીદાર કરછ રિજીયન દ્ગરા આયોજિત સ્વર્ણિમ મહોત્સવ અંતર્ગત કબડ્ડી ટુર્નામેન્ટ
પ્રગતિ ચેમ્પિયન ટ્રોફી
પધારો વિથોણ ચાલો વિથોણ
આ વખતે આપણી દરેક સમાજો માણશે દિવાળી વેકેશન માં કબડ્ડી ટુર્નામેન્ટ, સંતસુરા ની પવિત્ર ભૂમિ ખેતાબાપા ના પરમ સાનિધ્યમાં (વિથોણ) ખાતે કબડ્ડી ટુર્નામેન્ટ
હુનર અને ટેલેન્ટ નું થશે અદ્ભૂત સંગમ
તો થહી જાવ તૈયાર આપણે પણ આ પલ ના સાક્ષી બનવા માટે જઈશુ (વિથોણ)
આગામી તા.૩૦/૧૦ થી ૩૧/૧૦ દરમિયાન સાંજે (૬:૦૦) કલાક થી
તો આવો સાથે મળીને આપણા ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરીએ….
રમશે પાટીદાર… જીતશે પાટીદાર
દિપાવલીના શુભ મુહૂર્ત
ચોપડા નોંધાવવા કે ખરીદવા (પુષ્ય નક્ષત્ર)
આસો વદ-૮, મંગળવાર તા. ૧૮-૧૦-૨૦૨૨
સવારે :- ૦૯:૨૮ થી ૧૨:૨૩ (ચલ-લાભ)
બપોરે :- ૧૨:૨૩ થી ૦૧:૫૧ (અમૃત)
૦૩:૧૯ થી ૦૪:૪૬ (લાભ)
ધનપૂજન – લક્ષ્મીપૂજન
આસો વદ-૧૨, શનિવાર તા. ૨૨-૧૦-૨૦૨૨
સવારે :- ૦૮:૦૨ થી ૦૯:૨૯ (શુભ)
બપોરે :- ૧૨:૨૩ થી ૦૪:૪૪ (ચલ-લાભ-અમૃત)
સાંર્જ :- ૦૬:૧૧ થી ૦૭:૪૪ (લાભ)
ચોપડા પૂજન – શારદા પૂજન
આસો વદ-૧૪, સોમવાર તા. ૨૪-૧૦-૨૦૨૨
સવારે :- ૦૬:૩૫ થી ૦૮:૦૨ (અમૃત)
૦૯:૨૯ થી ૧૦:૪૬ (શુભ)
બપોરે :- ૦૧:૪૯ થી ૦૪:૪૩ (ચલ-લાભ)
સાંજે – ૦૬:૧૦ થી ૦૭:૪૩ (ાલ)
રાત્રે :- ૧૦:૪૯ થી ૧૨:૨૩ (લાભ)
નૂતનવર્ષ
કારતક સુદ-૧, બુધવાર તા. ૨૬-૧૦-૨૦૨૨ સંવત-૨૦૦૯
સવારે :- ૦૬:૩૬ થી ૦૮:૦૩ (લાભ)
૦૮:૦૩ થી ૦૯:૨૯ (અમૃત)
૧૦:૫૬ થી ૧૨:૨૨ (શુભ)
લાભ પાંચમ
કારતક સુદ-૫, શનિવાર તા. ૨૯-૧૦-૨૦૨૨
સવારે :- ૦૮:૦૪ થી ૦૯:૩૦ (શુભ)
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા
Ph.02767 – 245472, Mo. 8511016000, Unjha – 384170, (North Guj.)