કેમ્પ સ્થળ :
સેંઘાણી હોસ્પિટલ, સેંઘાણી કોમ્પ્લેક્ષ, વથાણ ચોક, નખત્રાણા
11-06-2024, મંગળવાર, સવારે 09 થી 11
સંપર્ક
સુર્યકાંતભાઈ ધનાણી – 9427760792, 9510887735
અષાઢી બીજે ગદાણી ખાતે પોકાર પરિવારનો જોગ યોજાશે
પોકાર પરિવાર જોગ..
ઘડાણી
શ્રી અખિલ ભારતીય અત્રિ ગોત્રિય પરબત બાપા પોકાર ઘડાણી પરિવાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘડાણી મુકામે સુરધનબાપા સ્થાનકે અષાઢી બીજ નિમિત્તે યોજાનાર કાર્યક્રમ..
કાર્યક્રમની રૂપરેખા :
તા. 06/07/2024 શનિવારે બપોરે 4:00 કલાકે પરિવારના સભ્યોની જાહેર સભા મળશે જેમાં વિવિધ ચડાવા તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.. તેમજ પરિવારનું એક સભ્ય પરિવાર પૂજ્ય પરબત બાપા પરિવારને જમીનદાન આપવા માટે તૈયાર છે જે બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવશે,આ સમય દરમિયાન બાપાનો પ્રસાદ બનશે..
અષાઢી બીજ તા.07/07/2024 રવિવારે સવારે 8:00 કલાકે ધાર્મિક વિધિમાં બાપાના વાઘા, નાળિયેર તેમજ ધજા બદલવામાં આવશે ત્યારબાદ બાપાની મહા-આરતી-થાળ વિધિ પૂર્ણ કરી સમૂહ પ્રસાદ વિતરણ કરવામાં આવશે.. સવારે 9:30 કલાકે સંગીતના સથવારે દાંડીયારાસ..
11:00 કલાકે દાતાઓનું સન્માન..
11:30 કલાકે પરિવારની નિયાણીઓને પ્રસાદ જમાડી ભેટ આપવામાં આવશે..
ત્યારબાદ પરિવારના સર્વે સભ્યો મહેમાનો સાથે પ્રસાદ ગ્રહણ કરશે એ દરમિયાન પરિવાર ભેટ તેમજ નિયાણી ભેટ લેવાનું ચાલુ રહેશે..
આ વર્ષે સભા બહુ મહત્વની હોવાથી બહોળી સંખ્યામાં સમયસર હાજર રહેવા તમામ સભ્યોને આદરસહ નમ્ર વિનંતી
ધન્યવાદ....
નિમંત્રક :
શ્રી અખિલ ભારતીય અત્રિ ગોત્રીય પરબતબાપા પોકાર પરિવાર..
ઘડાણી
સંપર્ક :
ચંદુભાઈ : 9879645450
રમેશભાઈ : 9825288065 બાબુભાઈ : 9974049412
મગનભાઈ : 9427760199
શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સમાજે આગામી ચૂંટણી માટે મતદાન માટે પહેલ કરી
શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મુંબઈ
આપણા દેશમાં અત્યારે ઇલેક્શનનો માહોલ છે અને સાથે સાથે આપણો કચ્છ માં જવાનો પણ સિલસિલો છે.તેમાં આપણે જો આપણા સંવિધાનને બચાવવું હશે તો વોટ જરૂરથી કરવો પડશે. તેના માટે ઘાટકોપર સમાજ એક એવું પગલું ભરવા જઈ રહ્યું છે કે જે વ્યકિત કચ્છમાં છે અને તેને જો એક દિવસ માટે વોટ કરવા આવું હોય તો તેની વ્યવસ્થા કરવા માટેની તૈયારી કરી રહી છે. તો આપણે આપણી ફરજ બજાવવા માટે વોટ કરવા જરૂરથી આવું જોઈએ તેના માટે તા:૧૯/૦૫/૨૦૨૪ ના કચ્છથી આપણે મુંબઈ આવવાની વ્યવસ્થા કરવામાં આવે એવું વિચારી રહી છે માટે જેને કચ્છથી મુંબઈ અને પાછા મુંબઈથી કચ્છ જવું હોય અથવા કચ્છથી ફક્ત મુંબઈ આવવું હોય તો તેઓ પોતાના નામ મોબાઈલ નંબર અને પોતાનો એરીયો લખી અને આ નીચે આપેલ નંબર પર મેસેજ કરે.
રમેશ વાસાણી 9819819420
પ્રફુલ નાકરણી 9820423348
મહેન્દ્ર સેંઘાણી 9322233527
લી રમેશ વાસાણી પ્રમુખ
પ્રફુલ નાકરાણી મહામંત્રી
કચ્છ કૃષિવન ખેડૂત ઉત્પાદક કંપનીએ ઓર્ડર પર તાજા સીંગદાણા તેલનું વિતરણ શરૂ કર્યું
આપ સૌ ગ્રાહક મિત્રો ને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે તારીખ ૧૫/૦૧/૨૦૨૪ ના સોમવાર ના રોજ શુભ દિને NABARD ના DDM નીરજકુમાર સાહેબ ના વરદહસ્તે વરસાદ આધારીત (કપીત) ” કચ્છ કૃષિવન ” સિંગતેલ ના વિતરણ નું શુભ કાર્ય કરવામાં આવ્યું . તે પ્રસંગે NABARD ના DDM , FPO ના ડિરેક્ટર મિત્રો તથા ગ્રાહક મિત્રો હાજર રહ્યા હતા. FPO ના આવા પ્રયાસથી ગ્રાહક મિત્રો ને શુદ્ધ અને સાત્વિક સિંગતેલ મળી રહેશે અને તેનાથી મિત્રો પોતાના પરિવારજનો નું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી બની રહેશે તેવું *FPO ચેરમેન *શ્રી વસંતભાઈ વાસાણી** એ જણાવ્યું હતું. પ્રથમ શુભ દિવસે જ ગ્રાહકો દ્વારા ૧૦૧ સિંગતેલ ના ડબ્બા ની ડિલિવરી તેમજ નોંધણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જે ગ્રાહક મિત્રો હાજર હતા તેમનો અને જેમને નોંધણી કરાવેલ હતી તેમનો FPO પરિવાર વતી ડિરેક્ટર મિત્રો તેમજ FPO સ્ટાફે સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો. સિંગતેલ હાજર સ્ટોક માં છે, જેમને પણ સિંગતેલ ની નોંધણી કરાવેલ હોય તે FPO ઓફિસેથી તેલ ની ડિલિવરી મેળવી લેશો. સમગ્ર ભારતભર માં કુરિયર અથવા ટ્રાન્સપોર્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આપ આપના કિંમતી ઓર્ડરની કચ્છ કૃષિવન FPO માં નોંધણી કરવી શકો છો… ધન્યવાદ…
*નોંધ: કુરિયર અથવા ટ્રાન્સપોર્ટ ચાર્જ અલગ થી લેવામાં આવશે.
*મેળવવા માટેનું સ્થળ : કચ્છ કૃષિવન ફાર્મર પ્રોડ્યૂસર કંપની – દેવપર (યક્ષ) ,નખત્રાણા
ઓફિસ નંબર : 9510825790
નડિયાદનો પાટીદાર સમાજ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવશે
નડિયાદ મધ્યે વસ્તા કચ્છ કડવા પાટીદાર સમાજના સૌ સભ્યો સાથે મળી ઉજવણી કરશે……*
🙏🙏જય જયશ્રી રામ🙏🙏
🚩આદરણીય જ્ઞાતિજનો આપ સૌ
ના ચરણારવિંદ મા કોટી કોટી
પ્રણામ
🚩સંપૂણ ભારતવર્ષ રામમય રંગ
મા રંગાઈ ગયુ છે.
🚩’’ સિયારામ મય સબજગ જાની,
કરહુ પ્રણામ જોરી જુગ પાની”
🚩૫૦૦ વર્ષ પછી રામલલા નિજ
મંદીર મા પુન: પ્રવેશ કરી રહ્યા છે
🚩ઘરેઘરે પૂજિત અક્ષત, આમંત્રણ
પત્રીકા તથા ફોટો વગેરે પ્રતીક
રુપે આવી ગયેલ છે.
🚩આપણે સૌ ક.ક.પાટીદારો પણ
૨૨ જાન્યુઆરી ની આતુરતા
પૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.
🚩નડીઆદ મધ્યે વસ્તા ક. કડવા
પાટીદારો પણ સૌ સાથે મળી
મહાઉત્સવ ની ઉજવણી કરીશુ.
🚩સ્થાન-
પાર્થનગર સમાજવાડી
🚩સમય-
સવારે ૯.૩૦ થી ૨.૦૦
🚩કાર્યક્રમ-
રામધૂન ભજન તથા
૧૨’ ✖️૮’ ની એલઈડી
પર અયોધ્યા થી પ્રસારીત
થનાર પ્રાણ પ્રતિષ્ઠા ને લાઈવ
ક્રાર્યક્રમ તથા અન્ય ઘણું બધુ
🚩સમુહ મા મહાપ્રસાદ
(ભોજન)
લઈ શું
🌹🌹સૌને સમય સર પધારવા
હાર્દીક નિમંત્રણ છે.
🙏ધન્યવાદ🙏
અયોધ્યાના અક્ષત અને કલશને રત્નાગીરી સમાજે બિરદાવ્યા હતા
🚩 જય લક્ષ્મીનારાયણ 🚩
♦️DMG રિજિયન♦️
♦️ પરશુરામ ડિવિજન ♦️
🚩 શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ રત્નાગિરી🚩
🚩 શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર મહિલા મંડળ રત્નાગિરી🚩
🚩મિશન:- સામાજીક અને આધ્યાત્મિક🚩
તા:-14/01/2023 ના 🛕 શ્રી રામ મંદિર પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ને વધાવવામાં આવેલ.
શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર મહિલા મંડળ ની બધી બહેનો દ્વારા અક્ષત કળશ ને વધાવવામાં આવેલ જેમાં સમાજ ના વડીલો, માતાઓ અને યુવક મંડળ ના ભાઇઓ હાજર રહ્યા હતાં.
‼️ જય શ્રી રામ ‼️
કોલકાતામાં વિરાણી મોતીના વસ્તા ભાઈના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું
જય લક્ષ્મીનારાયણ
વિરાણી મોટી ગામ ના કલકત્તા (પશ્વિમ બંગાળ) માં વસ્તા ભાઈઓ નું પારિવારિક વાર્ષિક સ્નેમિલન ના. ૦૭/૦૧/૨૦૨૪ ના શ્રીરામપુર પાટીદાર સમાજ ની સમાજવાડી માં રાખવા માં આવેલ હતું. કુળ ૧૩ પરિવાર અને તેની કુળ જન સંખ્યા ૧૦૫ આવેલ હતાં. સવાર ના ૯.૦૦ કલાકે સર્વે આવ્યાં હતાં. સર્વે એક બીજાં ને મળ્યાં અને ચા પાણી કરી. ત્યાર બાદ સર્વે એક એક કરીને પોતાના પરિવાર નું પરિચય કરાવ્યું. ત્યાર બાદ સર્વે એક સાથે બેસી ને આપણા ગામ વિરાણી મોટી ની નવા જૂના ની ચર્ચા કરવા માં આવેલ ત્યાર બાદ નાના થી મોટા ની રમત ગમત નો આયોજન કરવામાં આવેલ હતું અને પછે બપોરના ૧.૦૦ વાગે સૌએ સાથે મળીને ભોજન લેવા માં આવેલ. ભોજન બાદ સૌએ એક બીજાં સાથે બેસી ને ગપ સપ કર્યા અને ૩.૦૦ વાગે ચા પી ને બધાંય છૂટા પડ્યાં. બધાંય ખુબજ આનંદ માણ્યો.
.
કોટડા જરોદર સમાજ, કોલકાતા દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું
જય લક્ષ્મીનારાયણ
કોટડા જડોદર સમાજ કલકત્તા નિવાસી નું સ્નેહમિલન 7/01/ 2024 ના રાખવામાં આવેલ હતું કાશી વિશ્વનાથ આમરા ઘાંચી કુલ સંખ્યા 196 આવેલ હતા સવારના નાસ્તો કર્યા બાદ નાના થી મોટાની રમત ગમતો નો આયોજન કરવામાં આવેલ હતું અને જે રમતગમતમાં વિજેતા થયા તેમને પુરસ્કાર આપવામાં આવેલ ત્યારબાદ સહુનો પરિચય વિધિ કરવામાં આવેલ. બપોરના 1.00pm વાગે સૌએ સાથે મળીને ભોજન લેવામાં આવ્યું ભોજન બાદ મીટીંગ રાખવામાં આવેલ. મિટિંગમાં પ્રમુખશ્રી રામજી પ્રેમજી લીંબાણી ઉપપ્રમુખ શ્રી શામજી ડાયાણી અને મહામંત્રી શ્રી શિવજી દેવસી દિવાળી હેઠે આપણા કોટડા ની નવાજૂની ચર્ચા કરવામાં આવેલ અને અન્ય મેમ્બરોએ પોત પોતાના વિચારો જણાવેલ ત્યારબાદ લકી ડ્રો નો વિક્રમ કરવામાં આવેલ કુલ 25 ઇનામો રાખેલ. લકી ડ્રોમાં બધાએ ખૂબ આનંદ માણ્યો ત્યારબાદ સાંજના ચા અને નાસ્તો રાખવામાં આવેલ હતો સવારથી સાંજ સુધીના આ કાર્યક્રમમાં સૌને ખૂબ આણંદ આવ્યો અને પાંચ વાગે બધા છૂટા પાડ્યા.
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન સમિતિ રક્તદાન શિબિરનું આયોજન કરે છે
સૌને મારા જય લક્ષ્મીનારાયણ
રક્તદાન વડે કોઈને જીવન આપી શકાય છે, જ્યારે નેત્રદાન વડે જીવનને માણવા માટે દષ્ટિ આપી શકાય છે , જીવન દરમિયાન રક્તદાન અગત્યનું છે તે જીવન બાદ નેત્રદાન તેમજ અંગદાન પણ એટલું જ મહત્ત્વનું છે.
તો ચાલો આપણે સૌ ભેગા મળીને આ મહાન સંકલ્પના ભાગીદાર બનીએ.!!
તો આપણા ગામના જે પણ મિત્રો આ સંકલ્પ લેવા માંગતા હોય તેઓ મને આ ફોર્મમાં પૂછવામાં આવેલી વિગતો whatsapp કરી શકે છે. અથવા તો આ ફોર્મ ભરીને પણ મને શેર કરી શકે છે. તમારા સંકલ્પની નોંધ કેન્દ્રીય હેલ્થ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવશે અને સર્ટિફિકેટ દ્વારા આપનું સન્માન પણ કરવામાં આવશે.
યાદ રાખો, આપનો એક સંકલ્પ અપના મૃત્યુ પછી અનેક જીવન ઉજાગર કરી શકે છે…!!
નવા કારોબારીઓની નિમણૂક માટે ઉલ્હાસનગર મહિલા મંડળની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
મહિલા મંડળ ના હોદેદારો ની વરણી કરાઈ.👇🏼
શ્રી ઉલ્હાસનગર સનાતન મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી ગીતા બેન શિવલાલ ભાઈ ના અધ્યક્ષપદે સભા યોજાઈ.
તા -01/01/2024 ને સોમવાર ના રોજ વાર્ષિક સામાન્ય સભા માં પધારેલ સર્વ મહિલા સદસ્યો નું મહામંત્રી શ્રી હંસાબેન રમણિક ભાઈ લીંબાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
ત્યારબાદ આગામી ત્રણ વર્ષ માટે નીચે મુજબ મહિલા મંડળ કારોબારી ની વરણી કરાઈ હતી
2024 થી 2026 સુધી
પ્રમુખ- ચંચલબેન રમેશભાઈ વાલાણી.(વિથોણ)
ઉપપ્રમુખ– શ્રી કાન્તાબેન હરીભાઇ ખેતાણી. (વિથોણ))
મહામંત્રી-શ્રી હંસાબેન રમણીકભાઈ લીંબાણી. (કોટડા.જ)
સહમંત્રી– ગીતાબેન શાંતિભાઈ ભગત. (નાના અંગીયા)
ખજાનચી: શ્રી ભાવિકાબેન જયંતીભાઈ ભગત. (નાના અંગીયા)
સહ ખજાનચી: શ્રી પ્રભાબેન રમેશભાઈ નાયાણી. (કોટડા.જ)
કારોબારી સભ્ય;
શ્રી પ્રેમીલાબેન વસંતભાઈ ભગત.
(નાના અંગીયા)
શ્રી હર્ષાબેન વસંતભાઈ લીંબાણી
(કોટડા.જ)
શ્રી રેખાબેન ઈશ્ર્વર ભાઈ સાંખલા.
(ઘડાણી)
શ્રી કંચનબેન રમણીકભાઈ રૂડાણી.
(વિથોણ)
શ્રીમતી ગીતાબેન શિવલાલ ભાઈ રૂડાણી.(વિથોણ)