ઘાટકોપર પરિવાર કપ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ -2022″

“ઘાટકોપર પરિવાર કપ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ -2022” ——————————————————————————

આથી સમાજ ના સર્વે સભ્યો ને જણાવવાનું કે ગત વર્ષે કોરના ની મહામારી હોવાથી ઘાટકોપર પરિવાર કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ના કરી શક્યા પરંતુ આ વર્ષે ક્રિકેટ પ્રેમી અને ખેલાડીઓ માટે શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ (ઘાટકોપર) ઘાટકોપર પરિવાર કપ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ – 2022 નું આયોજન Universal School તિલક નગર ચેમ્બુર ખાતે આગામી તારીખ 25/03/2022 થી 27/03/2022 સુધી કરવામાં આવશે.

જેમાં મેન્સ ટીમ ભાગ લઇ શકશે. તેની નોધ સર્વે ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ ધ્યાન માં લેશો.

તેમજ આ ટુર્નામેન્ટ માં શ્રી ઘાટકોપર સનાતન સમાજના સનાતની ખેલાડીઓ ભાગ લઈ શક્શે.

આ ટુર્નામેન્ટ માં ૧૬ ટીમ ભાગ લઇ શકશે.

ટીમનું રજીસ્ટ્રેશન વહેલા તે પહેલા ના ધોરણે કરવામાં આવશે.

એક ટીમમાં 8 ખેલાડી ભાગ લઇ શકશે. તા. 01/03/2022 સુધી પોતાની ટીમ નું નામ આપવાનું રહેશે.

ત્યાર બાદ કોઈપણ ટીમ ના નામ સ્વીકારવા માં નહીં આવે.

તેની ખાસ નોધ લેશો..ટીમ ના નામ આપવા સંપર્ક સુત્રો:

આશિષ પારસીયા -> 7738117012

પાર્થ ડાયાણી -> 8082027760

મિતેશ સેંઘાણી -> 9987789475

આકાશ રંગાણી -> 7021678948

શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ – ઘાટકોપર…..

રસલીયા લક્ષ્મીનારાયણ યુવકમંડળ દ્વારા આયોજિત PPL ડે કિકેટ ટુનૉમેટ


🙏🏻જાહેર નિમંત્રણ🙏🏻
રસલીયા લક્ષ્મીનારાયણ યુવકમંડળ તેમજ વડીલો….તા.૨૬/૨/૨૦૨૨ & ૨૭/૨/૨૦૨૨ ના સવાર થી કિકેટ ના રમતગમત ના અંત સુધી આનંદ માણશો…
ભાગ લેનાર ગામ રસલીયા, નેત્રા, ખૌભડી, ટોડીયા… PPL ટીમો
ખાસ નોધ… રમતગમત ના બે દિવસ બપોર ના ભોજન બધા સાથે લેશું તેમજ સૌ…સાથ સહકાર આપશો
સ્થળ – ભીમનાથ કિકેટ ગાઉન્ડ રસલીયા

પાટીદાર છોકરી મહેક પોકર મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર -19 ટીમમાં પસંદગી પામી

(થાણા)માં રહેતા કચ્છી કડવા
પાટીદાર સમાજના અને મૂળ મોટા રતડિયાના વિનોદ પોકારની પુત્રી
મહેક પોકાર જે હાલમાં થાણામાં મા વિદ્યાલયમાં એફ.વાય.જેસી કોમર્સમાં અભ્યાસ કરી રહી છે, જેની રાજકોટ ખાતે ૨૮મી સપ્ટેમ્બરથી યોજાનાર એક દિવસીય વૂમેન અન્ડર-૧૯ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે મુંબઇ ક્રિકેટ એસોસિએશનની ટીમમાં પસંદગી થઇ છે. પસંદગી સમિતિના ચેરમેન સંગીતા કરવાર તથા સભ્યો અર્પણા ચૌહાણ, સુષ્યા માધવી, શીતલ શકોરુ અને શ્રદ્ધા ચૌહાણ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મહેક બીજી વખત અન્ડર-૧૯ માટે પસંદગી પામી છે. આ અગાઉ ગુવાહાટી ખાતેની ટૂર્નામેન્ટમાં પણ પસંદગી મેળવી હતી. મહેક ઓપનિંગ બેટ્સ વૂમન તથા વિકેટ કીપરની ભૂમિકા નિભાવશે. કોચ પ્રતિશ ભોઇર, દર્શન ભોઇર, જયેશ કુલકર્ણી, અજિત કુલકર્ણી તથા દેવચંદભાઇ છાભૈયા, સુરેશભાઇ છાભૈયાએ તેને બિરદાવી હતી.