જય લક્ષ્મીનારાયણ
વિરાણી મોટી ગામ ના કલકત્તા (પશ્વિમ બંગાળ) માં વસ્તા ભાઈઓ નું પારિવારિક વાર્ષિક સ્નેમિલન ના. ૦૭/૦૧/૨૦૨૪ ના શ્રીરામપુર પાટીદાર સમાજ ની સમાજવાડી માં રાખવા માં આવેલ હતું. કુળ ૧૩ પરિવાર અને તેની કુળ જન સંખ્યા ૧૦૫ આવેલ હતાં. સવાર ના ૯.૦૦ કલાકે સર્વે આવ્યાં હતાં. સર્વે એક બીજાં ને મળ્યાં અને ચા પાણી કરી. ત્યાર બાદ સર્વે એક એક કરીને પોતાના પરિવાર નું પરિચય કરાવ્યું. ત્યાર બાદ સર્વે એક સાથે બેસી ને આપણા ગામ વિરાણી મોટી ની નવા જૂના ની ચર્ચા કરવા માં આવેલ ત્યાર બાદ નાના થી મોટા ની રમત ગમત નો આયોજન કરવામાં આવેલ હતું અને પછે બપોરના ૧.૦૦ વાગે સૌએ સાથે મળીને ભોજન લેવા માં આવેલ. ભોજન બાદ સૌએ એક બીજાં સાથે બેસી ને ગપ સપ કર્યા અને ૩.૦૦ વાગે ચા પી ને બધાંય છૂટા પડ્યાં. બધાંય ખુબજ આનંદ માણ્યો.
.
A sports festival was grandly organized by Sanatan Yuva Mandal, Junnar Division at Vadgaon Anand (Alephata)
જય લક્ષ્મીનારાયણ
છત્રપતિ શિવાજી રીજીયન અંતર્ગત આવેલ શ્રી ક. ક.પા. સનાતન યુવા મંડળ, જુન્નર વિભાગ દ્વારા ગત તા -૦૭/૦૧/૨૦૨૪ ના રોજ વડગાવ આનંદ( આળેફાટા) ખાતે ખેલ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
જેમાં નાના બાળકોથી લઈને યુવાઓ, વડીલો – માતાઓ માટે વિધ વિધ રમતોનું આયોજન કરવામાં આવેલ, અને તેમાં સહુ એ ઉત્સાહ અને ઉત્સ્ફૂરતાથી સહભાગી થઈ ને ખેલ મહોત્સવ ને સફળ બનાવેલ.
ખેલ મહોત્સવ અંતર્ગત નાના બાળકો માટે રનિંગ, ફ્રોગ જંપ, લીંબુ ચમચા, થ્રો બોલ, અને વડીલો તથા માતાઓ માટે દેસી રમત સટોડિયા અને રનીંગ જેવી રમતો તથા યુવાઓ માટે રનીંગ, રિલે, વોલીબોલ, થ્રોબોલ, રસ્સી ખેંચ, ગોળા ફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
સર્વે જન સહુ સાથે મળીને ચાલો રમીએ….. મળીએ….. અને મોજ કરિયે….. ના બ્રિદ વાક્ય સાથે સંપૂર્ણ દિવસ ભર વિવિધ મૈદાન પર થયેલ રમતોમાં સહભાગી થઈ ને આપણા બાળપણ ના દિવસો ની યાદો ને તાજી કરી આનંદ માણેલ…..
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ઘાટકોપર લોકમેળો 2023નું આયોજન કરશે
*શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ ઘાટકોપર*
દ્વારા આયોજિત 💐
કલા, રમતની સાથે પ્રતિભા ની પણ ઓળખ કરાવતો
_*લોકમેળો ૨૦૨૩*_ ફરી એકવાર આવી રહ્યો છે, નાના બાળકો, યુવાનો, અને વડીલો માટે….. તો તૈયાર થઈ જાવ, પોતાની ક્ષમતા ને ઉજાગર કરવા,
તો ચાલો આપણે સૌ સાથે મળી ને આ રમતોત્સવ માં ભાગ લઈયે….
🗓️ તારીખ:- ૧૮ જૂન ૨૦૨૩, રવિવાર
⏱️ સમય:- સવારે ૮.૦૦
📍સ્થળ:- પાટીદાર વાડી, ઘાટકોપર (પ)
🏵️ *કાર્યક્રમ ની રૂપરેખા*
૧) હસ્તાક્ષર પ્રતિયોગિતા✍️ (open category)
૨) ચિત્રકારી 🎨 (7-10, 11-15, 16 & above)
૩) રંગોળી ❇️ (below 20 & Above 20)
૪) શ્લોક ઉચ્ચાર 🕉️(7-10, 11-15, 16 & above)
*નિર્ણાયક દ્વારા પ્રતિયોગી માટે advice session*
૫) લીંબુ ચમચી 🍋 (below 10 years)
૬) કોથળા રેસ 🏃🏻 (below 10 years)
૭) બટેટા રેસ 🥔🏃🏻♂️(below 10 years)
૮) લગોરી 🤼♀️ (open category)
૯) લંગડી 🤾🏻 (below 10 years)
૧૦) રસ્સી ખેંચ 🤼♀️ (open category)
૧૧) ચેસ ♟️ (open category)
૧૨) કેરમ 🥏 (open category)
૧૩) ત્રી પગી રેસ 🩰 (open category)
નોંધ:
૧) પ્રતિયોગી પાસે ક.ક.પા. સનાતન સમાજ ઘાટકોપર નું Family ID હોવું જરૂરી છે.
૨) રજીસ્ટ્રેશન *૧૧ મી જૂન સાંજે ૪.૦૦ વાગ્યા* સુધી જ લેવામાં આવશે.
૩) કોઈપણ પ્રતિયોગિતામાં ફેરફાર કરવાનો, તેમજ પ્રતિયોગિતા રદ કરવાનો હક્ક સમિતિ પાસે રહેશે.
૪) પ્રતિયોગી એકથી વધુ પ્રતિયોગિતા માં ભાગ લઈ શકશે.
આપેલ ગૂગલ ફોર્મ ની લિંક પર પોતાના નામ નોંધાવી શકો છો.
📞સંપર્ક સૂત્રો:
👉અશ્વિન ધનજી દડગા – ૯૮૬૯૬૯૭૧૮૫
👉ભાવિન અમૃતલાલ માવાણી – ૯૯૩૦૪૪૯૧૫૩
👉વિપુલ નવીન રામજીયાની – ૯૯૨૦૩૫૧૬૭૧
👉રોહન બાબુલાલ ધોળુ – ૯૮૨૦૬૯૬૮૭૮
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંત સંમેલન સુવર્ણ જયંતિ યુવા કરણીવાલનું આયોજન કરશે
જય શ્રી લક્ષ્મીનારાયણ
જય ઉમિયા માં
જય શ્રી લક્ષ્મીનારાયણ સાથે જાણવવાનું કે આગામી સમય માં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સનાતની અધિવેશન ( સનાતની શતાબ્દી મહોત્સવ) આગામી તા. 11 thi 14 મે 2023 નખત્રાણા ખાતે યોજાવા જઈ રહ્યો છે તે દરમિયાન યુવાસંગ દ્વારા GOLDEN JUBILEE YOUTH CARNIVAL નું આયોજન કરેલ છે જેની અંદર વિવિધ ગેમો નું આયોજન રાખેલ છે જેમાં
1 . Drawing ( ચિત્ર કામ)
2.Elocution (વકૃત્વ)
3.Essy (નિબંધ)
4.skit (નાટ્ય કૃતિ)
5.group dance (સમૂહ નૃત્ય)
6.prince & princess of KKPS
7.Best voice of KKPS (સંગીત)
એમાં ટોટલ 7 સ્પર્ધાઓ નું આયોજન છે
આ સ્પર્ધા માં જે કોઈ યુવા યુવતી ઓ એ ભાગ લેવો હોય તો પોતાના નું નામ
ઉંમર
સ્પર્ધા (ઉંમર મુજબ)
મોબાઈલ નંબર
નીચે આપેલ નંબર પર આપ આપના નામ નોંધણી કરાવશો…
વધુ માહિતી અને નામ નોંધ માટે ……
યુવા ઉત્કર્ષ કન્વીનર
રસીલાબેન ગોરાણી, વિરાણી મોટી
99098 57506
. ડિવિઝન પ્રમુખ
નવીનભાઈ પોકાર, જીયાપર
9537031657
🙏🙏🏻🙏
નખત્રાણા પાટીદાર યુવક મંડળ યુવા ઓલિમ્પિયાડનું આયોજન કરશે
જય શ્રી ઉમિયા માં….🚩🚩🚩
*શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળ આયોજીત સ્વ. રતનબેન શામજીભાઈ હરજીભાઈ ધનાણી યુવા ઓલમ્પિયાડ વર્ષ 2023 આગામી તારીખ 22 /01/ 2023 રવિવારે સવારે (7:45 ) થી આપણો યુવા ઓલમ્પિયાડ ની શુભ શરૂઆત કરવામાં આવશે ,તો નખત્રાણા ની સ્થાનિક પાટીદાર સમાજો, તેમજ યુવક મંડળો અને મહિલા મંડળ તથા આ આયોજનમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ને સમયસર હાજરી આપવા માટે શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળ હાર્દિક આમંત્રણ પાઠવે છે.*
નોંઘ:
સ્થાનિક પાટીદાર સમાજના દરેક સભ્યો બપોરનું ભોજન સાથે લઈશુ
મકરસંક્રાંતિ નિમિત્તે બેલગામમાં પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (બેલગામ) દ્વારા મકરસંક્રાંતિ પર 14/1/2023 અને 15/1/2023 ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5 ટીમો બેલગામ સમાજની હતી અને 5 ટીમ અન્ય સમાજની હતી, કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. . જેમાં મોટી સંખ્યામાં યુવા ભાઈ-બહેનો અને વડીલોએ ભાગ લીધો હતો. જેમાં બેલગામની ‘પાટીદાર બોયઝ’ વિજેતા અને ‘રોયલ સ્ટ્રાઈકર બેલોંગલ’ ટીમ રનર્સ અપ બની હતી.
દેવપર યક્ષ પાટીદાર ગ્રૂપ દ્વારા પાટીદાર કપ (સિઝન 2) સુપર 8 ક્રિકેટ કપ 2023 નું આયોજન કરવામાં આવશે
- આ ટુર્નામેંટમાં ભાગ લેનાર દરેક ખેલાડી પાટીદાર હોવો જોઈએ અને ગ્રામ પંચાયત અથવા ગામનો જ રહેવાશી હોવો
જોઈએ. - આ ટુર્નામેંટની દરેક મેચ 7 (સાત) ઓવરની રહેશે, અને ફક્ત એક જ બોલર 2 ઓવર કરી શકશે.
- આ ટુર્નામેંટની એંટ્રી ફી રૂ. 1800 રહેશે.
4.
દરેક ટીમે 10 ખેલાડીઓના નામ અને મો.નંબર આપવાના રહેશે. - એક વાર નામ આપ્યા પછી ટુર્નામેંટ દરમિયાન 10 ખેલાડી સિવાય કોઈ ખેલાડી બદલી શકાશે નહી.
- કોઈપણ અસંતોષની લાગણી હોય તો આયોજકને જાણ કરવી, કોઈપણ ગેર-વર્તુણક ચલાવી લેવાશે નહીં.
- આ ટુર્નામેંટ આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે રમાશે.
- આ ટુર્નામેંટમાં અમ્પાયરનો નિર્ણય આખરી રહેશે.
- નામ નોંધવતી વખતે 1000 રૂ. એંટ્રી ફરજીયાત આપવાની રહેશે. અને ટોસના સમયે બાકીની એંટ્રી જમા કરાવવાની રહેશે.
- આ ટુર્નામેંટમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીમાં જે કોઈ ટીમે ફક્ત નામ જ લખાવ્યું હશે અને એંટ્રી નહીં
આવી હોય તો કોઈપણ જાતની જાણ કર્યા વગર ટીમને બાકાત કરવામાં આવશે. - દરેક ટીમે મેચ શરૂ થવાના 30 મિનિટ પહેલા
પહોંચવાનું રહેશે અને તેની જાણ આયોજકોને કરવાની રહેશે. - ટીમની એંટ્રી તમે ગૂગલ પે દ્વારા પણ કરી શકો છો………. Pay No. 70432 48368
રો મે પ - આ ટુર્નામેંટમાં બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધી મેચ અને ફાઈનલ મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સીરીઝ
આપવામાં આવશે. - વિનર ટીમ અને રનર્સ ટીમને ટ્રોફીની સાથે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.
- આ ટુર્નામેંટમાં જે કોઇને પણ બેનર દ્વારા જાહેરાત કરવી હોય તો તે ફક્ત રૂ. 500 માં કરાવી શકે છે. (નોંધ: બેનર જાતે
લાવવાનું રહેશે.) - આ ટુર્નામેંટ સહયોગ ગ્રાઉન્ડ – દેવપર (યક્ષ) ખાતે રાખેલ છે.
સુધીની રી - આ ટુર્નામેંટમાં ટીમો મર્યાદિત લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે લેવામાં આવશે.
- આ ટુર્નામેંટ દર રવિવારના રમાડવામાં આવશે.
- આ ટુર્નામેંટ શરૂ થવાની અંદાજિત તારીખ 22/01/2023 છે.
વિથોન 30 અને 31 ઓક્ટોબરે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરશે
શ્રી અખિલ ભારતીય કરછ કડવા પાટીદાર કરછ રિજીયન દ્ગરા આયોજિત સ્વર્ણિમ મહોત્સવ અંતર્ગત કબડ્ડી ટુર્નામેન્ટ
પ્રગતિ ચેમ્પિયન ટ્રોફી
પધારો વિથોણ ચાલો વિથોણ
આ વખતે આપણી દરેક સમાજો માણશે દિવાળી વેકેશન માં કબડ્ડી ટુર્નામેન્ટ, સંતસુરા ની પવિત્ર ભૂમિ ખેતાબાપા ના પરમ સાનિધ્યમાં (વિથોણ) ખાતે કબડ્ડી ટુર્નામેન્ટ
હુનર અને ટેલેન્ટ નું થશે અદ્ભૂત સંગમ
તો થહી જાવ તૈયાર આપણે પણ આ પલ ના સાક્ષી બનવા માટે જઈશુ (વિથોણ)
આગામી તા.૩૦/૧૦ થી ૩૧/૧૦ દરમિયાન સાંજે (૬:૦૦) કલાક થી
તો આવો સાથે મળીને આપણા ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરીએ….
રમશે પાટીદાર… જીતશે પાટીદાર
પરેશ રૂડાણી ઓસ્ટ્રેલિયા Legend ના કોચ તરીકે નિયુક્ત
ગામ દેવપર(યક્ષ) અને ઓડીસા ભુવનેશ્વર નિવાસી
શ્રી ચુનીલાલભાઈ નથુભાઈ રૂડાણી ના સુપુત્ર પરેશભાઈ રૂડાણી ની વરણી ટીમ ઑસ્ટ્રેલિયા Legend ના કોચ તરીકે થવા બદલ તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ આપણા ક્ષેત્રમાં ઉતરોતર પ્રગતિ કરો એવી પ્રભુ જગન્નાથ પાસે પ્રાર્થના🙏🙏
ખુબજ ગૌરવ ની વરણી બદલ,ખૂબ ખૂબ બધાઈ હો
પરેશ ભાઈ અને તેમના સમસ્ત પરિવાર જનો ને.