શ્રી હરેશ ભાઈ જીવરાજભાઈ સુરાણી ના પુત્ર સન્ની સુરાણી એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે “કેમ છો લંડન”
તે 02/09/2022 ના રોજ રિલીઝ થશે
તેઓ કચ્છના વિથોણના અમારા પાટીદાર છે. હાલમાં લંડનમાં છે
અમને બધાને તેના પર ગર્વ છે
નખત્રાણામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
નખત્રાણા કન્યા હાઈસ્કૂલ : -*
કરો યોગ .. રહો નિરોગ
યોગ દિવસે નખત્રાણા બન્યું યોગમય..
નખત્રાણા ખાતે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ ઉજવાયો
નખત્રાણા ..
નખત્રાણા ખાતે 21 જૂન ના આઠમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કુમારી td વેલાણી કન્યા હાઈસ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવી હતી નખત્રાણા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આઠમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કુમારી td વેલાણી કન્યા હાઇસ્કુલ ના પટાંગણમાં કરવામાં આવી જેમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી યોગિક ક્રિયા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે બાય સેક ના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નું પ્રવચન નું લાઇવ કવરેટ નિહાળવા માં આવેલ હતો અને ત્યારબાદ મામલતદાર ભરતભાઈ દરજી સ્વાગત પ્રવચનમાં તાલુકાના તમામ નાગરિકોને આવકારો આપ્યો હતો તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ દ્વારા યોગ દિવસ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું અને યોગના ફાયદા ઓ જણાવ્યા હતા યોગના માસ્ટર ટ્રેનર દ્વારા યોગા કરાવ્યા હતા આ કાર્યક્રમમાં નખત્રાણા પી.આઈ બી એમ ચૌધરી હરીસિંહ રાઠોડ લાલજી રામાણી દિનેશ દંડક સહિત ના તેમજ મહાનુભાવો મંચસ્થ થયા હતા કાર્યક્રમને સફળ બનાવવા કુવારી td વેલાણી કન્યા હાઇસ્કુલ વિદ્યાર્થીઓ તેમજ કેવી હાઈસ્કૂલના વિદ્યાર્થી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સંચાલન મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીના ના નાયબ મામલતદાર રાકેશભાઈ પટેલ, ભાવેશભાઈ ધનાણી, જખરા જઈભુવા, કિરણભાઈ જેપાર, પ્રકાશ વાડીયા, કર્યું હતું
ઘાટકોપર પાટીદાર વાડી ખાતે મહિલા દિવસનો કાર્યક્રમ
શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજિત
” વિશ્વ મહિલા દિન “
૮ માર્ચ ૨૦૨૨
દર વર્ષે આપણે સમાજની વિશિષ્ટ ઉપાધિ ધરાવતી બહેનોનું સન્માન કરીએ છીએ
પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં લેતા થોડા સમય પહેલાજ હાલની પરિસ્થિતિ અનુકૂળ થઈ છે.માટે અલ્પ સમયને અનુસરતા મહિલા મંડળ મુંબઈ
” મનોરંજન ” નો કાર્યક્રમ લઈને આવી રહયું છે.
જેમાં આપણે સહુ સાથે મળી માહિતી સાથે આનંદનો મહોત્સવ મનાવશું અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરશું
તો ચાલો સૌ મનોરંજનના સથવારે
તા:- 08/03/2022 Tuesday
સ્થળ:- ઘાટકોપર પાટીદાર વાડી
સમય:- ૨:૩૦-૫:૩૦
અલ્પહાર ની વ્યવસ્થા છે
પ્રમુખ:-
દક્ષા હરેશ મેઘાણી
મંત્રી:-
હેમીકા વીરેન્દ્ર પોકાર
ચેતન ધાનાણીની આગામી ફિલ્મમાં નાની ભૂમિકા ભજવવા કચ્છી અભિનેતા પ્રફુલ ચૌધરી
આપણાં કચ્છી અભિનેતા ચેતન ધનાણી(રેવા ફેમ) ની આગામી ફિલ્મ “સ્વાગતમ” માં અન્ય એક કચ્છી અભિનેતા પ્રફુલ ચૌધરી (ખીરાસરા – નેત્રા) ને સૌ અવશ્ય નિહાળજો. જેઓએ આ ફિલ્મમાં નાનકડો પણ ખૂબ મઝાનો અભિનય આપ્યો છે. જે આજે ShemarooMe ott પ્લેટફોર્મ પર ૨વાગ્યે રિલીઝ થશે