શ્રી થરાવડા પાટીદાર નવયુવક મંડળ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન તારીખ 7-01-2024 ના દિવસે કરવામાં આવેલ હતું… (વિઘાકોર્ટ ભારત-પાકિસ્તાન બોર્ડર) તેમજ હનુમાન મંદિર ભેદીયાબેટ શહીદ સ્મારક શાથે ધોરડો મુકામે ભેટ આપેલ જેમાં 30 યુવા સભ્યો એ મુલાકાત લીધેલ…..
આ પ્રવાસ દરમ્યાન યુવક મંડળના પ્રમુખ શ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું…....
છત્રપતિ શિવાજી રીજીયન અંતર્ગત આવેલ શ્રી ક. ક.પા. સનાતન યુવા મંડળ, જુન્નર વિભાગ દ્વારા ગત તા -૦૭/૦૧/૨૦૨૪ ના રોજ વડગાવ આનંદ( આળેફાટા) ખાતે ખેલ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં નાના બાળકોથી લઈને યુવાઓ, વડીલો – માતાઓ માટે વિધ વિધ રમતોનું આયોજન કરવામાં આવેલ, અને તેમાં સહુ એ ઉત્સાહ અને ઉત્સ્ફૂરતાથી સહભાગી થઈ ને ખેલ મહોત્સવ ને સફળ બનાવેલ. ખેલ મહોત્સવ અંતર્ગત નાના બાળકો માટે રનિંગ, ફ્રોગ જંપ, લીંબુ ચમચા, થ્રો બોલ, અને વડીલો તથા માતાઓ માટે દેસી રમત સટોડિયા અને રનીંગ જેવી રમતો તથા યુવાઓ માટે રનીંગ, રિલે, વોલીબોલ, થ્રોબોલ, રસ્સી ખેંચ, ગોળા ફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ. સર્વે જન સહુ સાથે મળીને ચાલો રમીએ….. મળીએ….. અને મોજ કરિયે….. ના બ્રિદ વાક્ય સાથે સંપૂર્ણ દિવસ ભર વિવિધ મૈદાન પર થયેલ રમતોમાં સહભાગી થઈ ને આપણા બાળપણ ના દિવસો ની યાદો ને તાજી કરી આનંદ માણેલ…..
શ્રી પાટીદાર સમાજ, ધાટરોડ,નાગપુર માં આયોજિત નવરાત્રિ મહોત્સવ માં હમેશા ની માફક આજે પણ બીજા નવરાત્રિ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય ના ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી દેવેન્દ્ર ફડળવીસજી ઉપસ્થિત રહીને માં અંબે નો આશીર્વાદ મેળવીને ગરબા નો આનંદ લીધો હતો. શ્રી દેવેન્દ્રજી નું શ્રી પાટીદાર સમાજ ધાટરોડ ના પ્રમુખશ્રી ભવાનજી ભાઇ ઠાકરાણી દ્વારા પુષ્પગુચ્છ આપ્યા બાદ માતાજી નો દુપટ્ટો પહેરાવી ને સ્વાગત કરેલ . તેમને શ્રી પાટીદાર સમાજ દ્વારા નાગપુર થી અહમદાબાદ તક ની પ્રેરણા એક્સપ્રેસ ને કચ્છ ભૂજ તક લઇ જવા માટે નું જ્ઞાપન આપેલ, જેમાં તેમના દ્વારા યથાયોગ્ય પ્રયત્ન કરવાની અને ટુંક સમય માં જ આગળ તક લઇ જવા માટે ની રેલ મંત્રાલય ને સુચન આપવાની બાંયધરી આપેલ. મહામંત્રી, કાન્તીભાઈ છાભૈયા શ્રી પાટીદાર સમાજ ધાટરોડ નાગપુર
તા ૨૦.૦૮.૨૦૨૩ ને રવિવાર ના રોજ બપોરે ૦૩ કલાકે અમદાવાદ ઝોન ની એ જી એમ પ્રમુખ શ્રી આર એન પટેલ ની અધ્યક્ષ તા માં ડો શ્યામા પ્રસાદ મુખરજી ઓડિટોરિયમ વસત્રરાલ ખાતે યોજાઈ ગયેલ .તેમા નરોડા સમાજ ના યુવાન કેન્દ્રીય યુવાસંધ ના પ્રમુખ તરીકે પંકજ ભાઈ પારસિયા તથા ચીફ સેકરેટરી તરીકે નરોડા સમાજ ના જ ડો . વિપુલ ભાઈ છાભૈયા ની વરણી થવા બદલ સન્માન કરવામા આવેલ હતુ સાથે સાથે નરોડા સમાજે પણ સન્માન કરેલ હતુ . સાજ ના ભોજન બાદ રાત્રે ૦૯ કલાકે સામાજીક કોમેડી નાટક વિદેશી વહુ તને શું કહુ નાટક ઝોન ના સમસ્ત સમાજજનો એ રસ પુરવરક નિહાળ્યો હતો ! સમગ્ર સભા નુ સંચાલન ઝોન મહામંત્રી તુલસી ભાઈ ધોળું એ કર્યું હતુ .
પ્રવાસ તારીખ-૧૮|૦૭|૨૦૨૩ ના મંગળવારે રાત્રે ૧૨-૦૦ કલાકે કામરેજ થી રવાના થયેલ જેમાં મહિલા મંડળની ૩૯ બહેનો અને ૪ દીકરીઓએ ભાગ લીધેલ હતો.
સવારે ૫-૦૦ વાગે પ્રકાશા પહોંચી જઈ ત્યાં ફ્રેશ થઈ ત્રિવેણી સંગમ માં હાથ પગ ધોઈ કેદારેશ્વર મહાદેવની આરતી લીધી.ત્યારબાદ ચા નાસ્તો કરી સૌ નિઝર જવા રવાના થયા.હનુમાન દાદા ના દર્શન કરી સોનગઢ પહોંચીને ઘરેથી લઈ ગયેલ ટીમણ જમવાનો આનંદ માણ્યો.સૌએ એકબીજા સાથે પોત પોતાની બનાવેલી વાનગી સાથે પ્રેમ પણ પીરસ્યો.ત્યારબાદ સોનગઢ વોટરફોલ માં ન્હાવાનો આનંદ માણ્યો. ત્યારબાદ બાલપુર સાંઈબાબા ના દર્શન માટે નીકળ્યા દર્શન કર્યા પછી વ્યારા ગાયત્રી મંદિરે સાંજની આરતી લીધી અને પાછા કામરેજ રિટર્ન થવા રવાના થયા.રાત્રે ૧૦-૦૦ વાગ્યે કામરેજ આવી સમૂહ ભોજન લઈને સૌ છુટા પડ્યા. ખરેખર આ એક દિવસના પ્રવાસમાં બધા જ પોતાની ચિંતા અને જવાબદારીથી દૂર જઈ બાળપણ ફરી માણી આવ્યા અને ખૂબ આનંદ માણ્યો.
આ પ્રવાસના આયોજનમાં યુવા મંડળ પ્રવાસ કન્વીનર નરેન્દ્ર ભાઈ જાદવાણી, યોગેશભાઈ ભીમાણી,નિશાબેન દિવાણી તથા ચંદ્રિકાબેન જાદવાણી નો સહયોગ સાંપડ્યો હતો.
શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજ (મધ્ય વિભાગ,) નખત્રાણા મહિલા મંડળ
ધ કેરેલા સ્ટોરી , લવ જેહાદ અને ધર્માંતરણ ની સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ ને એક નાના પ્રયાસથી સમાજની દીકરીઓ તથા મહિલાઓને બતાવવાનો પ્રયાસ મહિલા મંડળ તથા ઉત્સવ મંડળ દ્વારા કરવામાં આવેલ, જેમાં બે શો ફુલ 300 જેટલી સંખ્યામાં દીકરીઓ તથા મહિલાઓ એ તા. 24/5 તથા તા.25/5 ના નિહાળેલ. જેમાં પ્રથમ સોના સૌજન્ય દાતા શ્રી… K. B. Group
જય શ્રી લક્ષ્મીનારાયણ સાથે જાણવવાનું કે આગામી સમય માં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સનાતની અધિવેશન ( સનાતની શતાબ્દી મહોત્સવ) આગામી તા. 11 thi 14 મે 2023 નખત્રાણા ખાતે યોજાવા જઈ રહ્યો છે તે દરમિયાન યુવાસંગ દ્વારા GOLDEN JUBILEE YOUTH CARNIVAL નું આયોજન કરેલ છે જેની અંદર વિવિધ ગેમો નું આયોજન રાખેલ છે જેમાં
5.group dance (સમૂહ નૃત્ય) 6.prince & princess of KKPS 7.Best voice of KKPS (સંગીત) એમાં ટોટલ 7 સ્પર્ધાઓ નું આયોજન છે આ સ્પર્ધા માં જે કોઈ યુવા યુવતી ઓ એ ભાગ લેવો હોય તો પોતાના નું નામ ઉંમર સ્પર્ધા (ઉંમર મુજબ) મોબાઈલ નંબર
બાળસંસ્કાર, મહિલા કમિટી તરફથી જે બાળકો બાળસંસ્કાર કેન્દ્ર મા આવે છે તે સર્વે બાળકોના માતા – પિતા નું માતૃ – પિતૃ વંદન નો કાર્યક્રમ તા.૧૨/૨/૨૩ રવિવાર ના બપોર પછી ૪ઃ૩૦ વાગે સમાજવાડી મા રાખવા મા આવેલ તેમની ઝલક..
*આજરોજ ૨૫ ડિસેમ્બર નાં દિવસે શ્રી લક્ષ્મીનારાયણ બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું.* *લક્ષ્મીનારાયણ ની આરતી અને રાષ્ટ્રીય ગીત બોલવા માં* *આવ્યું.આજે તુલસી પુજા હોવાથી બાળકો અને .સંચાલકો દ્વારા તુલસી માં નાં છોડનું વાવેતર કરવામાં આવ્યું.પછી આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.*
સમાજ ની સૌ બહેનોએ મેળામાં હાજરી આપી બાળકો નો ઉત્સાહ વધાર્યો
જય લક્ષ્મી નારાયણ ઉલ્હાસનગર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઉલ્હાસનગર નવા વર્ષ નું સ્નેહ મિલન… સરસ્વતી સન્માન… અને સાંસ્કૃતિક કાર્યક્રમો.. તા – 20 / 11 / 2022 ને રવિવારે બપોરે 3; 00 વાગ્યે પાટીદાર ભવન સહાડ મા આયોજન કરવામાં આવ્યો હતો.. સરસ્વતી સન્માન ; શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યા હતા.. સાંસ્કૃતિક કાર્યક્રમો : નાના મોટા સર્વે ભાઈ. બહેનો.. નાના બાળકો એ આપણી હિન્દુ સાંસ્કૃતિક ની અનુસાર એવા 15 કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા…. ત્યાર બાદ વડીલો ના આશીર્વચન… કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ સાંજે મહાપ્રસાદ (સ્વરૂચી) ભોજન લઇ છુટ્ટા પડેલ… .. જય લક્ષ્મી નારાયણ ઉલ્હાસનગર દ્વારા