ઉખેડા યુવા મંડળના નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે

🚩 જય લક્ષ્મીનારાયણ 🚩

શ્રી ઉખેડા યુવક મંડળ

કારોબારી મંડળ (2022 – 26)
🤝🤝🤝🤝🤝🤝🤝🤝

🔸 પ્રમુખ– અમિતભાઈ ભવાનજીભાઈ સુરાણી – અમદાવાદ
🔸 IPP– દિનેશભાઈ પ્રેમજીભાઈ પોકાર – ચેન્નાઇ
🔸 ઉપપ્રમુખ – ભાઈલાલભાઈ ગોપાલભાઈ સાંખલા – પનવેલ
🔸 ઉપપ્રમુખ– વસંત ડાયાલાલ સાંખલા – રાજગુરુ નગર
🔸 મહામંત્રી– વિનોદ નારણભાઈ પોકાર – ઘોડેગાવ
🔸 સહમંત્રી– વસંત અમૃતભાઈ સાંખલા
🔸 સહમંત્રી– હસમુખ મુળજીભાઈ સાંખલા – મુંબઈ
🔸 ઝોન મંત્રી કિરીટ કિશોરભાઈ પોકાર – ગાંધીધામ
🔸 ઝોન મંત્રી મયુર તેજાલાલ સાંખલા – નખત્રાણા
🔸 ઝોન મંત્રી હિતેશ ગોપાલભાઈ સાંખલા – પુના
🔸 ખજાનજી– દિનેશ મુળજીભાઈ ભાદાણી – અમદાવાદ
🔸 સહ ખજાનજી– શાંતિલાલ કરમશીભાઈ સાંખલા – રાજગુરુનગર

🔸 કારોબારી સભ્યો- 🔸
૧) ધીરજ કરમશી સુરાણી – અમદાવાદ
૨) જયેશ કાંતિલાલ ભાદાણી – અમદાવાદ
૩) રાજેશ વિશ્રામ ભાઈ ભાદાણી – અમદાવાદ
૪) પાર્થ મનસુખભાઇ સાંખલા – અમદાવાદ
૫) પ્રતીક વિઠલભાઈ નાકરાણી – ઓઢવ
૬) અમિત કાંતિલાલ સાંખલા – અમદાવાદ
૭) પ્રશાંત શંકરલાલ સાંખલા – નવસારી
૮) ઘનશ્યામ વિરજીભાઈ સાંખલા – કઠલાલ
૯) ચંદ્રકાંત કરશનભાઈ પોકાર – આણંદ
૧૦) મનોજ ડાયાલાલ સાંખલા – રાજગુરુ નગર
૧૧) દિનેશ અબજીભાઈ સાંખલા – સુરત
૧૨) કિશોર શોમજીભાઈ ભાદાણી – હુબલી
૧૩) યોગેશ નાનજીભાઈ સાંખલા – હુબલી
૧૪) પિયુષ ગોપાલભાઈ સાંખલા – કોરબા
૧૫) દક્ષેશ હીરાલાલ સાંખલા – બેંગલોર
૧૬) કિર્તીભાઇ ગોપાલભાઈ સાંખલા – પિમ્પળગાવ

🔸 સલાહકારશ્રીઓ- 🔸
૧) દિનેશભાઈ પ્રેમજીભાઈ પોકાર – ચેન્નાઇ
૨) દિનેશ હરિભાઈ ભાદાણી – અમદાવાદ
૩) શંકરલાલ અરજણભાઇ સાંખલા – નવસારી
૪) મનસુખલાલ રણમલ સાંખલા – મુંબઈ
૫) મોહનલાલ કરશનભાઈ સુરાણી – અમદાવાદ
૬) શિવજીભાઈ દેવજીભાઈ સાંખલા – પુના
૭) પુરુષોત્તમભાઈ અખઈભાઈ ભાદાણી – ધારવાડ
૮) દામજીભાઈ શિવગણભાઈ ભાદાણી – અમદાવાદ

હાર્દિક અભિનંદન 💐😊🙏

🙏🙏🙏💐💐💐

નાની અરલ સમાજમાં નવી કારોબારીની નિમણૂક

નાની અરલ સમાજ નવી કારોબારી….

પ્રમુખશ્રી કરશનભાઈ રામજીભાઈ છાભૈયા, પલુસ
મહામંત્રીશ્રી વિરચંદભાઈ માવજીભાઈ પોકાર
ઉપપ્રમુખશ્રી દેવજીભાઈ હરજી ખેતાણી, રાયપુર
ઉપપ્રમુખશ્રી હરસુખલાલ મૂળજી ખેતાણી, હૈદરાબાદ
મંત્રીશ્રી શંકરલાલ ગંગદાસ છાભૈયા, કરાડ
મંત્રીશ્રી તુલશીદાસ કરસન છાભૈયા, નખત્રાણા
ખજાનચીશ્રી રમણીકલાલ અબજી છાભૈયા, સુરત
સહ ખજાનચીશ્રી જ્યંતિલાલ કાન્તીલાલ છાભૈયા, વિરાણી
સહ ખજાનચીશ્રી નરસીહભાઈ અરજણ ખેતાણી, હૈદ્રાબાદ
ઓડટરશ્રી જ્યંતિલાલ કરશન વાસાણી

સમસ્ત અરલ પાટીદાર સમાજના જય ઉમિયા માં

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની વાર્ષિક સાધારણ સભા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે

*શ્રી અખિલ ભારતીય ક.ક.પા.સમાજ ની વાર્ષિક સામાન્ય સભા*

    આજ રોજ તા 12.08.22 ના શ્રી અ ભા ક‌‌‌ ક પાટીદાર સમાજ ની સામાન્ય સભા પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી ના પ્રમુખ સ્થાને પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે યોજાઈ.

    ડો. અશોકભાઈ ભાવાણી દ્વારા સ્થાન ગ્રહણ  અને મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટય બાદ લક્ષ્મીનારાયણ  ભગવાન અને ઉમિયા માતાજી ના જય નાદ બાદ મહામત્રી શ્રી પુરસોત્તમભાઈ ભગતે આવકાર પ્રવચન કર્યું.

એજન્ડા મુજબ આગળ વધતાં મંત્રીશ્રી ડૉ. અશોક ભાઈ ભાવાણી એ ગત મિનિટ્સ નું વાંચન કર્યું. મત્રી શ્રી વિનોદ ભાઈ ભગતે આવેલ પત્રો નું વાંચન કર્યું. સહ ખજાનચી શ્રી મણીભાઈ માવાણી એ ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો. મહા મત્રી શ્રી પરસોત્તમ ભગતે જણાવેલ કે સર્વે ને વાર્ષિક એહવાલ આપેલ છે જેનો અભ્યાસ કરસો.

   શ્રી સમાજ મુખ્ય ટ્રસ્ટીશ્રી ગોપાલભાઈ ભાવાણી એ પોતાની કાવ્યાત્મક આગવી શૈલીમાં ભૂમિદાન ની  પ્રત્યેક ઝોન ની માહિતી આપેલ. તેમજ  સ્વ.પ્રેમજી ભાઈ કેશરણી ને ભૂમિ સંપાદન માં તેમના અમૂલ્ય યોગદાન માટે યાદ કરેલ. ત્યારબાદ પ્રમુખ શ્રી એ દિવાળી બોણી ની અપીલ કરેલ અને જણાવેલ કે આ રકમ નિરાધાર સહાય અને શૈક્ષણિક સહાય માં વપરાય છે.  ન્યાય સમિતિ ના પ્રમુખ મનુભાઈ નાકારણી એ ન્યાય સમિતિ માં કોઈ કેશ ન હોવાની માહિતી આપેલ. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ ની માહિતી મહામત્રીશ્રી રમેશભાઈ પારસિયા એ આપેલ. દેવાશીષ હોસ્પિટલ

 નો રિપોર્ટ મહામંત્રી મોહન ધોળુ એ આપેલ અને પ્રમુખ  કીર્તિભાઈ એ ટ્રસ્ટ ના વહીવટીય કામ ની માહિતી આપેલ અને જણાવેલ કે ગરીબોની સેવા કરતી આ સંસ્થા છે.

   શ્રી સમાજ પ્રમુખશ્રી અબજીભાઈ અને યુવા સંઘ મહામંત્રી શ્રી ભરતભાઇ છાભૈયા  દ્વારા સયુંકત રજુઆત માં જણાવ્યું કે *કેન્દ્રીય સમાજ ના છટ્ઠા અધિવેશન પ્રસંગે 1920 ના પ્રથમ અધિવેશન નો શતાબ્દી મહોત્સવ, યુવાસંઘ નો સ્વર્ણિમ મહોત્સવ, અને મહિલા સંઘ ના રજત જયંતિ સાથે સંયુકત પણે થશે જે  2023 ના મેં માસ માં ત્રણ દિવસ રહેશે, આયોજન ખર્ચે માટે બજેટ આખા ભારત માંથી પસ્તી ભેગી કરી તેના વેચાણ થી ઉભું થશે, રદ્દી થી સમૃદ્ધિ નો કોન્સેપ્ત ભારત ભર માં પ્રચારીત થશે.*

   ઉપપ્રમુખ શ્રી જયંતીભાઈ રામાણી એ વિઝન ડેવલોપમેન્ટ અને ઋષિ મંદિર પ્રોજેક્ટ ની માહિતી આપેલ.

     બપોર પછી ના સેસન ની શરૂઆત માં મહિલા સંઘ મહામત્રી શ્રીમતી રમીલાબેન રવાણી દ્વારા મહિલા સંઘની ગતિવિધિઓ ની માહિતી આપતાં જણાવ્યું કે ગત ટર્મ ની કારોબારી  ટિમ ને ફરી આગામી ટર્મ માટે રિપીટ કરાઈ છે. વિરપસલી ની ભેટ  માં *સનાતન ધર્મ પત્રિકા નું લવાજમ આપવું* એવી બહેનો ની લાગણી વ્યક્ત કરી. ત્યારબાદ મત્રી શ્રી અશોકભાઈ એ *મા દીકરીઓના દિલ ની વાત* કાર્યક્રમ ની વિસ્તૃત માહિતી આપેલ. સનાતન ધર્મ પત્રિકા ના કન્વીનર ડો.વિઠ્ઠલભાઇ એ સનાતન ધર્મ પત્રિકા ની વિગતવાર માહિતી આપેલ અને *દરેક ઝોનને વર્ષ ના ઓછામાં ઓછા સો આજીવન સભ્ય અને દર મહિને એક પેજ વિજ્ઞાપન આપવાની અપીલ કારેલ*

   પ્રમુખ શ્રી અબજીભાઈ એ સંયુક્ત કાર્યક્રમો અધિવેશન, યુવા સ્વર્ણિમ અને મહિલા રજત કાર્યક્રમ ના ચેરમેન તરીકે ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ ભાવણી ની નિયુક્તિ જાહેર કરી.

   વિવિધ સમિતિ ના કન્વીનરો, શૌર્ય સંસ્કરણ વતી મહેન્દ્ર ભાઈ સેઘાણી, સનાતન જાગરણ વતી રમેશભાઈ વાઘડિયા, અદ્યતન સંકુલ અને આર્થિક ઉપાર્જન સહ કન્વીનર નીતિનભાઈ તથા આર્થિક સમિતિ અરુણભાઈ, જૂની ઉઘરાણી બાબતે ટ્રસ્ટીરામજીબાપા એ રજુઆત કરેલ.

   ઓપન મન્ચ માં સમાજ ના બૌદ્ધિક વર્ગ દ્વારા વિવિધ રજુઆતો થઈ, જેમકે

સમાજ ના રીતરિવાજો અને ઠરાવો નું પાલન કરીએ. નખત્રાણા કોલેજ નો  પ્રશ્ન જલ્દી થી સોલ્વ કરવો. સનાતન ના લેભાગુ ફિરકા, બાબા સાઈ માં ન જતાં આપણા મૂળ સનાતન માં વળિયે. નર્મદા ના નીર મધ્ય કચ્છ સુધી આવે તેવા પ્રયત્ન માં શ્રી સમાજ સાથ આપે,

સ્વેત પત્ર નું ચુસ્ત પાલન થાય તે જરૂરી છે વગેરે.

   વિઝન ડેવલોપમેન્ટ છઠા અધિવેશન પછી સ્પષ્ટ સમજાશે. કોટડા કોમી પ્રકરણ માં કાયદાકીય લડત માટે કોટડા ગામ ના દરેક શહેર ના વતનીઓ એ બજેટ આપ્યું. આવા પ્રકારની ઘટનાઓ નો સામનો કરવા ક્રાંતિદળ જેવી સમિતિની જરૂરિયાત છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થી ડરવાની જરૂર નથી એકજુથ થઈએ. છૂટાછેડા માં રકમ ની લેવડ દેવડ તોજ કરવી જો દિકરી બીજું ઘર ના કરે અન્યથા ના થવી જોઈએ. પોતાની કચ્છ ની મિલકત સર્વે માં તપાસ કરી લેજો. બહેનો ને આત્મ નિર્ભર કરીએ, સામાજિક પ્રસંગ પોતાની હેસિયત પ્રમાણે કરવા દેખા દેખી ન કરવી. સ્પન્દન સનાતન કલાકારો નો નૃત્ય નાટક અને કલાકારી નો સમાજ માં ઉપયોગ કરીએ. પ્રખર સનાતની હિમ્મતભાઈ એ જણાવેલ કે હવે મવાળો ની સમાજ માં જરૂર નથી વગેરે સૂચનો આવ્યાં.

   અંત માં પ્રમુખ શ્રી અબજીભાઈ એ પ્રમુખ સ્થાને થી સ્વર્ણિમ અધિવેશન પોગ્રામ ની ઉજવણી ગ્રીન ઇન્ડિયા વૃક્ષા રોપણ ની નોંધ લીધી. ઋષિ મંદિર અને આધ્યાત્મિક પરિસર ની માહિતી આપેલ અને દરેક  સમિતિ ના કાર્યો ને બિરદાવેલ. મહામત્રી શ્રી પરસોત્તમભાઈ એ જણાવેલ આગામી કારોબારી મીટિંગ 6 અને 7 જાન્યુઆરી 2023 ના બેંગ્લોર ખાતે રહશે.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર
પૂર્વ કચ્છ રિજીયન યુવાસંઘ આપનુ યુવાસંઘ… આપના દ્વારા સ્વર્ણિમ સંપર્ક યાત્રા સાથે કારોબારી મીટીંગ અને વુક્ષા રોપણ કાર્યક્રમ*

💐જય લક્ષ્મીનારાયણ💐

તા 23/07/2022ના રોજ પૂર્વ કચ્છ રિજીયન કમૅભૂમિ ડિવિઝન નું સુંદર ગામ થરાવડા યુવક મંડળ માં સ્વર્ણિમ સંપર્ક યાત્રા અને કારોબારી મીટીંગ સાથે વુક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

થરાવડા યુવક મંડળ દ્વારા રિજીયની ટીમ ને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ
બપોર ના 03:00 કલાકે કારોબારી મીટીંગ ની સુભ સરૂઆત લક્ષ્મીનારાયણ દેવ ની જય સાથે કરવામાં આવેલ રિજીયન જોઇન્ટ સેક્રેટરી વિનોદભાઈ લીંબાણી દ્વારા ગત મીટીંગ મિનીટનું બુકનુ વાંચન કરેલ એને બાહાલી આપેલ રિજીયન ચેરમેન સુરેશભાઈ ભગત દ્વારા થીમ કન્વિનર સાથે સમિક્ષા બેઠક લેવામાં આવેલ સાથે મિસન ચેરમેન અશોકભાઈ ઠાકરાણી જણાવ્યું કે યુવાસંઘ ના 50 વર્ષ પૂર્ણ થતાં સ્વર્ણિમ ટીમ માં આપણી પસંદગી થઈ છે તો આવો રૂડો અવસર મળ્યો છે તો કામે લાગીજવા જણાવેલ…
🔶 કુષિ અને પર્યાવરણ ના સેન્ટ્રલ PDO જયેશભાઈ ભગત અને રિજીયન કન્વિનર સુરેશભાઈ ભીમાણી સાથે પૂર્વ કચ્છ રિજીયન ટીમ સાથે વુક્ષા રોપણ કરવામાં આવેલ.

🔶 કમૅભૂમી ડિવિઝન પ્રમુખ કિરણભાઈ પોકાર યુવાસંઘની રચના અને ત્રિસ્તરીય માણખા વીસે માહિતી આપી YSKની સંપૂર્ણ માહિતી રમેશભાઈ રામાણી દ્વારા આપવામાં આવેલ શાંતિભાઈ ભગત સ્પોર્ટ્સ સાથે એજ્યુકેશન થીમ વિશે માહિતગાર કરેલ શુનિલભાઈ દ્વારા વેબ્કોમ કામગીરી અપડેટ કરવા મંડળ ઉપર વિષય ભાર મૂક્યો હતો સાથે વેબ્કોમ થીમ ની માહિતી પૂરી પાડેલ..
યુવક મંડળ દ્વારા YSK નું 100% કામ જલ્દી પૂર્ણ થાય તેવા પ્રયાસો મંડળ દ્વારા કરવામાં આવસે તેવુ સ્થાનિક યુવા મંડળ ના પ્રમુખે જણાવ્યું હતું આ કાયૅક્રમા ઉપસ્થિત સ્થાનિક સમાજના પ્રમુખ બાબુભાઈ છાભૈયા મંત્રી હરેશભાઈ ભગત યુવક મંડળ ના પ્રમુખ વાસુદેવ ભગત મંત્રી ધન્શામભાઇ પોકાર રિજીયન ચેરમેન સુરેશભાઈ ભગત મિસન ચેરમેન અશોકભાઈ ઠાકરાણી સેકેન્ડરી રમેશભાઈ રામાણી સલાહકાર કિશોરભાઈ માવાણી બાબુભાઈ કેશરાણી ડિવિઝન પ્રમુખશ્રી ઓ કિરણભાઈ પોકાર મનોજભાઈ દડગા તેમજ કારોબારી સભ્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા..

સમાજ ના પ્રમુખશ્રી બાબુભાઈ છાભૈયા દ્વારા યુવાસંઘ ની 13 થીમ અને તેમની કામગીરી ને બિરદાવા સાથે ટીમ નો હોસલો પૂરો પાડેલ હતો સાથે સમાજ ની ઉતરોતર પ્રગતિ માટે વડિલની આંખ અને યુવાની પાંખ થી ઉડાન ભરી સકાય તેવા માર્ગદર્શન સાથે આશિર્વાદ આપેલ..

આ સ્વર્ણિમ સંપર્ક યાત્રા નું સંચાલન રિજીયન સેક્રેટરી રમેશભાઈ રામાણી દ્વારા કરવામાં આવેલ

ઉપરોક્ત સ્વર્ણિમ સંપર્ક યાત્રા માં સ્થાનિક સમાજ યુવક મંડળ મહિલા મંડળ/યુવાસંઘ ના હોદેદારો તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ…

ભુજમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા જમીન વિકાસ સભા

🙏🏻જય લક્ષ્મીનારાયણ..🙏🏻
👉🏻જય લક્ષ્મીનારાયણ સાથે જણાવવાનું કે તા:- 11/07/2021 ના રવિવારે , બપોરના :-4:00કલાકે શ્રી સમાજ દ્વારા સંપાદન કરવામાં આવેલ ભુજ ખાતેની નૂતન જમીન ના વિકાસ અર્થે , તેની સંપૂર્ણ માહિતી આપવા.તેમજ શ્રી સમાજ નાં વિકાસ ની ચર્ચા વિચારણા કરવા માટે અગત્યની મિટિંગ નું આયોજન કરવામાં આવેલ છે.
* આ મિટિંગમાં પધારી ચર્ચા માં ભાગ લઈ સમાજ વિકાસ માં આપનું યોગદાન આપવા નમ્રવિનંતી.
ઉપરોક્ત મિટિંગ માં શ્રી નખત્રાણા/ લખપત ઝોન ના હોદ્દેદારો, કારોબારી સભ્યો, આ વિસ્તારમાં આવતા શ્રી સમાજ ના હોદેદારો, કારોબારી સભ્યો / યુવાસંઘ કરછ રિજીયન ના નારાયણ/ લખપત ડિવિઝન ના હોદ્દેદારો, કારોબારી સભ્યો, /મહિલાસંઘના હોદ્દેદારો, કારોબારી સભ્યો હાજર રહેવા વિનંતી.
▪️નોંધ:-

  • નખત્રાણા/ લખપત ઝોન માં આવતા દરેક ધટક સમાજ/યુવક મંડળ/ મહિલા મંડળ ના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રી ને આ અગત્યની મિટિંગમાં અચુક હાજર રહેવા વિનંતી.

▪️સ્થળ:-
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
* શ્રી પાટીદાર વિદ્યાર્થી ભવન
નખત્રાણા,કરછ
(મિટિંગ બાદ ભોજન સાથે લેશું)
ખાસ : -(કોવિડ-19) સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે મિટિંગ માં આવનાર દરેક સભ્યોશ્રી એ માસ્ક/સામાજિક અંતર રાખવાનું રહેશ.
એજ…

શ્રી નખત્રાણા/લખપત ઝોન
*શ્રી નારાયણ/લખપત ડિવિઝન
શ્રી મહિલાસંઘ
*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌱🌱🙏🏻🙏🏻🙏🏻

મહેનતના જોરે સફળતા:ગૂગલ પે, ફોન પેને ટક્કર આપતી ભાવનગરના શાશ્વતની ભારત પે

ફોર્ચ્યુન ઈન્ડિયા મેગેઝીનમાં યુવાનની પસંદગી
શાશ્વત નાકરાણી દિલ્હીમાં ભારત પે નામની ડિજિટલ પેમેન્ટ કંપની ચલાવી રહ્યો છે
શહેર અને સમગ્ર ગુજરાતની ગૌરવપ્રદ એક ઘટનામાં ફોર્ચ્યુન ઈન્ડિયા મેગેઝીનના 40 ઉદ્યોગ સાહસિકો કે જેઓ 40 વર્ષની નીચેના હોય અને પોતાના ક્ષેત્રમાં સફળ થયા હોય તેમાં શાશ્વત નાકરાણીને સ્થાન મળ્યું છે. શાશ્વતની ઉંમર માત્ર 22 વર્ષ છે અને હાલ દિલ્હીમાં હેડ ક્વાર્ટર બનાવીને ગૂગલ પે જેવી કંપનીને ટક્કર આપતી ભારત પે ડિજિટલ પેમેન્ટ કંપની ચલાવી રહ્યો છે.

હાલમાં ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા આ ઉદ્યોગ સાહસિકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.કંપનીનું હેડ ક્વાર્ટર દિલ્હીમાં છે અને પૂરા દેશના 130 કરતા પણ વધુ શહેરોમાં કામ કરે છે.અમેરિકા, સિંગાપોર સહિતની નામાંકિત કંપનીઓએ નાણાં રોક્યા છે. 3 પૈકી 2 ફાઉન્ડર ભાવનગર શહેરના છે તેમજ મોટાભાગની ટેક ટીમ પણ જ્ઞનમાંજરી એન્જિનિયરિંગ કોલેજ, ભાવનગરના વિદ્યાર્થીઓથી બનેલી છે.ડિજિટલ પેમેન્ટ, ડિપોઝિટ અને લોન એ મુખ્ય છે. પેટીએમ, ગૂગલ પે, ફોન પે જેવી ડિજિટલ પેમેન્ટ કંપનીઓની જેમ ભાવનગરના આ દિકરાની કંપની પણ સમગ્ર દેશમાં 3 વર્ષ દરમિયાન સ્પર્ધામાં ટકી રહી છે અને પોતાની મહેનતના જોરે સફળતા પ્રાપ્ત કરી છે