કહેવાતા કુરિયર સ્કેમ ત્યારે થાય છે જ્યારે સ્કેમર્સ પોલીસ અધિકારીઓ અથવા અન્ય અધિકારીઓ હોવાનો દાવો કરે છે કે તમારા નામના પાર્સલમાં પ્રતિબંધિત વસ્તુઓ છે.
આ રીતે તેઓ કૌભાંડ કરે છે.
યુનિફોર્મમાં પોલીસ અધિકારી તરીકે અને પૃષ્ઠભૂમિ તરીકે નકલી પોલીસ સ્ટેશન સાથે, સ્કેમર્સ તમારી સાથે વીડિયો કૉલ દ્વારા કનેક્ટ થાય છે. તેઓ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓના સાચા નામનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના અધિકારીઓ હોવાનો ઢોંગ કરે છે.
વીડિયો કૉલ પર, સ્કેમર્સ દાવો કરે છે કે તમારા નામનું એક પાર્સલ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યું છે. સ્કેમર્સ કુરિયર સાથે સંબંધિત બનાવટી દસ્તાવેજો દર્શાવે છે જેમાં પ્રતિબંધિત છે.
સ્કેમર્સ તમને ખાતરી આપે છે કે તમે નાર્કોટિક્સ અને મની લોન્ડરિંગ તપાસમાં સામેલ છો.
તપાસ દરમિયાન કથિત રીતે ભંડોળની સુરક્ષા માટે તમને મોટા ઓનલાઈન ટ્રાન્સફર કરવા વિનંતી કરવામાં આવે છે. તમને કોઈને જાણ ન કરવાની પણ સલાહ આપવામાં આવે છે.
સ્કેમર્સ તમારો વિશ્વાસ મેળવવા માટે તમને ‘AML ઇન્શ્યોરન્સ’ અથવા ‘મિનિસ્ટ્રી’ જેવા પેમેન્ટ નેરેટિવ્સ લખવાનું કહે છે. એકવાર પૈસા ટ્રાન્સફર થઈ જાય, સ્કેમર્સ અદૃશ્ય થઈ જાય છે. તમને સફળતાપૂર્વક છેતરવામાં અને લૂંટવામાં આવ્યા છે.
કૌભાંડો સામે તમારી જાતને સુરક્ષિત કરો.
સ્કેમર્સથી સાવધ રહો જેઓ તમને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે છેતરી શકે છે. કોઈપણ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતા પહેલા લાભાર્થીને જાણો. સ્કેમર્સ વ્યક્તિગત રીતે મીટિંગ કરવાનું ટાળે છે.
સ્કેમર્સ ઉપરોક્ત કુરિયર ઈન્ટરસેપ્શન સ્કેમ, રોમાન્સ સ્કેમ્સ જેવી વિવિધ તકનીકોનો ઉપયોગ કરે છે, તેઓ તમારી સાથે ઓનલાઈન મિત્રતા કરે છે, વિડીયો કોલ દ્વારા સેક્સટોર્શનનો ઉપયોગ કરે છે, ઓનલાઈન જોબ – ઘરેથી કામ કરે છે, વિડીયો શેરિંગ પ્લેટફોર્મ પર ‘લાઈક અને શેર’ ક્લિપ્સ દ્વારા કમિશન કમાય છે. YouTube – અને સૂચિ આગળ વધે છે.
સ્કેમર્સ તેમના લક્ષ્યોને મોબાઇલ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા અથવા WhatsApp/ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્લિકેશન્સ પર ‘.apk’ ફાઇલો મોકલવાની સલાહ આપે છે અથવા તેઓ SMS/ઈ-મેઇલ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરવાની સલાહ આપે છે. જો તમે આ સૂચનાઓનું પાલન કરો છો, તો સ્કેમર્સને તમારા ફોન/કમ્પ્યુટરની ઍક્સેસ મળશે.
જો તમે કૌભાંડનો ભોગ ન હોવ તો પણ, રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન (1930 પર કૉલ કરો અથવા www.cybercrime.gov.in પર જાણ કરો) પર આવા કોઈપણ પ્રયાસોની જાણ કરવી એ સારો વિચાર છે.
આનાથી સાયબર ક્રાઈમ અધિકારીઓને ફોન નંબર/બેંક એકાઉન્ટ પર લીડ મળશે, જે અન્ય સંભવિત પીડિતોને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.
તારીખ 22/01/2024 સોમવારે અયોધ્યા ધામે શ્રી ભગવાન રામજી ની પ્રાણ પ્રતિષ્ઠા થશે તે દિવસે દેશ વિદેશમાં સનાતનીઓ માટે એક અનેરો ઉમંગ છે અને આ દિવસ ને યાદગાર બનાવવા…. શ્રી પાટીદાર પરીવાર સમાજ મૈસુર રોડ, બેગ્લોર, ઉમિયા ભવન શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવાનુ નક્કી કરેલ છે…. જેમા 11000 (અગીયાર હજાર)દિપ પ્રગટાવી દિપોત્સ મનાવવામાં આવશે સાથે સવાર ના 9/00 થી 10/00 વાગ્યા સુધીમાં હનુમાન ચાલીશા,10/00 થી12/15 સુધી રામ ઘુન, ભજન કિતઁન,12/30 મહા આરતી, ત્યારબાદ મહાપ્રસાદ અને સાંજે 6/00વાગ્યે ફરીથી મંદિરમાં અને પુરી સમાજવાડીમાં દિપક પ્રગટાવી ઝળહળતુ કરીશું…..
વિશેષ : – શ્રીરામ પધાર્યા ની ખુશી મા તે દિવસે જાહેર રજા રાખવામાં આવશે……
મહિલા મંડળ ના હોદેદારો ની વરણી કરાઈ.👇🏼 શ્રી ઉલ્હાસનગર સનાતન મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી ગીતા બેન શિવલાલ ભાઈ ના અધ્યક્ષપદે સભા યોજાઈ. તા -01/01/2024 ને સોમવાર ના રોજ વાર્ષિક સામાન્ય સભા માં પધારેલ સર્વ મહિલા સદસ્યો નું મહામંત્રી શ્રી હંસાબેન રમણિક ભાઈ લીંબાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ આગામી ત્રણ વર્ષ માટે નીચે મુજબ મહિલા મંડળ કારોબારી ની વરણી કરાઈ હતી 2024 થી 2026 સુધી પ્રમુખ- ચંચલબેન રમેશભાઈ વાલાણી.(વિથોણ) ઉપપ્રમુખ– શ્રી કાન્તાબેન હરીભાઇ ખેતાણી. (વિથોણ)) મહામંત્રી-શ્રી હંસાબેન રમણીકભાઈ લીંબાણી. (કોટડા.જ) સહમંત્રી– ગીતાબેન શાંતિભાઈ ભગત. (નાના અંગીયા) ખજાનચી: શ્રી ભાવિકાબેન જયંતીભાઈ ભગત. (નાના અંગીયા) સહ ખજાનચી: શ્રી પ્રભાબેન રમેશભાઈ નાયાણી. (કોટડા.જ) કારોબારી સભ્ય; શ્રી પ્રેમીલાબેન વસંતભાઈ ભગત. (નાના અંગીયા) શ્રી હર્ષાબેન વસંતભાઈ લીંબાણી (કોટડા.જ) શ્રી રેખાબેન ઈશ્ર્વર ભાઈ સાંખલા. (ઘડાણી) શ્રી કંચનબેન રમણીકભાઈ રૂડાણી. (વિથોણ) શ્રીમતી ગીતાબેન શિવલાલ ભાઈ રૂડાણી.(વિથોણ)
શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના ભાઈઓ અને બહેનોની સંયુક્ત મીટીંગ *નખત્રાણા, અબડાસા, લખપત તાલુકા સંગઠન તારીખ:-16/10/2023 પાટીદાર ભવન, નખત્રાણા ખાતે તાલુકાના અધ્યક્ષ શ્રી શાંતિલાલ પ્રેમજીભાઈ નાકરાણી. મહિલા મંડળના અધ્યક્ષ શ્રી ઉર્મિલાબેન દયાણી દ્વારા સ્વાગત પ્રવચન સાથે સભાનો પ્રારંભ થયો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ગ્રામ્ય કક્ષાએ સંસ્થાની રચના અંગેની માહિતી સંગઠન મંત્રી શ્રી ઈશ્વરભાઈ છાભૈયા દ્વારા આપવામાં આવી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નખત્રાણા, અબડાસા લખપત તાલુકા યુવા સંગઠન યુવા સંઘ કચ્છ પ્રદેશ *અધ્યક્ષ શ્રી રમેશભાઈ દડગા* દ્વારા યુવા સંગઠનના અધ્યક્ષ ઝવેરભાઈ કેશરાણી નખત્રાણા, મહામંત્રી હિતેશકુમાર મેઘાણી નાના અંગિયા, આ બે મિત્રોએ આપેલી સંપૂર્ણ માહિતી. બેઠક દ્વારા. તેમજ યુવા ટીમના બાકી રહેલા સભ્યોને વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા યુથ ઓલિમ્પિયાડનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, સંસ્થાની સંપૂર્ણ માહિતી તેમજ સંસ્થાના દરેક કાર્યક્રમની વિગતો અને સંસ્થાના મુખ્ય હેતુ અને કાર્યની માહિતી જિલ્લા સંગઠનના સંગઠન મંત્રી દ્વારા આપવામાં આવી હતી. શ્રી છગનભાઈ ખેતાભાઈ ધાનાણી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તારીખ:-31/10/2023 ના રોજ સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે* જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી ઈશ્વરભાઈ સાખલા દ્વારા આપવામાં આવેલ સંપૂર્ણ માહિતી તેમજ વધુ અને વધુ તાલુકા સંગઠનોને આ મહાસંમેલન કાર રેલીમાં ભાગ લેવા આમંત્રણ છે. (31/10/23 ના રોજ સવારે 6:00 વાગ્યે ભચાઉથી નીકળશે)* કારની નોંધણીમાં જોડાવા માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે તેથી કૃપા કરીને વહેલા નોંધણી કરાવો. તાલુકા એસોસિએશનના અધ્યક્ષ શ્રી શાંતિલાલ નાકરાણી દ્વારા આપવામાં આવેલ “માત્રી મહિમા રથયાત્રા” વિશેની માહિતી ગત વર્ષની જેમ આ વર્ષે પણ તા.21/10/2023, શનિવાર બપોરે:-2:00 મથલ ઉમિયા માતાજી મંદિરથી વાંધે ઉમિયા માતાજી સુધી મંદિર સુધી ભવ્ય બાઇક અને કાર રેલી કાઢવામાં આવશે ત્યારબાદ દરેક ગામડાના સમાજ/યુવા સમાજ/મહિલા સમાજના ભાઈઓ/બહેનોને મોટી સંખ્યામાં જોડાઈને ઉમિયાની આસ્થા પ્રગટ કરવા આમંત્રણ છે. “માતૃ મહિમા રથયાત્રા” ને સફળ બનાવવા માટે જિલ્લા કો.ચેરમેન શ્રી શાંતિલાલ નાકરાણી, કોટડા (જ) તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી.
અમારા સનત શતાબ્દી મહોત્સવના મુખ્ય (ભામાશા) દાતાશ્રી પુજાભાઈ શિરવી નું મીટીંગમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના સામાજિક કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તાલુકા મહિલા મંડળ ચેરમેન શ્રી ઉર્મિલાબેન દયાણી એ તાલુકા ટીમની જાહેરાત કરી.
સભામાં પ્રમુખ શાંતિલાલ નાકરાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમાજ સંસ્થામાં જોડાઈને દરેક કાર્યમાં સહકાર આપવા હાકલ કરી હતી.
મીટીંગ માટે આભારદર્શન યુવા સંગઠન પાંખના અધ્યક્ષ શ્રી ઝવેરભાઈ કેશરાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
સંસ્થા *મહામંત્રી શ્રી કિશોરભાઈ કાંતિભાઈ નાયાણી* દ્વારા સભાનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.
આજ રોજ શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ની વાર્ષિક સામાન્ય સભા (AGM) બિદડા પાટીદાર સમાજ વાડી મધ્યે સમાજના પ્રમુખશ્રી શામજીભાઈ છાભૈયા ના અધ્યક્ષ સ્થાને મળેલ. જેમાં સમાજના બોહોડી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. જેમાં સમાજનો વાર્ષિક અહેવાલ અને સમાજના વિકાસ અને નીતિ નિયમો વિશે ખૂબ સારી એવી તંદુરસ્ત ચર્ચા કરેલ
ગત તારીખ 01/07/2023 ના રોજ પાટીદાર ફાર્મ મહુવા મુકામે શ્રી ક.ક.પા.યુ મંડળની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ હસમુખભાઈ પોકાર અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં યુવક મંડળના હોદ્દેદારો,સલાહકારશ્રીઓ અને યુવક સભ્યો હાજર રહ્યા હતા. સૌ પ્રથમ સભાની શરૂઆત *સમુહ પ્રાર્થના,સ્થાન ગ્રહણ અને દિપ પ્રાગટયથી કરવામા આવેલ.
ત્યારબાદ પ્રમુખ હસમુખ ભાઈ એ સભામાં ઉપસ્થિત સર્વે સભ્યોને શબ્દરૂપી પુષ્પો થી સ્વાગત કરેલ.
ત્યારબાદ મહામંત્રી હેમંત ભાઈ માવાણીએ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન વિવિધ સમિતિ દ્વારા થયેલ કાર્યો નો અહેવાલ સમિતિના સભ્યોને સાથે રાખી આપેલ . ત્યારબાદ ખજાનચી મોહનભાઈ રૂદાણી દ્વારા ૩ વર્ષના આવક-જાવકના હિસાબોની રજૂઆત કરવામાં આવી જેને હાજર સભ્યોએ બહાલી આપી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ ની ટર્મ પૂર્ણ થતી હોય અને આગામી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટીમની રચના કરવા હેતુ સર્વ સંમતિથી પસંદગી સમિતિની રચના કરવામા આવેલ જેમા મંડળના સલાહકાર તરીકે કાર્યરત પરસોતમભાઈ રૂડાણી. હસમુખ ભાઈ પોકાર. હેમંત ભાઈ માવાણી.
ત્યારબાદ પ્રમુખ સ્થાનેથી રજુઆત કરતા હસમુખભાઈ પોકારએ સમગ્ર ટર્મ દરમિયાન મળેલ સહયોગ બદલ કારોબારી સભ્યો,સલાહકારશ્રીઓ અને યુવા મિત્રો તેમજ દરેક સમિતિના સભ્યોનો અંતઃકરણ પૂર્વક આભાર માની ધન્યવાદ પાઠવેલ અને પોતાની ટીમનો કાર્યકાળ પૂર્ણ થતો હોય તો જેનુ વિસર્જન કરી આગળની કાર્યવાહી પસંદગી સમિતિને સોંપવામા આવેલ…
ત્યારબાદ આગમી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટર્મ માટે નવી કારોબારી ટીમ બનાવવા માટે પસંદગી સમિતિ દ્વારા હાજર સભ્યો માંથી નામ મંગાવવામાં આવેલ હતા.જેમાં નીચે મુજબના સભ્યોને આગામી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટર્મ ની સુકાન સોંપવામા આવેલ હતી.
*પરશોતમ ભાઈ રામજીભાઈ રૂડાણી *હસમુખભાઈ કાંતિભાઈ પોકાર *જગદીશ ભાઈ ભાણજીભાઈ માવાણી દ્વારા *ઉપસ્થિત સર્વે સભ્યોએ નવી વરાયેલ કારોબારી ટીમને હષઁભેર વધાવી અને આગામી ટર્મ દરમિયાન સુંદર કાર્ય કરી યુવક મંડળને ગૌરવવંતુ બનાવશો એવી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવેલ.* અંતમા નવા વરાયેલ મહામંત્રી ભરતભાઈ માવાણી એ આભાર વિધિ કરી ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરેલ અને ત્યારબાદ સૌ રાષ્ટ્રગાન કરી ભગવાન લક્ષ્મીનારાયણ તથા માં ઉમિયાનો જયઘોષ કરી છુટા પડેલ.
દામાવાસ કંપાના મગનભાઈ કાનજીભાઈ ભાવાણીનો સુપુત્ર ચિરંજીવી સુનિલ નવી દિલ્હી ખાતે વિસ્ટા કે જેને સંસદ ભવન નવું બનાવેલ છે તેમાં એન્જિનિયર તરીકે સેવા આપી રહેલ છે જે આપણી સમાજનું ગૌરવ છે ધન્યવાદ
*શ્રી પશ્વિમ કરછ ઝોન સમાજ/મહિલાસંઘ/યુવાસંઘ કરછ રિજીયન* ના સંયુક્ત ઉપક્રમે સનાતની શતાબ્દી મહોત્સવ અંતર્ગત સંપર્ક યાત્રા *તા :-02/03/23ના* રોજ કોટડા (જ.) ખાતે રાખવામાં આવેલ.આ સંપર્ક યાત્રા માં *કોટડા (જ.) પાટીદાર સમાજ/મથલ પાટીદાર સમાજ* ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આજની સંપર્ક યાત્રા માં સૌ મહેમાનોને સ્થાન ગ્રહણ કોટડા (જ.) સમાજ ના *મંત્રીશ્રી શાંતિલાલ નાકરાણી* દ્વારા કરવામાં આવેલ.
આજની આ સંપર્ક યાત્રા માં સ્વાગત પ્રવચન *ઝોનના ઉપપ્રમુખશ્રી/ કોટડા(જ.) સમાજ મંત્રીશ્રી કિશોરભાઈ નાયાણી* દ્વારા કરવામાં આવેલ.
આજની સંપર્ક યાત્રા નો મુખ્ય ઉદ્દેશ *ઝોનના પ્રવક્તાશ્રી શાંતિલાલ* નાકરાણી દ્વારા આપવામાં આવેલ.
સનાતની શતાબ્દી મહોત્સવ અંતર્ગત સ્વયં સેવક વ્યવસ્થાપણ ની સંપૂર્ણ માહિતી કરછ રિજીયન *ઉપપ્રમુખશ્રી હસમુખભાઈ નાકરાણી* દ્વારા આપવામાં આવેલ.
અતિ થી દેવો ભવ: ની સંપૂર્ણ માહિતી *કન્વીનરશ્રી લધારામભાઈ લિંબાણી* દ્વારા આપતા જણાવેલ કે મહોત્સવ દરમિયાન આવનાર મહેમાનોનું આપણા ઘરમાં અતિ થી દેવો ભવ: તરીકે વ્યવસ્થા થાય તે પર ભાર મુકતા નમ્ર વિનંતી કરવામાં આવેલ.
ઉતારા વ્યવસ્થા ની માહિતી *કન્વીનરશ્રી મંગલભાઈ કેશરાણી* દ્વારા આપવામાં આવેલ.
સનાતની ગૌરવ યાત્રા/ સ્વયં સેવક (સનાતની સૈનિક) તેમજ સનાતની શતાબ્દી મહોત્સવ ની સંપૂર્ણ માહિતી *ઝોનના મહામંત્રીશ્રી છગનભાઇ ધનાણી* દ્વારા આપવામાં આવેલ.આ મહોત્સવ ની દરેક સમિતિમાં સમપર્ણની ભાવનાથી જોડાઈ ને મહોત્સવ ને ભવ્યતિભવ્ય બનાવવા આહ્ર્વાન કરેલ
કેન્દ્રીય સમાજ ના ઉપપ્રમુખશ્રી/ કોટડા (જ.) સમાજ ના ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ દિવાણી સનાતની શતાબ્દી મહોત્સવ માં તન.મન ધન થી સહયોગ આપવા અપીલ કરેલ. કોટડા (જ.) લક્ષ્મીનારાયણ સમાજ ના પ્રમુખશ્રી લખમશીભાઈ છાભૈયા સનાતની શતાબ્દી મહોત્સવ દરમિયાન અતિ થી દેવો ભવ: માં આવનાર મહેમાન ને અમારુ ગામ સનાતની તીલક દ્વારા આવકારવામા આવશે.તેમજ મહોત્સવ માં સહયોગ આપવા અપીલ કરેલ. કોટડા (જ.) પાટીદાર યુવક મંડળ ના મહામંત્રીશ્રી મનિષકુમાર ભગત સનાતની શતાબ્દી મહોત્સવ ના આયોજન તેમજ વિવિધ સમિતી ઓની કામગીરી માં અમારા યુવક મંડળ નો સંપુર્ણ સહયોગ રહેશે તેવો ભાવ વ્યક્ત કરેલ કોટડા (જ.) પાટીદાર મહિલા મંડળ પ્રમુખશ્રી શાન્તાબેન નાયાણી જણાવેલ કે અતિ થી દેવો ભવ: તેમજ વિવિધ સમિતીમાં અમારો સહયોગ રહેશે. મથલ પાટીદાર સમાજ મંત્રીશ્રી અંબાલાલ પારસીયા સનાતની શતાબ્દી મહોત્સવ સંપુર્ણ સહયોગ આપવા જણાવેલ. મથલ પાટીદાર મહિલા મંડળ ના પ્રમુખશ્રી મણીબેન ભાવાણી સનાતની શતાબ્દી મહોત્સવ સંપુર્ણ સહયોગ આપવા જણાવેલ. આજની સભાનું સંચાલન ઝોનના મંત્રીશ્રી નરશીભાઈ પોકાર દ્વારા કરવામાં આવેલ. આજની સભાની આભાર વિધિ ઝોનના ઉપપ્રમુખશ્રી કિશોરભાઈ નાયાણી દ્વારા કરવામાં આવેલ.
આજની આ સંપર્ક યાત્રા માં પશ્વિમ કરછ ઝોન સમાજ/યુવાસંઘ ના હોદ્દેદારો તેમજ કોટડા (જ.) સમાજ / મથલ સમાજ/ યુવક મંડળ/મહિલા મંડળ ના હોદ્દેદારો, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા