થરાવડા (વિથોન) ના યુવક મંડળ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું

થરાવડા (વિથોણ)

શ્રી થરાવડા પાટીદાર નવયુવક મંડળ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન તારીખ 7-01-2024 ના દિવસે કરવામાં આવેલ હતું… (વિઘાકોર્ટ ભારત-પાકિસ્તાન બોર્ડર) તેમજ હનુમાન મંદિર ભેદીયાબેટ શહીદ સ્મારક શાથે ધોરડો મુકામે ભેટ આપેલ જેમાં 30 યુવા સભ્યો એ મુલાકાત લીધેલ…..

આ પ્રવાસ દરમ્યાન યુવક મંડળના પ્રમુખ શ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું…....

શ્રી પાટીદાર સમાજ મૈસૂર રોડ, બેંગ્લોર દ્વારા 22મી જાન્યુઆરીએ ઉમિયા ભવન શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે શ્રી રામના સન્માનમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

બેંગ્લોર : –

જય શ્રી લક્ષ્મીનારાયણ
જય શ્રી રામ,સીતારામ

શ્રી પાટીદાર પરિવાર સમાજ, મૈસુર રોડ, બેંગ્લોર,

તારીખ 22/01/2024 સોમવારે અયોધ્યા ધામે શ્રી ભગવાન રામજી ની પ્રાણ પ્રતિષ્ઠા થશે તે દિવસે દેશ વિદેશમાં સનાતનીઓ માટે એક અનેરો ઉમંગ છે અને આ દિવસ ને યાદગાર બનાવવા….
શ્રી પાટીદાર પરીવાર સમાજ મૈસુર રોડ, બેગ્લોર,
ઉમિયા ભવન શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવાનુ નક્કી કરેલ છે….
જેમા 11000 (અગીયાર હજાર)દિપ પ્રગટાવી દિપોત્સ મનાવવામાં આવશે સાથે સવાર ના 9/00 થી 10/00 વાગ્યા સુધીમાં હનુમાન ચાલીશા,10/00 થી12/15 સુધી રામ ઘુન, ભજન કિતઁન,12/30 મહા આરતી, ત્યારબાદ મહાપ્રસાદ અને સાંજે 6/00વાગ્યે ફરીથી મંદિરમાં અને પુરી સમાજવાડીમાં દિપક પ્રગટાવી ઝળહળતુ કરીશું…..

વિશેષ : –
શ્રીરામ પધાર્યા ની ખુશી મા તે દિવસે જાહેર રજા રાખવામાં આવશે…

કરાડ ગ્રામીણ સમાજ માં માતાજી ના નવમે નોરતે મેડિકલ ચેકઅપ નો કાર્યક્રમ આયોજિત કરવા માં આવ્યો હતો.

કરાડ ગ્રામીણ સમાજ માં માતાજી ના નવમે નોરતે મેડિકલ ચેકઅપ નો કાર્યક્રમ આયોજિત કરવા માં આવ્યો હતો.
જેમાં વિશાળ સંખ્યા માં સમાજ ના ભાઈ બહેનો એ લાભ લીધો હતો.
સચિન હોસ્પિટલ કોલ્હાપુર ના ડોકટરો અને ગ્રામીણ સમાજ કરાડ ના ડોક્ટર અરવિંદ ભાઈ સાંખલા એ સેવા આપી હતી.
આ નિમિતે મિશન રાજકીય થીમ હેઠળ ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર રાજ્ય ના ઉપપ્રમુખ શ્રી
“વિનાયકરાવજી પાવસકર” ને આમંત્રિત કરવા માં આવ્યાં હતા. તેઓ શ્રી એ કોઈ પણ કામ પડે તો પૂર્ણ “સહકાર” ની ખાત્રી આપી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા “કરાડ ગ્રામીણ” સમાજ ના યુવક મંડળે ખુબ મહેનત કરી હતી જેની સમાજે નોંધ લઈ ને ધન્યવાદ આપ્યા હતા.

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જય લક્ષ્મીનારાયણ

સરદાર પટેલ રીજીયન
વડોદરા વિભાગ
શ્રી ક.ક.પા સનાતન યુવક મંડળ છાણી
વૃક્ષારોપણ

🌳🌳”TREES ARE VITAL, WITHOUT THEM LIFE WOULD BE FATAL”🌳🌳

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, ટીમ કૃષિ અને પર્યાવરણ પ્રેરિત સ્વ. ડૉ. વસંતભાઈ ધોળુને સમર્પિત ”MISSION GREEN INDIA” અંતર્ગત, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન તા : 06/08/2023 ના આશાપુરી ટિમ્બર કુ.- છાણી, મુકામે કરવામાં આવેલ. યુવક મંડળના પ્રમુખ રાજેશભાઈ પોકારના નેતૃત્વમાં સવારે 9:30 વાગે સમાજના વડીલો, યુવક મંડળના કારોબારી સભ્યો તથા નાના બાળકો એકત્રિત થયા. ભાવિ પેઢીના સારા ભવિષ્ય માટે વૃક્ષારોપણના આ ખૂબ જ સુંદર કાર્યક્રમમાં સૌએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

PRO
છાણી યુવક મંડળ

કચ્છમાં ગામ મંગવાણા માં મહાયજ્ઞ નું જાહેર આમંત્રણ

આપણું મનુષ્ય જીવન જે પ્રકૃતિ માતા ના ખોળા માં પ્રાણ વાયુ,જળ,અન્ન, ઔષધિઓ,થી પોષણ મેળવી ને તથા સૂર્ય, ચંદ્ર વગેરે નક્ષત્ર અને ગ્રહોના ઉપકાર થી ચાલી રહ્યું છે.
જે પંચમહાભૂત અને જડ દેવતાઓ આપણા જીવન નો મુખ્ય આધાર છે. આવા પ્રકૃતિ માતા ના અનેક ઋણ આપણા પર ચડેલા છે.તેમનું જતન , સંવર્ધન અને સંરક્ષણ આપણું નૈતિક કર્તવ્ય છે.તેના પાલન થી જ એ ઋણ ઉતારી શકાય.
.આપણા જાણવા ન જાણવા થી એ માં થી મુક્તિ ન મળે!!!! અને આ કર્તવ્ય નું શ્રેષ્ઠ પ્રકારે પાલન કરવા નું સાધન યજ્ઞ છે

જો ‌આ યજ્ઞ પણ મોટા મહાયજ્ઞ સમાન હોય તો પછી તો વાત જ અનોખી છે

પધારો મંગવાણા મહાયજ્ઞમાં અને યજમાનપદે નિમણૂંક કરી પોતાની પાંચ આંગળીઓ થી યજ્ઞ દેવતા ને આહુતિ આપી આપણે સૌ પોતાનું કર્તવ્ય નિભાવીએ તેમજ પુણ્ય પ્રાપ્ત કરીએ

સમય:- ૬ જુલાઈ 2023 થી ૧૧ જુલાઈ 2023
મહાયજ્ઞ સવારે ૯ થી સાંજે ૫ઃ૩૦
યજ્ઞ બ્રમ્હા .. વેદાચાર્ય ડો. કમલ નારાયણજી ( Phd.) રાયપુર
યજ્ઞ વૈજ્ઞાનિક .. સ્વામી યજ્ઞદેવજી મહારાજ
પતંજલિ યોગ પીઠ , હરીદ્વાર
મહાયજ્ઞ સ્થાન .. વૃંદાવન નગર, મંગવાણા , કચ્છ

વિશેષ:- તારીખ ૫ જુલાઈ બપોર બાદ ૪:૦૦ કલાકે સેંકડો કિલો અનેક આયુર્વેદિક ઔષધીઓ ને યજ્ઞ મંડપ માં હવન સામગ્રી સ્વરૂપ આપણી સૌની નજર સમક્ષ તૈયાર કરવામાં આવશે. જેનો લ્હાવો અવશ્ય લેશોજી.

આયોજન સમિતિ

મો. 98676 97743

અંડસર ગામમાં તળાવ છલકાયું, સ્થાનિકોએ વડીલોનું સન્માન કરીને ઉજવણી કરી

આજ રોજ તારીખ 1/7/2023 શનિવારે આણંદસર ગામ નું તળાવ(આઝાદ સરોવર) ઓગની જતા આણંદસર ગામ ના પ્રથમ નાગરિક સરપંચ શ્રી શાંતિલાલ હરજી ભાવાણી તેમજ ગામ ના વડીલો દરેક સમાજ ના આગેવાનો વાજતેગાજતે વધામણાં કરવા માટે એકત્ર થઈને પહોંચ્યા હતા આ વખતે ગામના વડીલો એટલે સિનિયર સીટીઝન દ્વરા 75 વર્ષ થી ઉપર ના વડીલો એતળાવ ના વધામણાં કરેલ જેમાં આગેવાનો પૂર્વ ઉપ સરપંચ અરજણ ભાઈ, પ્રેમજી નારણ ભાવાણી કાંતિદેવજી,બાબુભાઇ દેવસી નાનાલાલ ભગત ત્રિભુવન દેવજી યુવકમંડલ ના પ્રમુખશ્રી પ્રકાશ ચૌહાણ શાંતિલાલ અરજણ દિનેશ લીમાંણી ઉમેશ ભાવાણી મનીષ મહીલા મંડળ પંચાયત સદસ્ય ભૂદેવ ઉમેશ માંરાજ ના હસ્તે સસ્તોક્ત વિધિ થી વધામણાં કરવા માં આવેલ

છત્તીસગઢ પાટીદાર સમાજ આપણા સમાજના યુવાનો માટે ભગવદ ગીતા સમજવાનું અભિયાન ચલાવે છે

છત્તીસગઢમાં રાજનાદગાવ મધ્યે સર્વે ભાવિકજનો નો સંયુક્ત લક્ષ્મીનારાયણ સત્સંગ કેન્દ્ર
તા.18/6/23
સમય -4:00-5:00pm
સ્થાન_ શ્રી પાટીદાર ભવન
આજે અમારા સર્વે માટે ખૂબ જ હર્ષની વાત છે કે સમાજના સર્વે ભાઈ બહેનો યુવાનો વગેરેની સાથે સંયુક્ત સત્સંગ કેન્દ્ર ની પહેલ કરવામાં આવી ,
જેમાં સૌ પ્રથમ નારાયણ ઉપનીષદ નો પાઠ કરવા માં આવેલ, ત્યારબાદ છ. ગ. યુવાસંઘ ના ઉપપ્રમુખ પવનભાઈ દીવાણી દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા ઉપર નો યથાર્થ સાર ખુબજ સરલતા સમજાવવા મા આવેલ અને સરળ શેલી માં સમજાવવા માં આવેલ કે જીવન ની પ્રત્યેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ ગીતા માં મળશે, ત્યારબાદ
શ્રીમતી ભાવનાબેન ભાવાણી દ્વારા આધ્યાત્મિક જ્ઞાન સાથેની સમજ સાથે આપણા સનાતન ધર્મની નીવ કેટલી ઊંડી છે ,અને આપણા વડવાઓ તેને કેવી રીતે મજબૂતીથી પકડીને રાખી, તેવી જ રીતે આજે આપણને સનાતન ધર્મને કેવી રીતે સાચવવાનું છે, તેમની ખૂબ જ સચોટ પણે ઊંડી સમજ આપી, અંતે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરીને સત્સંગ પૂર્ણ કરવામાં આવ્યો.🙏🏻
સંયોજક_શ્રીમતી નર્મદાબેન દિવાણી

કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઉલ્હાસનગર દ્વારા સ્નેહ મિલન, સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

જય લક્ષ્મી નારાયણ
ઉલ્હાસનગર
કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઉલ્હાસનગર
નવા વર્ષ નું સ્નેહ મિલન… સરસ્વતી સન્માન… અને સાંસ્કૃતિક કાર્યક્રમો.. તા – 20 / 11 / 2022 ને રવિવારે બપોરે 3; 00 વાગ્યે પાટીદાર ભવન સહાડ મા આયોજન કરવામાં આવ્યો હતો..
સરસ્વતી સન્માન ; શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યા હતા..
સાંસ્કૃતિક કાર્યક્રમો : નાના મોટા સર્વે ભાઈ. બહેનો.. નાના બાળકો એ આપણી હિન્દુ સાંસ્કૃતિક ની અનુસાર એવા 15 કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા….
ત્યાર બાદ વડીલો ના આશીર્વચન… કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ સાંજે મહાપ્રસાદ
(સ્વરૂચી) ભોજન લઇ છુટ્ટા પડેલ… .. જય લક્ષ્મી નારાયણ
ઉલ્હાસનગર દ્વારા

કચ્છના નલિયા કાંઠે ચક્રવાત ત્રાટકશે

કચ્છ નાં નલિયા નજીક દરિયા મા 30 સપ્ટેમ્બર ના સાયકલોન આકાર લેશે.તોફાની પવન અને ભારે વરસાદ નો ખતરો દરિયા નાં કાઠાળ વિસ્તાર માં ઉભો થવાની શક્યતા સતાવાળાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.આજે બપોર થીજ કચ્છ માં પવન અને વરસાદ ની શરૂઆત થઈ છે.

કચ્છમાં વરસાદ ખેંચાતા ઈન્દ્રદેવને રીઝવવા શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન મળે ૪૮ કલાકના અખંડ પર્જન્ય યજ્ઞનું આયોજન કરેલ છે

*શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન, દેશલપર*
આયોજિત
*દ્વિદિવસીય અખંડ પર્જન્ય  યજ્ઞ*

કચ્છમાં વરસાદ ખેંચાતા ઇન્દ્રદેવને રીઝવવા શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન, દેશલપર ખાતે 48 કલાકના અખંડ પર્જન્ય  યજ્ઞનું આયોજન કરેલ છે.

*યજ્ઞ પ્રારંભ: તારીખ 24.8.2021ના સવારે 8:00 કલાકે*
*યજ્ઞ પુર્ણાહુતી: તારીખ 26.8.2021ના સવારે 9:00 કલાકે*

*યજ્ઞના આચાર્ય: શાસ્ત્રી શ્રી દિલીપભાઈ જોશી ખોંભડીવાળા*

સરકારશ્રીની કોરોનાની ગાઇડલાઇન મુજબ ભાવિકો દર્શનનો લાભ લઈ શકશે.

ગંગારામ શીવદાસ રામાણી
પ્રમુખ
રતિલાલ મનજી પોકાર
મહામંત્રી
અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ