સબસીડી દરે રસીકરણ શિબિર યોજવામાં આવશે.
*ખૂબ જ ઉપયોગી આવકારદાયક સમાચાર*
માનનીય એમ.પી શ્રી મનોજ કોટકજી અને શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજના સહયોગ થી અંદાજીત તા.૧૩જુન, ૨૦૨૧ પછી શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ ખાતે ૧૮+ (18+) થી ઉપર ના તેમજ ૪૫ ઉપર ની વ્યક્તિઓ માટે વેકસિનેશન કેમ્પ નું આયોજન રાહત ના દરે કરવામાં આવેલ છે. સમાજના સભ્યો તેમજ અન્ય વ્યક્તિઓ એ
વેકસિનેશન નો લાભ લેવો હોય તેઓ જલ્દી થી પોતાના નામ (આધાર કાર્ડ પ્રમાણે)
અને પોતાનો મોબાઇલ નંબર જણાવી દે, એટલે તેમનું રજીસ્ટ્રેશન કરી શકાય.
દરેક રજીસ્ટ્રેશન કરાવેલ વ્યક્તિ ને તેમના મોબાઈલ ઉપર વેકિસનેશન માટે ની તારીખ અને સમય જણાવવામાં આવશે.
*રજીસ્ટ્રેશન માટે સમાજ ના કાર્યાલય ના મોબાઈલ નં *9137407959* *ઉપર*
**સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૭ દરમિયાન કરવાનો રહેશે*.
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ માટે રસીકરણ
ગુજરાતમાં ધીમા રસીકરણ વચ્ચે આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને વેક્સિન આપવામાં આવશે. ગુજરાતમાં રસીકરણને વેગવંતું બનાવવા દરરોજ સવા બે લાખ ડોઝ આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે.મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફક્ત 10 જિલ્લામાં જ 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવતી હતી.ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 1 મે થી 18 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સામેની લડાઇમાં રસીકરણ ખૂબ જ મહત્ત્વનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા રસીકરણને વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા મહત્ત્વનો નિર્ણય લઇને રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.75 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, તેવામાં હવે આવતીકાલથી દરરોજ સવા બે લાખ લોકોનું રસીકરણ કરવામાં આવશે.વીતેલા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં 1,75,359 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 18-45 વર્ષ સુધીના 98288 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 4પ વર્ષથી વધુ ઉંમરની 43082 વ્યક્તિઓના પ્રથમ ડોઝની રસીનો સમાવેશ થાય છે. આમ, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,76,39,673 વ્યક્તિનું પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે.ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામેની લડતનું મુખ્ય શત્ર એવું રસીકરણ હવે વેગ પકડે એવી આશા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં 18થી 44 વર્ષના લોકોને રસીકરણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
દુકાનદારોને રાહત : મુંબઈમાં અત્યાવશ્યક સેવાની દુકાનો રોજ ખુલ્લી રહેશે
બિનઅત્યાવશ્યક દુકાનો સોમથી શુક્ર સવારે ૭થી બપોરે ૨ વચ્ચે સમ-વિષમ પદ્ધતિથી ચાલુ રાખી શકાશે
મુંબઈ: કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવામાં લગભગ સફળતા મળી ગઈ છે ત્યારે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે સોમવારે વેપારીઓને રાહત આપતો આદેશ બહાર પાડ્યો હતો. પાલિકાના નવા આદેશ મુજબ મુંબઈમાં અત્યાવશ્યક સેવાની દુકાનો તો રોજ ખુલ્લી રહેશે જ, પરંતુ અત્યાવશ્યક સિવાયની દુકાનો પણ સોમથી શુક્રવાર દરમિયાન સમ-વિષમ પદ્ધતિથી ચાલુ રાખી શકાશે.
‘બ્રેક ધ ચેઈન’ હેઠળ રાજ્ય સરકારે ૧૫ જૂન સુધી લંબાવેલા લૉકડાઉનમાં કેટલાક નિર્દેશો આપ્યા હતા. તેેને આધારે મુંબઈ મહાનગરપાલિકાની હદમાં દુકાનો ખોલવા સંબંધિત કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.
મહાપાલિકાના ૧૫ જૂન સુધી અમલમાં રહેનારા નવા આદેશ અનુસાર અત્યાવશ્યક સેવાની દુકાનો રોજ સમવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમિયાન ખુલ્લી રહેશે. અત્યાવશ્યક સિવાયની દુકાનો સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
જોકે બિનઅત્યાવશ્યક સેવાની દુકાનો સમ-વિષમ ધોરણે ચાલુ રાખી શકાશે, જેમાં પ્રથમ અઠવાડિયામાં રસ્તાની જમણી બાજુની દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારે ખુલ્લી રહેશે, જ્યારે રસ્તાની ડાબી બાજુની દુકાનો મંગળવાર અને ગુરુવારે ચાલુ રહેશે. એ જ રીતે બીજા અઠવાડિયામાં રસ્તાની ડાબી બાજુની દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારે ચાલુ રહેશે, જ્યારે રસ્તાની જમણી બાજુની દુકાનો મંગળવાર અને ગુરુવારે ખુલ્લી રાખી શકાશે.
આ જ પદ્ધતિથી આગામી અઠવાડિયાંમાં દુકાનો ચાલુ રાખી શકાશે. માત્ર શનિવાર અને રવિવારે અત્યાવશ્યક સિવાયની દુકાનો સંપૂર્ણ બંધ રહેશે. ઈ-કોમર્સ અંતર્ગત અત્યાવશ્યક વસ્તુઓની સાથે અત્યાવશ્યક સિવાયની વસ્તુઓનું વિતરણ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા બ્રેક ધ ચેઈન બાબતનો આદેશ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આ આદેશ લાગુ રહેશે. બધા વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને અન્ય ઉપાયયોજનાઓ કરવાનું અનિવાર્ય રહેશે. જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વળી, આદેશનું યોગ્ય પાલન નહીં થાય તો ગમે ત્યારે તે રદ કરી શકાશે, એવી ચેતવણી પણ કમિશનરે આપી છે.
કચ્છના કુંભારડી ગામે પટેલ ભાઇઓ વિના મૂલ્યે પશુચિકિત્સાની હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે
રાપર અને ભચાઉ તાલુકાની વચે અબોલા પસુઓની સારવાર માટે કયાંયે હોસ્પીટલ નથી ત્યારે કુંભારડી ગામમાં આપણા પટેલ ભાઈયો દ્વારા એક અધતન હોસ્પીટલ બની રહી છે એમાં કોઇ પણ રોડ પર રખડતા કે વગડામાં રહેતા પશુ કે પક્ષી ને કોઇ પણ જાત ના પાટા પીંડી કે સારવાર કે ઓપરેસન ની જરુર પડે તે વીના મુલ્યે સારવાર કરી અને સાજા કરવા માટે એક નાની એવી પહેલ કરી હતી તે પહેલ આજે ઘણાબધા ભાઇયો દ્વારા ફુલ નહી પણ ફુલની પાખડી આપી અને આજે આ હોસ્પીટલ એક મોટું રુપ લઈ રહીછે તેમાં આપ આર્થીક સહયોગ અથવા તમારા સરકલ માં આના વીસે જાણ કરી આપ સત્કર્મ ના માર્ગે સહયોગ કરીને આપl સહભાગી બની સકોછો
જેમ સારાં કરેલાં કરમો કોઈ દીવસ નીસ્ફળ જતા નથી અને ભગવાન જમીન મા વાવેલ અનેક ગણું આપેછે તો તમે હાથોહથ કરેલુ કોઈ દીવસ નિસ્ફળ નહીં જવાદે આભાર જય માતાજી🙏🙏🙏
આપ સૌને પોતાના ગ્રુપ સરકલમાં સેર કરવા વીનંતિ
*’મા’સેવા ચેરીટેબલ ટ્રસ્ટ*
➡️ખીમજી ભાઈ નરસી ભાઈ બેરા સમાયેલી ગારમેન્ટ મોબાઇલ નંબર 9892685581
➡️કાનજી ભાઈ સવજી ભાઈ દુબરીયા પેરીસ કોમ્પ્યુટર ફોર્ટ મોબાઇલ નંબર 9833983509
➡️અરવિંદ ભાઈ સામજી ભાઈ રાવરીયા B ફેશન સ્ટુડિયો મોબાઇલ નંબર 9223901070
➡️પ્રેમજી ભાઈ ગાભાજી ભાઈ ચૌધરી પ્રિયા કીરીયશન મોબાઇલ નંબર 9321148423
➡️કાનજી ભાઈ રાજા ભાઈ રાવરીયા દિવ્યા ફેબરીક મોબાઇલ નંબર 9892519065
➡️મહેશ ભાઈ ગોવિંદ ભાઈ રાવરીયા મેકક્ષ એન્ડ મેચ મોબાઇલ નંબર 9819746770
➡️સામજી ભાઈ રાજા ભાઈ ચામરીયા ઇડન સુપર માર્કેટ મોબાઇલ નંબર 9819115784
ગુજરાત: 3,794 કોવિડ -19 કેસો, એક દિવસમાં 53 મૃત્યુ
રવિવારે 5 વાગ્યાના અંત સુધીમાં છેલ્લાં 24 કલાકમાં ગુજરાતએ કોવિડ -19 ના તાજાં કેસને 3,794 તાજા કેસ અહેવાલ આપ્યો છે. તાજા કેસોના ઉમેરાએ ગુજરાતની કુલ મેળાવૃત્ત 7.88 લાખ લીધો છે. તે છેલ્લા 45 દિવસમાં પ્રથમ વખત છે કે કોવિડ -19 કેસોમાં દૈનિક વધારો 4,000-ચિહ્ન નીચે ઘટાડો થયો છે.
ગુજરાતમાં 9,576 સંવચ -19 સંબંધિત મૃત્યુ, કમનસીબે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 53 મૃત્યુની જાણ કરવામાં આવી હતી. તાજા મૃત્યુદંડએ ગુજરાતના કોવિડ -19 સંબંધિત મૃત્યુના ટોલને 9,576 લીધું છે. અમદાવાદથી સાત મૃત્યુની જાણ કરવામાં આવી હતી, સુરતએ સાત મૃત્યુનો અહેવાલ આપ્યો હતો. વડોદરાથી પાંચ મૃત્યુની જાણ કરવામાં આવી છે, અમિતા અને પાટણથી દરેક મૃત્યુની નોંધણી કરવામાં આવી છે. ગાંધીનગરએ એક મૃત્યુની નોંધ લીધી, જામનગરએ ચાર મૃત્યુનો અહેવાલ આપ્યો અને રાજકોટે ચાર મૃત્યુની જાણ કરી. જુનાગઢે બે મૃત્યુની જાણ કરી. બનાસકાંઠાએ ચાર મૃત્યુનો અહેવાલ આપ્યો.
અમદાવાદથી 6 596 કેસ નોંધાયા છે, 44 445 કેસ સુરતથી, 499 કેસ વડોદરાથી અને 76 કેસ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નોંધાયા છે.
આ સિવાય, રાજકોટએ 303 કેસોની જાણ કરી છે, ભાવનગરએ 116 કેસો, મહેસાણા 99 કેસો અને જામનગર 156 કેસોની જાણ કરી છે.
જુનાગરેએ વાયરસના 134 તાજા કેસોનું અહેવાલ આપ્યો છે, જ્યારે પંચમહાલ્સના આદિવાસી જિલ્લાએ 105 તાજા કેસોની જાણ કરી છે. દાહોદ 36 કેસો, અમરેલી 81 કેસો અને ખેડા 85 કેસની જાણ કરી છે.
ભરૂચએ 82 કેસોની જાણ કરી છે, વલસાડએ 44 કેસો, આણંદ 125 કેસોની જાણ કરી છે અને પાટનએ 84 કેસોની જાણ કરી છે.
નવા કેસોનો ઉમેરો થતાં, અમદાવાદમાં કુલ COVID-19 કેસની સંખ્યા વધીને 2.32 લાખ થઈ ગઈ છે, સુરતની કુલ સંખ્યા 1.38 લાખ, વડોદરામાં 71,744, અને ગાંધીનગરમાં 19,797 પહોંચી છે
703 લાખ કોવિડ-19 દર્દીઓને આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વાયરસના 75,134 સક્રિય સક્રિય કેસ છે. આમાં, 652 દર્દીઓ જટિલ છે અને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે. તેથી વાયરલ ચેપ માટે સારવાર કર્યા પછી, રાજ્યમાં 7.03 લાખ દર્દીઓ રાજ્યમાં વિસર્જિત કરવામાં આવ્યા છે. હકીકતમાં, છેલ્લા 24 કલાકમાં 8,734 દર્દીઓને રજા આપવામાં આવી હતી.