પશુઓમાં નવા વાયરસના પ્રકોપ માટે વિથોણના લોકોએ શ્રી ખેતાબાપા ખાતે મહાયજ્ઞ કરાવ્યો

વિથોણ વિસ્તારમાં વર્ષો પહેલા થી આવતી પરંપરા મુજબ ખેતીવાડી માં તીડ ના નુકસાન થી બચાવવા અને અબોલા ઉપર આવતા રોગોથી બચાવવા લોકો દાદા ધોરમનાથ અને સંત શ્રી ખેતાબાપા ના શરણે જતાં હતાં અત્યારે ગૌ માતા ઉપર આવેલ લંપી વાયરસ નામ ના રોગે ભીડો લીધો છે ત્યારે આ પરંપરા આજે પણ વિથોણ ના યુવાનો એ જાળવી રાખી છે જેમાં સંત શ્રી ખેતાબાપા ના શરણે પહોંચી ને વિથોણ જીવદયા સમિતી એ મહા મૃત્યુંજય મહાયજ્ઞ અને પ્રાર્થના કરી છે*

*આજે યુવાનો પણ દાદા ધોરમનાથ ના શરણે પહોંચ્યા છે આવા વીર યુવાનો ને કોટી કોટી વંદન

વેલસ્પન ફાઉન્ડેશન અને શ્રી વિવેકાનંદ મહિલા વિકાસ ફેડરેશન દ્વારા મોતી વિરાણીમાં મહિલા વ્યાવસાયિક તાલીમ યોજાઈ

વિરાણી મોટી….….

નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ અને શ્રી વિવેકાનંદ મહીલા વિકાસ ફેડરેશન દ્વારા બે દિવસીય તારીખ ૧૯/૨૦ મહિલા વ્યવસાયીક તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આપણા ગુપ ના ૩૦ બહેનો એ આ તાલિમ લીધી હતી જેમાં તેમને ( કપડાં ધોવા નો પાવડર, ફીનાઈલ, વાસણ સાફ કરવાનું લિકવીડ, અને બોડી લોસન ) ની તાલીમ આપવામાં આવી હતી.

જેમા તાલીમ લેનાર તમામ બહેનો ને તાલિમ પુર્ણ કયૉનુ પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતું…..….

નખત્રાણામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

નખત્રાણા કન્યા હાઈસ્કૂલ : -*

કરો યોગ .. રહો નિરોગ
યોગ દિવસે નખત્રાણા બન્યું યોગમય..
નખત્રાણા ખાતે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ ઉજવાયો
નખત્રાણા ..
નખત્રાણા ખાતે 21 જૂન ના આઠમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કુમારી td વેલાણી કન્યા હાઈસ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવી હતી નખત્રાણા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આઠમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કુમારી td વેલાણી કન્યા હાઇસ્કુલ ના પટાંગણમાં કરવામાં આવી જેમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી યોગિક ક્રિયા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે બાય સેક ના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નું પ્રવચન નું લાઇવ કવરેટ નિહાળવા માં આવેલ હતો અને ત્યારબાદ મામલતદાર ભરતભાઈ દરજી સ્વાગત પ્રવચનમાં તાલુકાના તમામ નાગરિકોને આવકારો આપ્યો હતો તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ દ્વારા યોગ દિવસ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું અને યોગના ફાયદા ઓ જણાવ્યા હતા યોગના માસ્ટર ટ્રેનર દ્વારા યોગા કરાવ્યા હતા આ કાર્યક્રમમાં નખત્રાણા પી.આઈ બી એમ ચૌધરી હરીસિંહ રાઠોડ લાલજી રામાણી દિનેશ દંડક સહિત ના તેમજ મહાનુભાવો મંચસ્થ થયા હતા કાર્યક્રમને સફળ બનાવવા કુવારી td વેલાણી કન્યા હાઇસ્કુલ વિદ્યાર્થીઓ તેમજ કેવી હાઈસ્કૂલના વિદ્યાર્થી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સંચાલન મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીના ના નાયબ મામલતદાર રાકેશભાઈ પટેલ, ભાવેશભાઈ ધનાણી, જખરા જઈભુવા, કિરણભાઈ જેપાર, પ્રકાશ વાડીયા, કર્યું હતું

નખત્રાણામાં વિનામૂલ્યે સારવાર માટે આંખની હોસ્પિટલ

**નિશુલ્ક આંખની હોસ્પિટલ હવે નખત્રાણા માં ઉપલબ્ધ* અંધજનમંડળ કે.સી.આર.સી. ભુજ દ્વારા સેવા ફાઉન્ડેશનના સહયોગથી શ્રી નખત્રાણા લોહાણા મહાજન ના સહયોગ થી શ્રી દરિયા સ્થાન મંદિર ખાતે સમગ્ર જનતા માટે નેત્ર સારવાર કેન્દ્ર ચાલુ છે. આંખ ના તમામ રોગો અને સારવાર જેમ કે મોતિયા જામર, રેટીના,આંખ ના પડદા,વેલ, આંજણી,ત્રાસી આંખ,ચશ્માના નંબર,આંખ ના રિપોર્ટ, આ તમામ નિદાન અને સારવાર કરી આપવા માં આવશે. *સોમવાર થી શુક્રવાર રોજ સવારના 9:30 થી 1 અને બપોરે 3 થી 5 ઓપીડી માં ધવલભાઈ પ્રજાપતિ એન શુભમ રાવત તથા સીતાબેન રબારી સેવા આપી રહ્યા છે.

સંપર્ક માટે

રાજેશ પલણ 9925140002

નીતિનભાઈઠકકર 9879122283

18, 19 અને 20 ફેબ્રુઆરીએ ઘાટકોપર પાટીદાર વાડીમાં મેડિકલ કેમ્પ

શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઇ) આયોજિત*

  • સહયોગી
    ઘાટકોપર મહિલા મંડળ ઘાટકોપર યુવક મંડળ
  • આયુર્વેદ કેમ્પ તા.18,19,20. 02. 2022 શુક્ર શનિ રવિ 3 (ત્રણ) દિવસ ઘાટકોપર પાટીદાર વાડી માં સવારે 9.30 થી 1 બપોરે 2 થી રાત્રે 8 વાગા સુધી રહેશે
  • ડો મૂળજી એલ ભલાણી નાડી વૈદ્ય પ્રાકૃતિક ચિકિતશા આયુર્વેદ અને કાયરોપ્રેક્ટિક મસાજ ના નિષ્ણાત
    મંગલ આરોગ્ય સાધના એ જીવનનું પ્રથમ સુખ છે.
  • સ્વસ્થ રહેવા માટે નેચરોપેથી, યોગ અને વનૌષધી માર્ગદર્શન અને સારવાર
    ઘૂંટણનો દુખાવો, પીઠનો દુખાવો, ગરદન અને ખભાનો દુખાવો, સાયટીકા, ન્યુરલજીયા, લકવો, સ્નાયુમાં દુખાવો, આધાશીશી, ઉધરસ, અસ્થમા, કફ, સોજો, અલ્સર, તાવ, ફ્લૂ, થાઇરોઇડ, પથરી. , ગેસ એસિડિટી, ડાયાબિટીસ, કબજિયાત, એપેન્ડિસાઈટિસ, પાઈલ્સ, બર્નિંગ, બીપી, ફેટનિંગ, પેટનું ફૂલવું, નબળાઈ, અનિદ્રા, સોરાયસીસ સહિત ત્વચાના કોઈપણ રોગ, ની સારવાર કરવામાં આવશે
    **કેમ્પમાં ભાગ લેવા આ સભ્યો પાસે નામ લખાવવા*
    *૧, મમતા વિરલ પોકાર 9870757973
    ૨, અશોક કરસન પોકાર 9321219813
    *૩, રાજેન્દ્ર ઉમર્શિ પોકાર 9323640989
    ૪, બાબુભાઇ નારણ ધોળું 8080800111
    *૫, રૂપેશ ડાયાલાલ શાખલા 9819785955
    6 સારીકા શૈલેષ રામાણી 9029330076
    *નોંધ ત્રણ દિવસમાં 120 થી 130 ની તપાસ થઈ શકશે માટે વહેલા તે પહેલાં ના ધોરણે લેવામાં આવશે

પ્રશાસને કોરોનાના વધતા જતા કેસોને કાબૂમાં લેવા અપીલ કરી છે

કચ્છ મા વધતા કેસો ને લઈ ને વહીવટી તંત્ર સફાળું જાગ્યું……નખત્રાણા ની મુખ્ય બજારો મા વથાન બેરું રોડ સહિત ના વિસ્તાર મા ખુદ મામલતદાર તેમજ પી આઈ દ્વારા નગર જનો ને સાવચેત રહેવા તેમજ કોરોના ગાઈડલાઈન નું પાલન કરવા અપીલ કરાઈ કોઈ પણ માસ્ક વિના બહાર ના નીકળે અન્યથા દંડ કરવા મજબુર થવું પડશે મામલતદાર ભભરત કુમાર દરજી. તેમજ પી આઈ બી એમ ચૌધરી સાથે પોલીસ સતાફ તેમજ વહીવટી તંત્ર દવારા નગર જનો ને અપીલ કરવા મા આવી હતી

કચ્છના ઘણા વિસ્તારોમાં માસ્ક પહેર્યા વિના લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે

ભાઈઓ ગાડી લઈને કચ્છમાં કોઈપણ તાલુકામાં જાઓ તો માસ્ક પહેરજો નહીતો 1000 ની પાવતી આપે છે ખાસ પોંઈટમાં નખત્રાણા થી ભુજ જતાં દેશલપર ચોકડી, મીરજાપર ચોકડી, ક્યારેક ક્યારેક માનકુવા અત્યારે છેલ્લી તારીખ ના હિસાબે ટાર્ગેટ પૂરા કરે છે તો આપની જાણ ખાતર જય લક્ષ્મીનારાયણ

માસ્ક માટે બીજા રાજ્યો કરતાં સૌથી વધારે રૂપિયા પડાવતી સરકાર ગુજરાત સરકાર

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ દ્વારા સ્વાધ્ય સુરક્ષા અભિયાન

ગ્રીન લેન્ડ કાઉન્સીલ
પુર્વ ઇચ્છ રીજીયન
www.yuvasangh.org
સહયોગી દાતાશ્રી : સ્વ. પ્રેમજીભાઈ ભાણજીભાઈ કેસરાણીની સ્મૃતિમાં
સ્વાધ્ય સુરક્ષા અભિયાન
ર૬ ડીસેમ્બર ૨૦૨૧ થી ૩૦ જાન્યુઆરી ર૦રર
.

સંજીવની ગૃપ દ્વારા નાના અંગીયા ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પ

તારીખ 5/12/21 ને રવિવારના રોજ સંજીવની ગ્રુપ – નાના અંગીયા આયોજીત*

KLC કચ્છ લાઈફ કેર હોસ્પિટલ* ભુજ અને નખત્રાણા સાથે *નાના અંગીયા નું સંજીવની ગ્રુપ* દ્વારા ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં *ફ્રી ચેકઅપ અને દવા પણ ફ્રી* માં અપવામાં આવશે. તો સર્વે ગ્રામજનો આ સેવાકીય કેમ્પનો લાભ લેશો જી.

સ્થળ :- નાના અંગીયા ગ્રામ પંચાયત

સમય :- 10.00 થી 2.00 કલાક

શરદ પૂર્ણિમાના દિવસે મેડિકલ કેમ્પનું આયોજન

તેમાતે ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રોટરી કલબ ઓફ મુંબઇ-ઘાટકોપર
ધ પી.એમ.પી. એસોસીએશન ઓફ ઇન્ડીયા – ગુજરાત શાખા
શ્રી ભોજાય સર્વોદય ટ્રસ્ટ ના સહયોગથી
આંખ, દાંત, સ્ત્રીરોગ તેમજ વિવિધ રોગ નિદાન કેમ્પ
તા. ૨૦-૧૦-૨૦૨૧, બુધવાર (શરદ પૂનમ) ના સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી
તેરમો દમ, શ્વાસ, એલર્જી (આયુર્વેદીક) કેમ્પ તેમજ દસમો વ્યસન મુકિત અભિયાન
તા. ૨૦-૧૦-૨૦૨૧, બુધવાર (શરદ પૂનમ) ના રાત્રે ૮:૦૦ કલાકે
** સ્થળ
:: સંપર્ક ::
ડો. ભાવિકાબેન પી. સોમૈયા : 9712418332
સોમૈયા હોસ્પિટલ 0.P.D.સેન્ટર
પિયુષ એચ. સોમૈયા: 98799 28382
નખત્રાણા-કચ્છ
સોમૈયા હોસ્પિટલ : 9409206002