નખત્રાણામાં નિ:શુલ્ક આંખનો કેમ્પ યોજાશે

કેમ્પ સ્થળ :
સેંઘાણી હોસ્પિટલ, સેંઘાણી કોમ્પ્લેક્ષ, વથાણ ચોક, નખત્રાણા
11-06-2024, મંગળવાર, સવારે 09 થી 11
સંપર્ક
સુર્યકાંતભાઈ ધનાણી – 9427760792, 9510887735

A sports festival was grandly organized by Sanatan Yuva Mandal, Junnar Division at Vadgaon Anand (Alephata)

જય લક્ષ્મીનારાયણ

છત્રપતિ શિવાજી રીજીયન અંતર્ગત આવેલ શ્રી ક. ક.પા. સનાતન યુવા મંડળ, જુન્નર વિભાગ દ્વારા ગત તા -૦૭/૦૧/૨૦૨૪ ના રોજ વડગાવ આનંદ( આળેફાટા) ખાતે ખેલ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
જેમાં નાના બાળકોથી લઈને યુવાઓ, વડીલો – માતાઓ માટે વિધ વિધ રમતોનું આયોજન કરવામાં આવેલ, અને તેમાં સહુ એ ઉત્સાહ અને ઉત્સ્ફૂરતાથી સહભાગી થઈ ને ખેલ મહોત્સવ ને સફળ બનાવેલ.
ખેલ મહોત્સવ અંતર્ગત નાના બાળકો માટે રનિંગ, ફ્રોગ જંપ, લીંબુ ચમચા, થ્રો બોલ, અને વડીલો તથા માતાઓ માટે દેસી રમત સટોડિયા અને રનીંગ જેવી રમતો તથા યુવાઓ માટે રનીંગ, રિલે, વોલીબોલ, થ્રોબોલ, રસ્સી ખેંચ, ગોળા ફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
સર્વે જન સહુ સાથે મળીને ચાલો રમીએ….. મળીએ….. અને મોજ કરિયે….. ના બ્રિદ વાક્ય સાથે સંપૂર્ણ દિવસ ભર વિવિધ મૈદાન પર થયેલ રમતોમાં સહભાગી થઈ ને આપણા બાળપણ ના દિવસો ની યાદો ને તાજી કરી આનંદ માણેલ…..

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન સમિતિ રક્તદાન શિબિરનું આયોજન કરે છે

સૌને મારા જય લક્ષ્મીનારાયણ

રક્તદાન વડે કોઈને જીવન આપી શકાય છે, જ્યારે નેત્રદાન વડે જીવનને માણવા માટે દષ્ટિ આપી શકાય છે , જીવન દરમિયાન રક્તદાન અગત્યનું છે તે જીવન બાદ નેત્રદાન તેમજ અંગદાન પણ એટલું જ મહત્ત્વનું છે.

તો ચાલો આપણે સૌ ભેગા મળીને આ મહાન સંકલ્પના ભાગીદાર બનીએ.!!
તો આપણા ગામના જે પણ મિત્રો આ સંકલ્પ લેવા માંગતા હોય તેઓ મને આ ફોર્મમાં પૂછવામાં આવેલી વિગતો whatsapp કરી શકે છે. અથવા તો આ ફોર્મ ભરીને પણ મને શેર કરી શકે છે. તમારા સંકલ્પની નોંધ કેન્દ્રીય હેલ્થ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવશે અને સર્ટિફિકેટ દ્વારા આપનું સન્માન પણ કરવામાં આવશે.
યાદ રાખો, આપનો એક સંકલ્પ અપના મૃત્યુ પછી અનેક જીવન ઉજાગર કરી શકે છે…!!

પાટીદાર યુવા સંઘ દ્વારા વડોદરા વિભાગ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી અ.ભા.ક.પા.યુવા સંઘ

નર્મદા કાઉન્સિલ
સરદાર પટેલ રીજીયન
વડોદરા વિભાગ

       *હેલ્થ ચેકઅપ કેમ્પ*

જય લક્ષ્મીનારાયણ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, ન્યુ વીઆઇપી રોડ ખાતે દશેરાના દિવસે *ASHIRWAD HOSPITAL & ICU * Dr. Prakashbhai Rasadiyaના માર્ગદર્શન હેઠળ હેલ્થ ચેકઅપ કેમ્પ* નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ એન્ડ ડિઝાસ્ટર ના કન્વીનર દીપકભાઈ કાલરીયા અને યુવક મંડળના સહમંત્રી જીતુભાઈ કાલરીયા એ ટીમ સાથે હતા જેમાં દરેકનું બ્લડપ્રેસર અને સુગર ચેક કરવામાં આવ્યું હતું, સાથે સાથે જરૂર મુજબ અમુક સભ્યોનો ઇસીજી ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો . સભ્યોએ પણ વિવિધ પ્રશ્નો પર માહિતી મેળવીને મૂંઝવણો દૂર કરી હતી. આ કેમ્પમાં સમાજના પુરુષો અને મહિલાઓ મળીને કુલ 86 જેટલા સભ્યોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જય લક્ષ્મીનારાયણ

સરદાર પટેલ રીજીયન
વડોદરા વિભાગ
શ્રી ક.ક.પા સનાતન યુવક મંડળ છાણી
વૃક્ષારોપણ

🌳🌳”TREES ARE VITAL, WITHOUT THEM LIFE WOULD BE FATAL”🌳🌳

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, ટીમ કૃષિ અને પર્યાવરણ પ્રેરિત સ્વ. ડૉ. વસંતભાઈ ધોળુને સમર્પિત ”MISSION GREEN INDIA” અંતર્ગત, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન તા : 06/08/2023 ના આશાપુરી ટિમ્બર કુ.- છાણી, મુકામે કરવામાં આવેલ. યુવક મંડળના પ્રમુખ રાજેશભાઈ પોકારના નેતૃત્વમાં સવારે 9:30 વાગે સમાજના વડીલો, યુવક મંડળના કારોબારી સભ્યો તથા નાના બાળકો એકત્રિત થયા. ભાવિ પેઢીના સારા ભવિષ્ય માટે વૃક્ષારોપણના આ ખૂબ જ સુંદર કાર્યક્રમમાં સૌએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

PRO
છાણી યુવક મંડળ

સાંગલી યુવા સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

સાંગલી યુવક મંડળ દ્વારા આયોજિત રકતદાન શિબિર. ૨૦૨૩
આપણા સમાજ ના સનાત આદ્યસુધારક આદરણીય પરમપૂજ્ય શ્રી નારણબાપા રામજી લીંબાણી,શ્રી કેસરાબાપા પરમેશ્વરા સાંખલા ની જન્મતિથિ તેમજ પરમપૂજ્ય સંત શ્રી લાલરામ મહારાજ ની પુણ્યતિથી નિમિત્તે યુવાસંઘ ના DMG રિજીયન માં ૩૩ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી સ્વ:ડૉ.વસંતભાઈ ધોળુ ને શ્રદ્ધાંજલિ ને અર્પિત કરી ઉજવણી કરી રહ્યા છીએ..
ત્યારે સાંગલી યુવક મંડળ દ્વારા યુવાસંઘ ની હેલ્થ&ડિઝાસ્ટર થીમ અંતર્ગત તા:૨૫/૭/૨૦૨૩ ના પાટીદાર ભવન માં યુવક મંડળ,સમાજ,મહિલા મંડળ અને આચાર્ય શ્રી તુલસી બ્લડ સેંટર ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૫ મહિલાઓ અને ૭૨ ભાઈઓ દ્વારા આમ ટોટલ ૮૭ યુનિટ બ્લડ ડોનેટ કરી માનવ કલ્યાણ કાર્ય માં સહયોગી થઈ ઉપરોક્ત વડીલોને પુષ્પાંજલી સમર્પિત કરી હતી..
આ માનવ કલ્યાણ કાર્ય ને પ્રોત્સાહન આપવા હેતુ વિશેષ ઉપિસ્થત શ્રી શિવપુરાણ કથા ના વકતા પ.પૂ જય શ્રીદેવી ઉપસ્થિત રહી આશીર્વાદ આપેલ. તેમજ સાંગલી સમાજ ના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ લીંબાણી,મહામંત્રી મનુભાઈ વાઘડીયા,યુવા મંડળ હેલ્થ & ડિઝાસ્ટર કન્વીનર ચેતનભાઈ પોકાર,ક્રિષ્ના વિભાગના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ વાસાણી,DMG વેબકોમ લીડર નિરવ નાકરાણી,સાંગલી યુવક મંડળ ના તુલસીભાઈ પોકાર,મહામંત્રી નિલેશભાઈ વાસાણી તેમજ સમાજ ના હોદેદારો,ભાઈઓ બહેનો બહુસંખ્યા માં ઉપિસ્થત રહી આયોજન સફળ બનાવેલ..
વિશેષ માં સાંગલી યુવા મંડળ ના IPP અશોકભાઈ પોકાર એ ૫૦ મી વખત રકતદાન કરી મહાન કાર્ય કરેલ છે.

લેવા પટેલ હોસ્પિટલ, ભુજ દ્વારા 24મી જૂને દરેક વ્યક્તિ માટે મફત આંખના ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

લેવા પટેલ હોસ્પિટલ ભુજમાં તારીખ. 24 .6 .2023 ને શનિવારના રોજ મોતીયો, વેલ નો ફ્રી ઓપરેશન નું કેમ્પ છે .જેમાં કોઈપણ વર્ગના લોકો લાભ લઈ શકશે. અને સારી ગુણવત્તા વાળો નેત્રમણી બેસાડી આપવામાં આવશે .નામ નોંધાવવા માટે મોબાઈલ નંબર 97 238 89297 અને 02832 230 132 પર સંપર્ક કરવો.

ઈન્દોર પાટીદાર સમાજ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

💐જય લક્ષ્મીનારાયણ💐
શ્રી કચ્છ કડવાપાટીદાર સનાતન સમાજ ધાર રોડ ઈન્દૌર

   સર્વે સભ્યો ને જણાવવાનું  કે તારીખ.*21-6-2023 બુધવાર*  ના *અંતરરાષ્ટ્રીય યોગ દિવસ*  નિમિત્તે  *યોગ શિબિર*  નું આયોજન કરવામાં આવ્યુ જેમાં સમાજ ના લોકો એ હર્ષ ઉલ્લાસ થી ભાગ લીધો અને યોગ દિવસને સફળ બનાવ્યો

યોગ ગુરુ – કુમારી શિવાની સતીશ ભાઇ નાકરાણી એ પોતાના જ્ઞાન સ્વરૂપે ખુબ સરસ રીતે યોગ શીખવાડ્યો તે બદલ તેમને ખુબ ખુબ ધન્યવાદ

દેવસ્ય સાંખલાને રાજકીય સ્તરે યોગમાં એવોર્ડ મળ્યા છે

21 જૂન વિશ્વ યોગ દિવસ.

જય સનાતન

   *સનાતની પાટીદારનું ગૌરવ એવા અમદાવાદ નિવાસી દેવસ્ય સાંખલા જે રાજકીય સ્તરે યોગા માં પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે અને તેમના દ્વારા કરેલ અદ્ભુત યોગા ના વિડિયો.*
   *AVKKP સ્પંદન સાધના પરીવાર ના કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે આપ આ વીડિયોને વધુ મા વધુ શેર કરો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ્.*

બેંગ્લોર પાટીદાર સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

🙏જય લક્ષ્મીનારાયણ 🙏
જય ઉમિયા માં સાથે જણાવવાનુ બેંગલોર પાટીદાર સમાજ (પીનીયા) દ્વારા આજ રોજ તારીખ ૨૧ જૂન ૨૦૨૩ આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર સમાજ ના સભ્યો દ્વારા સામુહિક યોગ સાધના કરવામાં આવેલ.