કચ્છ કડવા પાટીદાર સમાજ ના પૂર્વજો અને આગેવાનો એ મળી ને આપસી સહયોગ અને સમાજીક એકતા કાયમ કરવા ના હેતુસર સમગ્ર વિશ્વ માં વિવિધ સમાજો અને સમાજ ભવનો નો નિર્માણ કર્યો.
વર્ષો સુધી દેશ અને વિદેશ માં સ્થિત સમાજો એ વગર કોઈ ભેદભાવ, હર એક કચ્છ કડવા પાટીદાર વ્યક્તિ ને સહયોગ આપ્યો અને પોતાની સમાજ માં સ્વાગત કર્યું.
પરંતુ KKP લોકો ના આર્થિક વિકાસ, સમાજ ભવન ની વધેલી મિલકર મૂલ્ય (property valuations), અને પાટીદારો માં દિવસે દિવસ ગટતા જતા આપસી સ્નેહ અને સદ્ભાવ ને કારણે, આજે પાટીદારો સંકુચિત માનસિકતા ધરાવતા થયા છે.
દુર્ભાગ્ય જ છે કે દેશ ના વિવિધ શહરો માં આવેલા સમાજો એ, નવા આવતા પાટીદારો માટે, પોતાના દરવાજા બંદ કરી નાખ્યા છે. કોઈ બીજા ગામ / શહેર થી આવેલા આપડા જ કણબી ભાઈયો થી કાં તો મેમ્બર બનવા માટે મોટી રકમ લેવા માં આવે છે, કાં તો મેમ્બર બનાવામાં જ ના પાડે છે.
આવું વર્તન તો સમાજ નહિ કોઈ ક્લબ નું હોય છે.
નવા સભ્યો પાસે મોટી રકમ મેમ્બરશિપ ફીસ માગનારી સંસ્થા ને શું સમાજ કહી શકાય?
તમારો બહુ મૂલ્ય વિચાર કોમેન્ટ કરી જરૂર જણાવશો.