આજે સવારમાં કોનુ મોઢું જોયું હતું???

એક નગરમાં રાજાના મહેલની સામે જ મોટો ઘંટ રાખવામાં આવ્યો હતો. નગરજનોને જયારે પણ ન્યાયની જરૂર પડે ત્યારે તેઓ એ ‘ઘંટ’ વગાળીને રાજાને બોલાવી શકે અને પોતાની વાત સીધી રાજા સમક્ષ જ રજૂ કરી શકે. આવી અકબરના રાજમાં ન્યાય મેળવવાની સુચારુ પદ્ધતિ હતી.

   એક દિવસ એક ગરીબ વ્યક્તિ વહેલી સવારમાં, ઘંટ વગાડીને રાજા પાસે ન્યાયની માંગણી કરવા અકબરને ભર ઊંઘમાંથી જગાડ્યા. પરોઢિયાની ગાઢ નીંદરમાંથી જાગેલા રાજાને પેલા વ્યક્તિની મામૂલી ફરિયાદ સાંભળી ખૂબ ગુસ્સો આવી ગયો.ત્યારે જ રાજાને થયું કે, ‘આજે તો દિવસની શરૂઆત જ ખરાબ થઈ’. 

  આ વાતને ભૂલી રાજા પોતાના નિયમિત કામોમાં લાગી ગયા પણ આ શું?!… દિવસના લગભગ દરેક કામોમાં કંઈકને કંઈક વિઘ્ન અને મુશ્કેલીઓ આવી અને લગભગ દરેક કામ અસફળ રહ્યા, તેમજ આખો દિવસ કોઈને કોઈ વિચિત્ર ઘટનાઓ ઘટી. આ જોતા એક દરબારીએ રમૂજમાં રાજાને કહ્યું, “શહેનશાહ, આજે સવાર – સવારમાં કોનું મોઢું જોયું હતું! જેથી આપનો આખો દિવસ ખરાબ ગયો”. આ વાત રાજાના મનમાં ઘર કરી ગઈ .એને થયું કે, વાત તો સાચી છે! જરૂર મેં આજે સવારે પેલા અપશુકનિયાળ વ્યક્તિનું મોઢું જોયું માટે જ આજે મારો દિવસ ખરાબ ગયો.

  રાજાએ સિપાહીને આદેશ આપ્યો કે, જાઓ! તે વ્યક્તિને અહીં હાજર કરો. તેને રાજાનો દિવસ બગાડ્યો છે તે બદલ તેને ફાંસીની સજા થશે. પેલો ગરીબ વ્યક્તિ રાજાની આવી કડક સજા સાંભળીને ડરી ગયો. તે ચિંતાતુર થતો, બીકનો માર્યો તાબડતોડ રાજાના નવ રત્નોમાંના એક બીરબલ પાસે ગયો અને આખો ઘટનાક્રમ સંભળાવીને કહ્યું,” બચાવી લો મને! મારો પરીવાર અનાથ થઈ જશે. હવે તમે એક જ મારી સંકટ સમયની સાંકળ છો! બીરબલે તે ભાઈને સાંત્વના આપી અને ચિંતામુક્ત થઇ જવા કહ્યું.

   આખરે ફાંસી આપવાનો સમય થયો. પેલા વ્યક્તિને હાજર કરવામાં આવ્યો. ખરા સમયે બીરબલ ત્યાં આવ્યો અને રાજાને કહ્યું,” શહેનશાહ, આ તો અધૂરો ન્યાય કહેવાય! અકબરે આશ્ચર્ય સાથે બીરબલ સામે જોતાં પૂછ્યું,” અધૂરો ન્યાય કેમ?” બીરબલે કહ્યું,” હા, શહેનશાહ…કેમકે, આપે તો આ વ્યક્તિને જ ફાંસીની સજા સંભળાવી, પણ આ ગુનામાં તો તમને પણ ફાંસી થવી જોઇએ એ સજા તો આપે હજુ સંભળાવી જ નથી! ” આ સાંભળીને અકબરની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઇ અને રાતા- પીળા થતા અકબરે કહ્યું, “આ શું બોલે છે તું મને ફાંસી કેમ?! બીરબલે નમ્રતાથી અને શાંતચિત્તે રાજાને કહ્યું, “જો સવાર – સવારમાં આ નિર્દોષ વ્યક્તિનું મોઢું જોવાથી આપનો આજનો દિવસ ખરાબ ગયો જેની સજા તેને ફાંસી થઇ પરંતુ આ નિર્દોષ વ્યક્તિએ તો સવાર- સવારમાં આપનું મુખ જોયું હતું અને એની તો આખી જીંદગી ખરાબ થઇ ગઇ. તેનો આખો પરીવાર બરબાદ થઈ જશે તો… તેના ગુનેગાર ‘આપ’ થયા તો આપને પણ ફાંસીની સજા જ થવી જોઈએ ને!

    અકબરને બીરબલની આખી વાત સીધેસીધી ગળે ઉતરી ગઇ અને પેલા નિર્દોષ વ્યક્તિની ફાંસીની સજા માફ થઇ ગઇ અને એક નિર્દોષનો જીવ પણ બીરબલની સૂઝબૂઝથી બચી ગયો.

   આપણે પણ ઘણી વખત કહીએ છીએ કે, ખબર નહી સવાર – સવારમાં કોનું મોઢું જોયું કે… આજે આખો દિવસ સારો/ખબર ગયો! એક રમુજી વાત કહુ તો, જો સવાર – સવારમાં હસમુખા ચહેરાવાળી રૂપાળી – ગોરી બબીતાને જુએ તો જેઠાલાલનો દિવસ પણ સુંદર જાય છે! પણ… શું ખરેખર એ સાચી વાત છે કે કોઈ ખાસ વ્યક્તિનો ચહેરો જોવાથી દિવસ સારો કે ખરાબ જાય??? 

   ના, એ વાત બિલકુલ સાચી નથી કે… કોઈનો ચહેરો જોવાથી આપણા જીવન પર કોઈ અસર ન થાય! જરૂર અસર થાય…પ્રશ્ન એ છે કે આવું કેમ થતું હશે? આપણા મનમાં એક વાત ઘર કરી ગઇ છે કે, આ વ્યક્તિ કે વસ્તુ મારા માટે શુભ કે અશુભ છે અને પછી જ્યારે પણ એ વ્યક્તિ કે વસ્તુ સામે આવે ત્યારે તેના પ્રત્યેના આપણા વિચાર એકદમ પાવરફુલ બની જાય છે અને તેથી જ… વારંવાર એક જ પ્રકારના વિચારો કરવાથી આપણી સાથે સારી/ ખરાબ પરિસ્થિતિઓ કે ઘટનાઓ નિર્માણ થવાનું શરૂ થઇ જાય છે અને આપણે એવું માની બેસીએ છીએ કે, કોઈ વ્યક્તિ કે વસ્તુના કારણે મારી સાથે આવું બન્યું!

   ગાંધીજીએ પણ કહ્યું છે કે, મનુષ્ય જેવું વિચારે છે, એવી ઘટનાઓ તેની આસપાસ બનવાની શરૂ થઈ જાય છે. એક બિચારી કાળી બિલાડી પસાર થાય અને આપણે કહીએ કે, બસ….હવે તો કંઇક અપશુકન થશે જ! અને પછી કંઈક થાય તો, દોષનો ટોપલો બિચારી બિલાડી પર જઈને ફૂટે! પણ આમાં બિલાડીનો કોઇ વાંક નથી! પરંતુ બિલાડીને જોઈને મનમાં જે નેગેટીવ વિચારોનું વંટોળ ફૂંકાયુને એના કારણે જ આ અણગમતી ઘટનાઓ બની! આ બીજું કંઇ નહી, પરંતુ સબકોન્સિયસ માઇન્ડનો મેજીક છે.

    જે વ્યક્તિને આપણે યાદ કરીએ કે જેના વિષે સતત વિચાર્યા કરીએ, તે વ્યક્તિના વાયબ્રેશન અને વિચારો સાથે એક અદ્રશ્ય કનેક્શન થઈ જાય છે અને ધીરેધીરે સામેની બાજુ વિચાર કે યાદ કરનાર વ્યક્તિની વિચારધારા પણ તેના જેવી જ બની જાય છે!

   ચાલો, આ જ સબકોન્સિયસ માઇન્ડના મેજીકને એક અલગ પોઝિટિવ વે થી લઇએ ?!! જો સવાર- સવારમાં કોઈ વ્યક્તિને મળવાથી, જોવાથી કે તેના માત્ર વિચારો કરવાથી આખા દિવસ પર અસર રહેતી હોય, તો સવારમાં ઉઠતાની સાથે જ પહેલો જ વિચાર કે યાદ જો પરમાત્માને કરવામાં આવે અથવા કોઈ કલ્યાણકારી,પવિત્ર અને શક્તિશાળી વિચારોથી દિવસની શરૂઆત કરવામાં આવે તો…એનું કેટલું સુંદર પરીણામ મળે!

    સર્વશક્તિમાન પરમાત્માની યાદથી જો દિવસની શરૂઆત કરીશું તો, તેની સર્વ શક્તિઓનો સંચય આપણામાં સહજ રીતે થશે અને તેથી જ, એ શક્તિ દિવસ દરમ્યાન એક સુપર એનર્જી અને પોઝિટિવિટી આપશે તેમજ નેગેટિવિટીની સામે રક્ષાકવચ બનીને રક્ષા પણ કરશે. પરમાત્માને યાદ કરવાથી સુખ, શાંતિ, પ્રેમ, આનંદ અને પવિત્રતાનો પણ અનુભવ થશે તેમજ શાંતચિત્તે અને પ્રફુલ્લિત મનથી નિર્ણયો લેવામાં ક્યારેય ચૂક પણ નહીં થાય અને દરેક કામમાં સ્ફૂર્તિ, શક્તિ અને ખુશીનો પણ અનુભવ થશે. ક્યારેય મૂડ ઓફ, કંટાળો કે ચીડચીડાપણું કે નિરાશાની ફિલીગ પણ નહીં આવે. છે ને કેવું મેજીક!!

   તો, સવાર- સવારમાં કોઈ  વ્યક્તિને યાદ કરવાના બદલે પરમાત્માને યાદ કરીશું તો સારું કે ખરાબ થવાનો સવાલ જ પેદા નહી થાય! માત્ર, કલ્યાણ જ કલ્યાણ થશે.

પ્રિયા રજત ચોપડા
વડાગામ (હાલ- નરોડા, અમદાવાદ)

+91 84603 75695

બાપા એ આંબો વા’યો

એક’દી ચાલ્યો હું સવારે
નદી-નદી તટ ચાલતો આરે
મંદ પવન મન-મન હરખારે
પુલક-પુલક તન આજ થારે

સુંદર જંગલ મંગળ દેખું
બાગ-બગીચા ઉપવન નીરખું
કળ- કળ ઝરણાં મીઠાં ભાખું
કુદરત નાં અમૃત ફળ ચાખું

બૈઠા ઘરડા ત્યાં જોયા બાપો
આંખલડીએ અંધાપા નો છાપો
ખોદતા ધરા માં પાડતા ખાંપો
વાવતા ગોટલી આંબા નો રોપો

ચડી મશ્કરી યુવા લોહી માં
વાત પુછી હેલ-ફેલ હલકટ માં
શું વાવો ધરતી ના પટ માં ?
મહેનત કરો ખોટી નફફટ માં

ક્યારે ઉગશે ક્યારે ફળશે
આંબા નું ફળ તમને ના મળશે
કાલે તમારૂં જીવન ખળશે
ખાખ કાયા માટી માં ભળશે

વાત કરી દીકરા તેં હાચી
તારી વાત મતી છે કાચી
ભલે તેં ચાર ચોપડીઓ વાંચી
જગ સુખ જોઈ મૈં આંખો મીચી

વાવતો હું સંસાર ને માટે
મુજ સ્વારથ નહીં તારા માટે
ખાજો ફળ તમે મારા હાટે
મીઠો રસ તુજ છોરાં ચાટે

ના વાવું ફળ ઝાડ જો મીઠાં
જંગલ થાય રણ જેવાં દીઠાં
ફળતાં ફળ પડતાં જો હેઠાં
ધન્ય બાપ વેણ બોલશે મીઠાં

વૃક્ષ દેવ છે વૃક્ષ છે ઉજળું
ખોલ દીકરા મગજ નું તાળું
છોડ માં રણછોડ ને ભાળું
જા બેટા કરી આવ તૂં વાળું


જયંતી લાલ એમ. છાભૈયા
ગામ. રણજીતપુરા હાલે. વડોદરા
મો. 94281 84968

solar system

આપણું સૌરમંડળ

નમસ્તે મિત્રો,


આજની આ બ્રહ્માંડની સફરમાં આપ સૌનું સ્વાગત છે.
તમે જાણો છો તેમ આપણા સૌરમંડળમાં કેન્દ્રસ્થાને ‘સૂર્ય’ છે અને તેની આસપાસ અનુક્રમે બુધ (Mercury), શુક્ર (Venus), પૃથ્વી (Earth), મંગળ (Mars), ગુરૂ (Jupiter), શનિ (Saturn), યુરેનસ (Uranus) અને નેપ્ચ્યુન (Neptune) એમ આઠ ગ્રહો પ્રદક્ષિણા કરે છે. જાે કે સાલ ૨૦૦૬ પહેલાં આપણા સૌરમંડળના ગ્રહોની કુલ સંખ્યા નવ હતી, પરંતુ ઈ.સ. ૨૦૦૬માં INTERNATIONAL ASTRONOMICAL UNION (IAU) નામની સંસ્થાએ આપણી સૌરમંડળના ગ્રહોને લગતા નવા નિયમ અને ધારાધોરણો ઘડ્યા. જેમના મુજબ પ્લુટો (Pluto)ને આપણા સૌરમંડળના ગ્રહમાંથી નિષ્કાષિત કરવામાં આવ્યો અને કુલ આઠ જ ગ્રહ રહ્યા.


ઈ.સ. ૧૪મી સદી પહેલા એવી માન્યતા હતી કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય તથા અન્ય ગ્રહો પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. પરંતુ ઈ.સ. ૧૪૭૩માં પોલેન્ડમાં જન્મેલા ‘નિકોલસ કોપરનીકસ’એ શોધી કાઢ્યું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તથા બીજા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પરંતુ તે વખતના રૂઢીચુસ્ત પોપના ડરના કારણે તેનું સંશોધન તેના મૃત્યુ પછી પ્રકાશિત કરવામાં આવ્યું. ત્યારબાદ ઈ.સ. ૧૫૬૪માં ઈટલીમાં જન્મેલા ‘ગેલીલીઓ ગેલીલી’એ શોધેલા દૂરબીન વડે સાબિત કરી બતાડ્યું કે સૂર્ય સ્થિર છે અને સૂર્યમાળાના બીજા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. ત્યારબાદ લોકોની માન્યતા ધીરે ધીરે બદલાતી ગઈ.


આ તો વાત થઈ સૂર્યમાળાના ગ્રહોની ગોઠવણીની. હવે આપણે વાત કરીએ તેમના વચ્ચેના અંતરની (Distance). તો સૌ પહેલા સૂર્યથી બુધ (Mercury)નું અંતર અંદાજિત ૫,૭૯,૧0,000 KM. થાય છે. ત્યારબાદ સૂર્યથી શુક્ર (Venus)નું અંતર અંદાજિત ૧0,૮૨,00,000 KM. થાય છે. જ્યારે સૂર્યથી પૃથ્વી (Earth)નું અંતર અંદાજિત ૧૪,૯૬,00,000 KM. થાય છે. આ અંતરને બીજી રીતે વર્ણવું હોય તો આ બ્રહ્માંડમાં સૌથી વધુ ઝડપ પ્રકાશના કિરણોની છે. જે ૧ સેકન્ડના લગભગ ૩,00,000 KM. ની છે. (૩,00,000 KM/Sec). એ રીતે ગણતરી માંડીએ તો સૂર્યમાંથી નીકળેલા પ્રકાશના કિરણોને પૃથ્વી પર પહોંચતા અંદાજિત ૮ Minutes ૨0 second જેટલો સમય લાગે છે. આ વસ્તુ ને બીજી ભાષા માં સમજવું હોય તો ધારો કે સૂર્યનો ગોળો અચાનક ઓલવાઈ જાય (પ્રકાશના કિરણો ઉત્સર્જિત કરવાનું બંધ કરી દે) તો આપણને પૃથ્વી પર તેની ખબર અંદાજે ૮ Minutes ૨0 second ૫છી પડે. આ ઉદાહરણ પરથી તમને સૂર્યથી પૃથ્વીના અંતરનો ખ્યાલ આવી ગયો હશે.

સૂર્યથી પૃથ્વીના આ અંતરને ખગોળ વિજ્ઞાનની ભાષામાં ૧ Astronomical Unit પણ કહે છે. એટલે કે ૧ AU = ૧૪,૯૬,00,000KM. હવે બાકીના ગ્રહોનું સૂર્યથી અંતર ક્રમશઃ વધતું હોવાથી આપણે તેમને Astronomical Unit (AU)ના રૂપમાં ઓળખશું. હવે પૃથ્વીથી થોડા આગળ વધીએ તો મંગળ (Mars) ગ્રહ જેમનું સૂર્યથી અંતર અંદાજિત ૧.૫૨૪ AU છે. અત્યાર સુધીના ચાર ગ્રહો અનુક્રમે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આપણે જાેયા. જે Solid Rock Planet (ખડકીય ગ્રહ)ની શ્રૃંખલામાં આવે છે. જેમને એક નક્કર સપાટી છે. જ્યારે ત્યારબાદના બાકી રહેલા ચારેય ગ્રહો અનુક્રમે ગુરૂ, શનિ, યુરેનસ અને અને નેપ્ચ્યુન એ વાયુના ગોળા છે (Gas Giant) તેમને કોઈ નક્કર સપાટી નથી. પરંતુ તેમની ચર્ચા કરીએ તેનાથી પહેલા એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે લઘુગ્રહો/વિશાળ ખડકોનો એક મોટો પટ્ટો આવેલો છે જે Asteroid Belt તરીકે ઓળખાય છે. ગ્રહો રચાયા હશે, ત્યારે જે વિશાળ ખડકો ભેગા મળીને ગ્રહ રચી શક્યા નહીં હોય તે નાના-મોટા લઘુગ્રહોમાં પરિણમ્યા હોવા જાેઈએ, તેમ માનવામાં આવે છે. આવા નાના-મોટા મળી અસંખ્ય લઘુગ્રહો છે. તે પૈકી પચાસ હજાર તો (૫0,000) તો એટલા મોટા છે કે તેને ટેલીસ્કોપ (દૂરબીન)થી શોધી શકાય છે. એવું માનવામાં આવે છે કે સાડા છ કરોડ વર્ષ પહેલા “ડાયનાસોર” જેવા મહાકાય પ્રાણીઓ પૃથ્વીના પટ પરથી સાફ થઈ ગયાં તેનું કારણ આવા કોઈ લઘુગ્રહનો પૃથ્વી પર પ્રપાત હતો.


આ તો થોડી માહિતી થઈ લઘુગ્રહો વિશે. તેમનાથી આગળ વધીએ તો હવે આવે છે “ગુરૂ ગ્રહ”. સૃૂર્યથી ગુરૂ ગ્રહનું અંતર અંદાજિત ૭૭,૮૫,૪૭,૨00 KM. અથવા ૫.૨ AU જેટલું છે. આ ગુરૂ ગ્રહ આપણી સૌરમાળાનો સૌથી મોટો ગ્રહ છે અને તેને ૭૯ શોધાયેલા ઉપગ્રહો છે. જે ગુરૂ ગ્રહની પ્રદક્ષિણા કરે છે. આ ઉપગ્રહો પૈકી “યુરોપા” નામના ઉપગ્રહ પર વૈજ્ઞાનિકો જીવનની સંભાવનાઓ ચકાસી રહ્યા છે.


ત્યારબાદ હજી તેનાથી આગળ જતાં આવે છે શનિ ગ્રહ (Saturn). સૂર્યથી શનિ ગ્રહનું અંદાજિત અંતર ૧,૪૩,૪0,00,000 KM. અથવા ૯.૬ (AU) જેટલું થાય છે. આ અંતર સૂર્યથી ગુરૂના અંદાજિત અંતરથી બમણા અંતર જેટલું થાય છે. આપણી સૌરમાળામાં શનિને બધા ગ્રહથી અલગ કરતું હોય તો તે છે શનિની ફરતે આવેલા વલયો, જે નાના-મોટા રજકણો (ખડકો)થી બનેલી છે. અને શનિને વર્તુળ આકાર ચક્કર લગાવે છે. આ સાથે શનિ ગ્રહને આ જ સુધી શોધાયેલા ૮૨ ઉપગ્રહો આવેલા છે. જે શનિ ગ્રહની આસપાસ વર્તુળ કક્ષામાં પરિભ્રમણ કરે છે.


અહીં પણ આ બધા ઉપગ્રહો પૈકી “ટાઇટન” નામના ઉપગ્રહ પર વૈજ્ઞાનિકો જીવનની સંભાવનાઓ ચકાસી રહ્યા છે. ત્યારબાદ હજી સૂર્યથી દૂર જતા અનુક્રમે યુરેનસ અને છેલ્લે નેપ્ચ્યુન નામના બે ગ્રહ આવે છે. જેમનું સૂર્યથી સરેરાશ અંતર અનુક્રમે ૧૯.૨ AU અને ૩0.૧ AU થાય છે.

નવા સંશોધન પ્રમાણે આ બંને ગ્રહોમાં થીજેલા એસિડ બરફોના પ્રદેશો આવેલા છે. જે સૂર્યથી આટલી દૂરીના કારણે સંભવ હોઈ શકે. આટલા દૂરના અંતરે સૂર્યનો પ્રકાશ લગભગ નહિંવત પ્રમાણમાં પહોંચે છે. જેમના કારણે બરફના પ્રદેશો બનેલા હોઈ શકે. નેપ્ચ્યુનનું તો અંદાજિત સરેરાશ તાપમાન -૨00°C જેટલું હોય છે.


અહીં આપણા સૌરમંડળના ગ્રહો પુરા થાય છે. પણ આપણા સૌરમંડળની હદ હજી બાકી છે. સૂર્યથી લગભગ ૩0 AU થી લઈને ૫0 AU સુધી લઘુગ્રહોનો એક વિશાળ પટ્ટો આવેલો છે. જેમને “Kuiper Belt” કહે છે, જેમાં મહાકાય રૂપના લઘુગ્રહો આવેલા છે. પ્લુટો પણ આ Kuiper Beltનો સદસ્ય છે. જે ૨00૬ સુધી આપણા સૌરમંડળના નવમા ગ્રહ તરીકે ઓળખાતો હતો. એક વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે ભૂતકાળમાં આ Kuiper Belt માંથી કોઈ એક પાણીના બરફથી ભરેલો લઘુગ્રહ ભટકીને પૃથ્વીની કક્ષામાં આવી ચડતા પૃથ્વી સાથે તેમની અથડામણ થઈ અને જેના ફળ સ્વરૂપ પૃથ્વીમાં પાણીનો ભંડાર ઉદ્‌ભવ્યો. હજી તેમનાથી આગળ જતા “

Oort Cloud” નામે ઓળખાતો વિસ્તાર આવે છે. જે પણ બર્ફીલા લઘુગ્રહોનો બનેલો વિશાળ ભાગ છે. અહીં આવીને આપણા સૌરમંડળની હદ સમાપ્ત થાય છે. ત્યારબાદ Interstellar (તારાઓની વચ્ચે) Travel ચાલુ થાય છે.

ગરીબી ક્યાં છે ?

આજે વાત કરવી છે એક સત્ય ઘટનાથી. મારી આંખથી જોવાયેલી ઘટના. આ ઘટનાનાં અંતે ગરીબી ક્યાં છે? આ સવાલનો જવાબ આપોઆપ જડી જશે.

                             શિયાળાની સવાર જલ્દી ઉઠવા દે નહી.જેમની પાસે ઘર હોય એમને.જેમની પાસે એક મોટી, જાડી, ગરમ ચાદર હોય એમને. હું ય એ દિવસે થોડો મોડો ઉઠ્યો. અને રોજની જેમ આગળ હીંચકા પર પેપર વાંચવા બેઠો. સામે નવા બની રહેલા ઘરમાં ધાબાંનું ચણતર ચાલતું હતું. ઘરની બહાર મજૂરો, જમણે જુઓ, ડાબે જુઓ ખાલી મજૂરો જ દેખાય. પેપર વાંચવામાં મશીન અને મજૂરોનો આવાજ ખલેલ પડતો હતો. મારું ધ્યાન વારંવાર બહાર જતું હતું.

                            નિફ્ટી અને સેન્સેક્સ, રસ્તા પરથી મળેલી લાશ, નેતાઓએ મારેલા ગપ્પા, ક્યાંક તણાઈ ગયેલી ભેશ મને જોર જોરથી બૂમો પાડી પેપર તરફ મારી આંખો ખેચી રહી હતી. પાનું ઉથલાવી માંડ બીજા પાને પહોંચ્યા ત્યાં તો મારાથી રહેવાયું નહીં. ઘરની આગળ કલબલાટ કરતા મજૂરોના છોકરાઓને મે એક રોક દીધી. બધા ભાગી ગ્યા. એ બધાને જાળીએ ઉભો રહી જોતો મારો “વેદ” રડવા લાગ્યો. એને પેલા છોકરાઓને જોવામાં મજા પડતી’તી એટલે એ ય રડતો અંદર ભાગી ગયો.

                             પેપરમાંથી પાછી બૂમો સંભળાઈ. આ વખતે મકાન ચણતા પડી ગયેલ એક ભાઈ એ બૂમ પાડતો હતો.પાનું ઉથલાવ્યું ત્યાં ફરી આવાજ થયો. આ વખતે પેપર આપો આપ બાજુએ મુકાઈ ગયું. નજર એક છોકરા પર પડી. એની માં તગારામાં રેતી ભરીને ઠાલવે એટલે એ છોકરું પણ એક વાટકામાં રેતી ભરીને ઠાલવે.એને એમાંય મજા પડતી હોય એવું લાગ્યું. બે ત્રણ વાર ખુલ્લા પગમાં કોઈ કાંકરી વાગતા પડીએ ગ્યો પણ પાછો રેતી ભરવા જાય, રેતી ઠાલવે.ત્યારે જ મારી ડિક્સનરીમાંથી ગરીબી શબ્દ હવામાં ઉડતો દેખાયો.એ ધીરે ધીરે ઉડતા અચાનક રેતીના ઢગલામાં જઈને પડી ગયો.અચાનક ઓલું છોકરું એના દોસ્તારો સાથે એ રેતીના ઢગલામાં આળોટવા લાગ્યું.

                                         મિત્રો, આ નાનકડી ઘટના પરથી એક વસ્તુ સમજ્વામાં આવી કે સમય ગમે તેટલો સારો કે ખરાબ હોય પરંતુ, જે વ્યક્તિ ભૌતિક , સુખ-સાધનોને સુખ કે અમીરાઇ માનતો હોય તો તેની ક્યાક ભૂલ હોઇ શકે. આજે આપણી આસપાસ કદાચ એવા વ્યક્તિઓ જોવા મળે છે કે  કદાચ મોંઘી ગાડી , બંગલા બધુજ જ હોવા છતા શાંતિથી ઊંઘ નથી લઈ શક્તા. તે મુખ પર બનાવટી હાસ્ય રાખી  પોતે અંદર ને અંદર દુખી થતો હોય છે.

                                       અંતે , ટૂંકમાં વાર્તાનો સાર કાઢીએ તો જે વ્યક્તિની ઇચ્છાઓ મર્યાદિત , વર્તમાનમાં જીવતો, ઈર્ષાઓથી દૂર , જે નિખલસતાથી હસી શકતો હોય તેજ વ્યક્તિ અમીર છે બાકી ગરીબી ચારેય તરફ છે, આપણા બંગલામાં, આપણી મોટી મોટી ગાડીઓમાં, આપણી ના પૂરી થતી ઊંઘમાં,આપણા નકલી સંબંધોમાં, આપણાં નકલી હાસ્યમાં ગરીબી બધે જ છે. અને એજ ગરીબી આંખો સિવાય બીજે ક્યાય નથી.

દયાપરમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ સનાતન મંદિરની વાર્તા

………જય સનાતન……..
…..જય ઉમિયા માતાજી…..
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નુ સૌથી પહેલું સનાતની મંદિર એટલે દયાપર નું શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર .
દયાપર શ્રી સત્યનારાયણ ની સ્થાપના ૯૮વર્ષ પહેલા તા.૨૦.૫.૧૯૨૩ ના થઈ ત્યારે શ્રી સત્યનારાયણ ભગવાનની ની પાન મૂર્તિ (છબી)ની સ્થાપના કરવામાં આવી જેની છે વર્ષ પુજા અર્ચના કરવામાં આવી.
ત્યાર બાદ વડિલો એ ગામ ના મૂખ્ય ચોક માં મંદિર નું નિર્માણ કર્યું.
મંદિર નું ખાધ મૂર્ત તા.૧૩.૧૧.૧૯૨૮ સવંત ૧૯૮૫ કારતક સુદ એકમ નું કર્યુ (પડવા ના દિવસે). અને સનાતની પરિવાર ની જાત મહેનત અને લગન અને ધગસ થી સાડા છ મહિના માં ૨૦૦ કોરી ના ખર્ચે ચાર ઢાળ વાળું દેશી નળિયા વાળું સુંદર મંદિર તૈયાર થઈ ગયું.
મંદિર માટે શ્રી સત્યનારાયણ ભગવાનની મૂર્તિ નો ઓર્ડર કરાચી માં આપ્યો .
  તે આરસ ની અઢી ફૂટ ની મૂર્તિ દરીયાઇ માર્ગે કરાચી (અત્યાર નું પાકિસ્તાન) થી લખપત બંદરે લાવ્યા ત્યાં થી આપણા સનાતની સાહાસિક વડિલો દયાપર સુધી ખુલા પગે ભગવાન ની મૂર્તિ જમીન માં રાખ્યા વગર વારાફરતી બદલી ઝોળી (કાવડ) થી લખપત થી દયાપર ચાલી ને લાવ્યા અને મંદિર ના ખાધ મૂર્ત થી ૨૦૦ માં દિવસે તા.૩.૬.૧૯૨૯ સવંત ૧૯૮૫ વૈશાખ વદ અગિયારસ (અપરા અગિયારસ)ના પવિત્ર દિવસે  વડીલ નારાણ રૈયા લીંબાણી અને માતૃશ્રી જાન બાઈ નારાણ લીંબાણી ના સજોડે ના વરદ હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરી અને કોઠારા ના ભટ્ટ મૂળજી વાલજી અને ભૂજ ના પ્રાણજીવન  શાસ્ત્રી એ શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા ની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરી.
  આપણી સમાજ માં પહેલા સત્યનારાયણ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા માં આ મૂજબ સનાતની વડીલો દયાપર હાજર રહેલા.
  . નારાણ રામજી લીંબાણી . મોટી વિરાણી.
  . રામજી રાજા નાકરાણી મોટી વિરાણી.
  .નારાણ શીવજી નાકરાણી મોટી વિરાણી.
  .લધા વિશ્રામ.મોટી વિરાણી.
  . રતનસી ખીમજી દિવાણી મોટી વિરાણી.
  .લખુ ડોસા પોકાર નખત્રાણા.
  .પેથા ડોસા પોકાર નખત્રાણા.
  . મૂળજી ડોસા પોકાર નખત્રાણા.
  .દાના કરસન પાંચાણી નખત્રાણા.
  . હરજી રામાણી લુડવા
  (આ હતી દયાપર ના શ્રી સત્યનારાયણ મંદિર અને સૌથી પહેલા શ્રી સત્યનારાયણ ભગવાનની મૂર્તિ ની ટુંકી માહિતી)
  આજે પણ વૈશાખ વદ અગિયારસ નો પવિત્ર દિવસ છે.

દવાઓ અને અન્ય સર્જિકલ વસ્તુઓ પર 20% ડિસ્કાઉન્ટ

સરદારધામ દ્વારા
અત્યંત આવશ્યક સેવા “દવા” માં ડિસ્કાઉન્ટ

અત્યારની કોવિડની કપરી પરિસ્થિતિ ઉપરાંત જ્ઞાતિજનોનાં અભિન્ન અંગ એટલે કે રોજીંદી દવાઓમાં “9 Lamps Pharmacy”નાં સહયોગ MRP પર ૨૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે _ _ _પેપલેટ પૂરું વાંચી લેવું

1) સર્જીકલ આઈટમ જેવી કે ગરમ પાણીની થેલી, સ્પાયોમીટર,કમરનો પટ્ટો વગેરે ઉપર ૨૦% થી ૫૦% ડિસ્કાઉન્ટ
2) ઇન્સ્યુલિન (ડાયાબિટીસના ઈન્જેક્શન ) પર 15% ડિસ્કાઉન્ટ મળશે
3) તબીબી ઉપકરણો પર 5% થી 50% ડિસ્કાઉન્ટ મળશે (ગ્લુકોમીટર/ગ્લુકો સ્ટ્રીપ્સ/બી.પી.મોનિટર વગેરે)
4) સર્જિકલ ઉત્પાદનો પર 20% થી 50% ડિસ્કાઉન્ટ મળશે (ઉપલબ્ધતા મુજબ)
5)  ખાસ ઉત્પાદન (ઓન્કોલોજી / નેફ્રોલોજી) કેન્સર અને કિડની ની દવાપર 20% થી 80% ડિસ્કાઉન્ટ મળશે
6) 6) દવાઓ આપને ફ્રી હોમ ડિલીવરી પહોંચતી થશે.આ યોજના ચર્ચગેટ થી વિરાર, વીટી થી કલ્યાણ-પનવેલ મુંબઈ પુરતી છે
7) 7) દવાઓના બિલની ચુકવણી રોકડ અથવા ઑનલાઇન (PAYTM / Google Pay / IMPS) દ્વારા કરી શકાશે
8) એક મહિનાની અંદર દવા રિટન કરી શકશો
નોંધ : દવા સાથે બીલ મેળવી, ડિસ્કાઉન્ટ અને દવાની Expiry Date ચકાસી લેવી.

તમારો ઓર્ડર WHATSAPP દ્વારા આ 7710008820 નંબર પર નીચેની વિગત સાથે મોકલાવો.

નંબર સેવ કર્યા વગર દાયરેક ડાયરેક વોટ્સએપ કરવા અહી ક્લિક(ટચ) કરો https://wa.me/917710008820

1) ડિસ્કાઉન્ટ મેળવવા દરેક ઓર્ડર સાથે કોડ (SARDARDHAM) લખવાનો રહેસે…..તોજ ડિસ્કાઉન્ટ મળશે
2) દર્દીનું નામ……….
3) સંપર્ક નંબર………. (1) (2)સંપર્ક નંબર……… (2).
4) દર્દીનું સરનામું……….
5) ડોકટર દ્વારા દવા લખલા  કાગળનો સ્વછ ફોટો
આ ઉપરોક્ત પાંચ (5) માહિતી મોકલવાની રહેશે

દવાઓ આપને ફ્રી હોમ ડિલીવરી પહોંચતી થશે.આ યોજના ચર્ચગેટ થી વિરાર, વીટી થી કલ્યાણ-પનવેલ મુંબઈ પુરતી છે દવાઓમાં ડિસ્કાઉન્ટ મેળવવા દરેક ઓર્ડર સાથે【SARDARDHAM】કોડ આપવાનો રહેશે .

દવાઓના બિલની ચુકવણી રોકડ અથવા ઑનલાઇન (PAYTM / Google Pay / IMPS) દ્વારા કરી શકાશે

હાલના લોકડાઉનના કારણે ડિલેવરી એકાદ દિવસ આગળ – પાછળ થઈ શકેછે

નોંધ : દવા સાથે બીલ મેળવી, ડિસ્કાઉન્ટ અને દવાની Expiry Date ચકાસી લેવી.

કલ્યાણ સ્ટેશનનું નામ કેવી રીતે પડ્યું

વર્ષો પહેલાં ઘણાં કચ્છીઓ માતૃભૂમિ થી પ્રયાણ કરી મુંબઇ ને પોતાની કર્મભૂમિ બનાવી.

રોજગાર મેળવવાં સન ૧૮૪૦ માં કચ્છ માંડવી નાં કલ્યાણજી શિવજી મુંબઇ આવ્યાં . ત્યારે દરિયો મસ્જિદ બંદર સુધી હતો. દરિયા વાટે આવતી બોટ કિનારાથી લગભગ ૩૦૦ મીટર દૂર ઉભી રહેતી.
મજદૂરો પ્રવાસીઓ ને ખભે બેસાડી કિનારે લાવતાં. કલ્યાણજી પણ આ મજદૂરી કરતો. તે આ કાળી મજુરી નાં ૧ પૈસા લેતો. જે દિવસે ૧૦ પૈસા થઇ જાય , તે દિવસે એકેય પૈસા લીધા વગર મફતમાં મજૂરી કરતો. આ તેની પોતાની ટેક હતી.
એક દિવસ રેલ્વે નાં નિરીક્ષક સર એન્ડરસન બોટ થી મુંબઇ આવ્યાં. કલ્યાણજી એ તેમને ખભે બેસાડી કિનારે લાવ્યો. સર એન્ડરસને કલ્યાણજી ને ચાર આણા આપ્યાં, પરંતુ તે દિવસે કલ્યાણજી ને ૧૦ પૈસા મળી ગયાં હતાં. પોતાની ટેક ની વાત કરી પૈસા લેવાનો ઇન્કાર કર્યો.
સર એન્ડરસન ખુબ જ પ્રભાવીત થયાં. તેમને પોતાનું વિઝીટીંગ કાર્ડ કલ્યાણજી ને આપ્યું.
*એક દિવસ કલ્યાણજી ને ખારાઇ કરવાનું મન થયું, તે પહોંચી ગયો *સર એન્ડરસન* ની ઓફીસે. તેઓ કલ્યાણજી ને જોઈ રાજી થયાં. તેમને કહ્યું કે આ કાળી મજુરી છોડી કોઈ સારું કામ કર.
*તે વખતે રેલ્વે ટ્રેક પર માટી ભરવાનું કામ ચાલતું હતું. *સર એન્ડરસને* કલ્યાણજી ને આ કોંટ્રેકટ આપ્યો. કલ્યાણજી પાસે અનુભવ ન હતો, પણ હામ ભરી કોંટ્રેકટ સ્વિકારી લીધો.
*સર એન્ડરસન વખતોવખત નિરીક્ષણ માટે જતાં, કલ્યાણજી ની કાર્ય પધ્ધતિ અને ઇમાનદારી જોઇ રાજી થતાં. તેઓ કલ્યાણજી ને કલ્યાણ નાં હુલામણા નામે બોલાવતા.
કલ્યાણજી એ નિર્ધારિત સમય થી ૬ મહીના પહેલાં કાર્ય પૂર્ણ કર્યું.
ભારત દેશ ની પ્રથમ ટ્રેન – બોરી બંદર થી થાને ની વચ્ચે ૧૬/૪/૧૮૫૩ નાં દોડી. ત્યારે થાના થી આગળ નાં સ્ટેશનો નાં નામકરણ બાકી હતાં. આ અવસરે એક અભિવાદન સમારંભ આયોજવામાં આવેલ. સર એન્ડરસને કલ્યાણજી ને ખંત, પ્રમાણીકતા અને ટેક ની સ્ટેજ પર વાત કરી, તેનું બહુમાન કર્યું અને આ સાચા માણસ ની યાદ માટે સેન્ટ્રલ રેલ્વે નાં પરા નાં સ્ટેશન ને કલ્યાણ નું નામ આપ્યું.
કચ્છવાસીઓ એ ખરેખર ગૌરવ લેવાં જેવી વાત છે. ખંત, ખમીર અને ઇમાનદારી થી કચ્છીઓ એ સમગ્ર વિશ્વમાં પોતાનું કાઠું કાઢ્યું છે.

ડિજિટલ માર્કેટિંગ તમારા વ્યવસાય માટે કેમ મહત્વપૂર્ણ છે?

તમારી કંપનીના ધ્યાનમાં વિવિધ વિશિષ્ટ લક્ષ્યો હશે, પરંતુ ચોક્કસ તમે વધુ ગ્રાહકો સુધી પહોંચીને અને તેમને ખરીદવા માટે ખાતરી આપીને વિકાસ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો. આને અસરકારક રીતે કરવા માટે, તમારે તમામ કિંમતી માર્કેટિંગ સંસાધનો અને તકનીકોનો લાભ લેવો પડશે, અને આધુનિક વિશ્વમાં, ઇન્ટરનેટ તે સૂચિમાં ટોચ પર છે. આ ડિજિટલ યુગમાં, વધુ ગ્રાહકો પોતાના ઘરની સુવિધામાં સંશોધન કરવા અને ઉત્પાદનો ખરીદવા માટે ઓનલાઇન જાય છે.

વ્યવસાયો માટે ડિજિટલ માર્કેટિંગના ફાયદામાં શામેલ છે:

  • તમારા માર્કેટિંગ પ્રયત્નો માટે ઓછા ખર્ચ અને ઉચ્ચ રાહત
  • એવા ગ્રાહકોની પહોંચ કે જેઓ તેમના મોબાઇલ ફોન્સ પર આધાર રાખે છે અથવા તેમની બધી ખરીદી ઓનલાઇન કરે છે
  • તમારા ઉત્પાદન અથવા ઉદ્યોગથી સંબંધિત મુદ્દાઓ પર સત્તા સાથે બોલવાની ક્ષમતા
  • પ્રભાવકો સાથે સંકળાયેલી, તેમનો આદર મેળવવાની અને તેમને તમારી કંપનીને સમર્થન આપવાની તક
  • તમારા માર્કેટિંગમાં ઘણા પ્રકારનાં મીડિયાને સમાવિષ્ટ કરવાની તકો
  • ગ્રાહકોની ખરીદીની યાત્રાને ટ્રેક કરવાની ક્ષમતા

ઓનલાઇન માર્કેટિંગના અન્ય ફાયદાઓમાં શામેલ છે:

  • તમારી સંભાવનાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની અને તેઓ જે શોધી રહ્યા છે તે બરાબર શીખવાની ક્ષમતા
  • વૈશ્વિક બજારમાં પહોંચવાની ક્ષમતા
  • તમે પૈસા બચાવવા અને પરંપરાગત માર્કેટિંગ પદ્ધતિઓ કરતા ઓછા પૈસા માટે વધુ ગ્રાહકો સુધી પહોંચી શકો છો
  • તમારા પ્રેક્ષકોને જાણો અને તેમને તમને વ્યક્તિગત રૂપે ઓળખવાની મંજૂરી આપો જે બ્રાંડ વફાદારી બનાવવામાં મદદ કરી શકે
  • તમે તમારા માર્કેટિંગ પ્રયત્નોના જવાબોને તરત જ ટ્રેક કરી શકો છો

ડિજિટલ માર્કેટિંગમાં રોકાણ કરવું એ તમારા વ્યવસાયને અસરકારક રીતે માર્કેટિંગ કરવા માટે એક શાણો નિર્ણય છે તે નીચેના કેટલાક કારણો છે.

તેમની પાસે યોજના કરવા માટે યોગ્ય સાધનો છે
ડિજિટલ માર્કેટિંગ એજન્સીને ભાડે આપવાનું પ્રથમ કારણ એ છે કે તેઓ તમારી વ્યૂહરચનાને યોગ્ય વ્યૂહરચના અને તકનીકીઓથી વધુ વધારે ઊંચાઈ પર લઈ જવાની સંભાવના ધરાવે છે. તમારા વ્યવસાયનો અભ્યાસ કરીને પ્રાપ્ત કરેલી અર્થપૂર્ણ આંતરદૃષ્ટિ સાથે સફળ ઝુંબેશ રચવા માટે તેઓ યોગ્ય સાધનોનો ઉપયોગ કરે છે.

ફક્ત ટાઇમફ્રેમ અને તમારા વ્યવસાયિક લક્ષ્યો શેર કરો
ઇન્ટરનેટ માર્કેટિંગ એજન્સીની ભરતી તમને તમારા વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરી શકે છે. તે નવી ટીમને ભાડે લેવાનો, તેમની તાલીમ, સંસાધનો અને ટીમને તાલીમ આપવા માટેના સમય પર ખર્ચ કરવાના ભારને દૂર કરે છે. આ તે છે જ્યાં ડિજિટલ માર્કેટિંગ એજન્સી કામમાં આવી શકે છે જ્યાં તમારે પરિણામ પ્રાપ્ત કરવા માટે તમારા વ્યવસાયિક લક્ષ્યો અને સમયમર્યાદાને શેર કરવી પડશે.

નવા વિચારો મેળવો
ડિજિટલ એરેના સ્થિર નથી અને દરેક વખતે વસ્તુઓ બદલાઈ જાય છે અને તમારી સામાન્ય વ્યવસાયિક યુક્તિઓ માટે હંમેશા જીત-જીતની સ્થિતિ હોતી નથી. ડિજિટલ માર્કેટિંગ ફર્મ તમને નવા વિચારો અને પરિપ્રેક્ષ્યમાં મદદ કરી શકે છે જે તમને પરિણામ આપી શકે છે. એક એજન્સી તમને સ્પષ્ટ આંતરદૃષ્ટિ અને તમારા કીવર્ડ્સ કેવી રીતે રજૂ કરી રહી છે અને ગ્રાહકો તમારા બ્રાન્ડ સાથે કેવી રીતે શામેલ છે તેના અહેવાલો સાથે તમને મદદ કરે છે.

માપવા યોગ્ય પરિણામો
આરઓઆઈ એ એવી વસ્તુ છે જે મોટાભાગના વ્યવસાય માટે માપવાનું મુશ્કેલ હોય છે. જો કે, માર્કેટિંગ એજન્સી તમને કી પર્ફોર્મન્સ સૂચક (કેપીઆઈ) અને આરઓઆઈ નક્કી કરવામાં સહાય કરી શકે છે. દરેક ઝુંબેશની અસરકારકતા નક્કી કરવા માટે વિવિધ માર્કેટિંગ ચેનલોને અનુસરવા માટે મહત્વપૂર્ણ મેટ્રિક્સને નિર્ધારિત કરવામાં તેઓ તમને સહાય કરશે. તમે એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવતા માસિક અહેવાલોના આધારે તમારા વ્યવસાય માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો.

તમારી નજીકની ડિજિટલ માર્કેટિંગ એજન્સી સાથે ભાગીદાર
એક તથ્ય એ છે કે ડિજિટલ માર્કેટિંગ એજન્સી અન્ય માર્કેટિંગ તકનીકોની તુલનામાં ઝડપથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરી શકે છે. ડિજિટલ માર્કેટિંગથી, તમે ઝુંબેશ તરત જ શરૂ કરી શકો છો અને પરિણામો જોઈ શકો છો.

જો તમે તમારા વ્યવસાયને ઓનલાઇન કેવી રીતે વિકસિત કરી શકો છો તેના પર તમને કોઈ પ્રશ્ન હોય, તો અહીં અમારો સંપર્ક કરો.

angular logo

Angular અધ્યયન

એંગ્યુલર એ એક ટાઇપસ્ક્રિપ્ટ-આધારિત ખુલ્લા સ્રોત વેબ એપ્લિકેશન ફ્રેમવર્ક છે, જેનું નેતૃત્વ ગૂગલની Angular ટીમ અને વ્યક્તિઓ અને નિગમોના સમુદાય દ્વારા કરવામાં આવે છે.

Angular શીખવાનું પ્રારંભ કરવા માટે અહીં કેટલાક સંસાધનો આપ્યાં છે:

સત્તાવાર દસ્તાવેજીકરણ: https://angular.io/docs
શ્રેષ્ઠ વિડિઓ ટ્યુટોરિયલ: https://www.youtube.com/watch?v=C8JcGqQdcPI
યોગેશ દ્વારા ગુજરાતીમાં Angular શીખો: https://drive.google.com/file/d/1Iig6PPBmXR8ApSmdCjantTYDYlwqbwuw/view