જ્યારે નાઇજિરિયન અબજોપતિ ફેમી ઓટેડોલાને ટેલિફોન ઇન્ટરવ્યુમાં રેડિયો પ્રસ્તુતકર્તા દ્વારા પુછવામાં આવ્યું કે,
“સર તમને શું યાદ છે કે જે તમને જીવનમાં સૌથી સુખી માણસ બનાવે છે…?”
ફેમીએ કહ્યું :
હું જીવનમાં સુખના ચાર તબક્કામાંથી પસાર થયો છું અને અંતે મને સાચા સુખનો અર્થ સમજાયો.
પ્રથમ તબક્કો સંપત્તિ અને સાધનો એકઠા કરવાનો હતો.
પણ…
આ તબક્કે મને જોઈતું સુખ મળ્યું નહીં…!
પછી કિંમતી વસ્તુઓ ખરીદવાનો અને વસ્તુઓ એકત્રિત કરવાનો બીજો તબક્કો આવ્યો.
પણ…
મને સમજાયું કે આ વસ્તુની અસર પણ કામચલાઉ છે અને મુલ્યવાન વસ્તુઓની ચમક લાંબો સમય ટકતી નથી…!
પછી મોટા પ્રોજેક્ટસ મેળવવાનો ત્રીજો તબક્કો આવ્યો.
તે સમયે…
જ્યારે હું નાઇજીરીયા અને આફ્રિકામાં ૯૫% ડીઝલ પુરવઠો ધરાવતો હતો.
હું આફ્રિકા અને એશિયાનો સૌથી મોટો જહાજ માલિક પણ હતો.
પણ…
અહીં પણ મને જે સુખની કલ્પના હતી તે મને મળી નથી…!
ચોથો તબક્કો એ સમય હતો…
જ્યારે…
મારા એક મિત્રએ મને કેટલાક અપંગ બાળકો માટે વ્હીલચેર ખરીદવાનું કહ્યું. માત્ર ૨૦૦ બાળકો.
મિત્રની વિનંતી પર મેં તરત જ વ્હીલચેર ખરીદી.
પણ મિત્રએ આગ્રહ કર્યો કે,
હું તેની સાથે જાઉં અને બાળકોને વ્હીલચેર મારા પોતાના હાથે સોંપું. હું તૈયાર થયો અને તેની સાથે ગયો.
ત્યાં મેં આ બાળકોને આ વ્હીલચેર મારા પોતાના હાથે આપી.
મેં આ બાળકોના ચહેરા પર ખુશીની વિચિત્ર ચમક જોઈ.
મેં તે બધાને વ્હીલચેર પર બેઠેલા, ફરતા અને મજા કરતા જોયા.
એવું લાગતું હતું કે…
તેઓ એક પિકનિક સ્પોટ પર પહોંચ્યા હતા જ્યાં તેઓ જેકપોટ જીતી રહ્યા છે…!
મને મારી અંદર સાચો આનંદ લાગ્યો.
જ્યારે મેં જવાનું નક્કી કર્યું ત્યારે એક બાળકે મારા પગ પકડી લીધા.
મેં મારા પગને હળવેથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો પણ બાળકે મારા ચહેરા તરફ જોયું અને મારા પગને ચુસ્તપણે પકડી રાખ્યા.
મેં નીચે નમીને બાળકને પૂછ્યું:
તમને બીજું કંઈક જોઈએ છે…?
આ બાળકે મને જે જવાબ આપ્યો તે મને માત્ર ખુશ જ નહીં પણ જીવન પ્રત્યેનો મારો અભિગમ પણ સંપુર્ણપણે બદલી નાખ્યો.
એ બાળકે કહ્યું:
હું તમારો ચહેરો યાદ રાખવા માંગુ છું જેથી જ્યારે હું તમને સ્વર્ગમાં મળું ત્યારે હું તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું…!
હું પ્રાર્થના કરું છું કે,
તમારા જીવનમાં પણ ઈશ્વર આવું જ કાંઈક કરે કે કોઈક તમારો ચહેરો ફરીથી જોવાની ઇચ્છા રાખે…!
હંમેશા ખુશ રહો
જે મળેલ છે, પૂરતું છે
લક્ષ્મીકાંત પોકાર