આમને આમ જિંદગી ચાલી જાય છે……..

નીશાને લઇ શાંતિ જમાવી જાય છે..
કિરણને લઇ સૌને નમાવી જાય છે…

સંધ્યાને લઇ સાંજને સજાવી જાય છે…
ચાંદનીને લઇ ચંદ્રને ખીલાવી જાય છે…

સૃષ્ટિને લઇ જગતને જગાવી જાય છે…
અર્પિતને લઇ અંતરને ભીંજાવી જાય છે….

ઉષાને લઇ ઉજાસ ફેલાવી જાય છે….
દિનેશને લઇ દિન બદલી જાય છે….

આમને આમ જિંદગી ચાલી જાય છે……..!!

રચિયિતા:-
દિનેશભાઇ. વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી. ચીખલી (નવસારી) મો:- ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ માં ગામ:- રવાપર.

અથૅના અનથૅ કરી જાય છે…….

અર્થના અનર્થ કરી જાય છે..
વ્યર્થ વાતો ઘર ભરી જાય છે..

એક ઘા ને બે કટકા થતાં ઘડીમાં..
મુખેથી શબ્દો જ્યાં સરી જાય છે..

હુંડી પર ભરોસા ક્યાંથી કરે..
લખેલા લખાણે ફરી જાય છે..

જાત ઘસીને પૂજાય છે કોણ..?
મુરાદોમાં તારા થૈ ખરી જાય છે..

જોયા છે જગતમાં આજે પણ..
રામના નામે પત્થર તરી જાય છે…..!!

રચયિતા:-
દિનેશભાઇ .વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી ચીખલી (નવસારી) મો:- ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ માં ગામ:- રવાપર.

કાંટા ની વચ્ચે ખીલતા ગુલાબ અમે જોયા છે…..

કાંટાની વચ્ચે ખીલતા ગુલાબ અમે જોયા છે…
કાદવની વચ્ચે ઉગતાં કમળ અમે જોયા છે…

એક શોભે ભગવાનને શિરે બીજુ શોભે છે કબરે…
તવાયફની વેણીમાં શોભતા મોગરા અમે જોયા છે…

અટકતા ભટકતા ને નડતા તોય રહેતા હરખાતાં..
વીર મારુતિના કંઠમાં ચડતા આંકડા અમે જોયા છે…

કોઈ સૂંઘતું નથી કોઈ તોડતું નથી કોઈ ખાતું નથી..
શિવજીના ડોકમાં લટકતા ધંતુરા અમે જોયા છે………..!!

રચિયિતા:-
દિનેશભાઇ. વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી. ચીખલી (નવસારી)

મો:- ૯૮૨૪૯૬૧૦૪૯

કચ્છ માં ગામ:- ‌‌રવાપર.

તે મુજબ પાટડી

તે મુજબ પાટડી, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, તે સમયના કડી પ્રાન્ત, દક્ષિણમા વરાડને ખાનદેશ, કાઠિયાવાડ*અને જે જે ભાગોમા કણબીની વસ્તી તે ભાગોમા ઉઘરાણુ કર્યુને રૂ.એક લાખ માતાજીની અસીમ કૃપાથી એકઠા થયા. તેમ થતા જ્ઞાતિના આગેવાનોએ મળી (ઇ.સ.૧૮૬૫) એક સરસ પત્થરનુ દેવળ બનાવવા ઠરાવ કર્યો. આ કામ શ્રી રામચંદ્રભાઈ અમદાવાદ વાળાને સોપ્યુ.ઈંટ ચુનાના મંદિરની જગાએ પત્થરનુ નવુ મંદિર, ઈંટ ચુનાની ઘુમટવાળી ચોકીઓ, મંડપને નીચે ભોયરૂ એ તૈયાર થયા. પરંતુ કેટલુક કામ અપૂર્ણ રહી ગયુ. રા.બ.લશ્કરી શેઠે તે પૂર્ણ કરવા અને નવુ બીજુ કામ કરવા ધારણા કરી હતી. આ હેતુ પાર પાડવા ગાયકવાડ સરકાર કડી પ્રાન્તમા પધાર્યા ત્યારે તેમના ખાનગી કારભારી અને કડી પ્રાન્તના સુબા રા.બ.લક્ષમણરાવ જગન્નાથ દ્વારા નજીકનુ ઉમિયાધામ જોવાને તથા અપૂર્ણ કામ પુર્ણ કરવા તથા એક ધર્મશાળા બાધવામા મદદ કરવા તેઓશ્રીને વિનંતી કરવામા આવી. તે મુજબ ગાયકવાડ ત્યા પધાર્યા.પણ ત્યા કોઈ આગળ પડતો જ્ઞાતિબંધુ ન હોવાથી નાણા સબંધી કોઈ વાત કરી નહી. પરંતુ તે સબંધે સુબા સાહેબનો રા.બ.બહેચરદાસ લશ્કરી પર પત્ર હતો જેમા લખ્યુ હતુ કે… જો તમે યોગ્ય રકમએકઠી કરશો તો શ્રીમંત ગાયકવાડ સરકાર પણ બહોળા હાથે મદદ કરશે. (ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તારીખ ૧૩-૧-૧૮૮૩) આ પ્રમાણે પત્ર મળતા તા૧૮-૧-૧૮૮૩ ના રોજ માતાજીના દેવળને પુરૂ કરવાને એક ધરમશાળા બનાવવા વિશે વિચાર કરવા મોટા મોટા બાસઠ ગામો પોતાને ત્યા તેડાવી એક અઠવાડિયા સુધી રાખ્યા અને યોગ્ય સરભરા કરી. તે ગામોના ૪૦૦ જેટલા પ્રતિનીધીઓ આવ્યા હતા. તેમને માતાજીના દેવળ અંગે,ધરમશાળા અંગે અને સુબાજીના પત્ર અંગે એમ સઘળા કામોની સમજણ પાડી કે તરત જ સહુએ મળી ત્યા જ રૂ.૫૨૮૬/ ભરી આપ્યા.ત્યાર પછી આ કામે પાટડીના નામદાર દરબારે રૂ.૧૦૦૧/ તથા રા.બ.બહેચરદાસ લશ્કરીએ રૂ.૧૦૦૦/ બીજા પરચુરણ દાતાઓના કુલ મળી રૂ.૨૦૦૪/ એટલે કુલ રૂ.૯૨૯૧/ થયા. આ પ્રમાણે ભરાયેલી રકમ વિશે તથા નેક નામદાર તરફથી યોગ્ય રકમ મેળવવા લશ્કરી શેઠે રા.બ.સુબા લક્ષમણરાવને પત્ર લખ્યો (તા.૧૪-૧૦-૧૮૮૩) જેના જવાબ મા તા.૪-૧૨-૧૮૮૩ મા સુબા લક્ષમણરાવે નેક નામદાર ગાયકવાડ સરકારને લખાણ કર્યુ. અને નામદાર ગાયકવાડે તા ૨૬-૧૨-૧૮૮૩ના રોજ રૂ.૧૫૦૦/ રોકડા લશ્કરી શેઠને આપવા હુકમ કર્યોને આ રકમ લશ્કરી શેઠને મળી. ઇ.સ.૧૮૮૪ના જાન્યુઆરીમા ૨૪મી તારીખે ઉઝા સ્વસ્થાને આગેવાનોની એક સભા મળી. તેમા આખા દેશમા જ્યા જ્યા કડવા કણબીઓ વસતા હોય ત્યાથી ઘર દીઠ એક રૂપિયો ઉઘરાવવા ઠરાવ કર્યો અને વિશ્વાસપાત્ર માણસો રાખી ઉઘરાણુ શરૂ કરાવ્યુ.બીજી તરફ તા.૨૫-૧-૧૮૮૫ના દિવસે લશ્કરી શેઠે મકાનો*lઅને ધરમશાળાના કામોના નમુના તથા ખરચનો આકડો રૂ.૧૩૦૫૧/ વગેરેના કાગળો મીટીગમા મુક્યા તે રીતે કામ પૂરૂ કરવાઅને જરૂરી સુધારા વધારા કરવાની સત્તા લશ્કરી શેઠને આપતો ઠરાવ કર્યો. જુદા જુદા ગામોનુ ઉઘરાણુ આવતા કુલ રૂ.૨૫,૦૬૮ થયા.તે વિશાળ ધરમશાળા પૂર્વ પશ્વિમ ૧૮૫ ફુટને ઉત્તરે ૧૬૦ ફુટને દક્ષિણે ૧૪૮ ફુટ હતી. તેમા કુલ ૬૧ વિભાગ છે. તે ખંડને મહેરદાર દરવાજા હતા. ભોયતળિયાની કિનારીમા સફેદ પત્થર વાપર્યા હતાઅને ધરમશાળા પર છોબંધ ધાબુ બનાવી ચોગરદમ ફરતી અગાસી કરી હતી. ધરમશાળાને ચારે બાજુ ઘુમટ રાખ્યા હતા. ઉંઝાના પટેલ ત્રિકમદાસ બેચરદાસ રૂસાતે મંદિરની નજીક પોતાની જમીનનો ટુકડો મંદિરની બહાર ધરમશાળા બાધવા માટે વિના મૂલ્યે અર્પણ કરેલ છે.ઇ.સ.૧૮૮૭મા મંદિર અને ધરમશાળા અને ઓરડીઓના કામો પુરા થતા મા ઉમા સ્વસ્થાન કમિટીના સભાસદો તેને ખુલ્લુ મુકવાની વીધિ કરવા ગાયકવાડ સરકારને આમંત્રિત કરવા ગયા. તેમણે પોતાના વતી કડી પ્રાન્તના સુબા સાહેબને વિધી કરવા હુકમ કર્યો. આઠથી દસ હજાર કણબી અને અન્ય ભેગા થયાને તા.૬-૨-૧૮૮૭ ના દિવસે ઉદઘાટન વિધી થયી. ગાયકવાડ સરકાર તરફથી ઉમિયા માતાજીને ઉત્તમ પોશાક ભેટ ધરાવવામા આવ્યો. આ ઉપરાત આવા લોકહિતના કામોમા તન, મન અને ધનથી ભાગ લેવા માટે શેઠ શ્રી બેચરદાસ લશ્કરીને ગાયકવાડ સરકારશ્રી તરફથી સાલ,જોટોને પાઘડી ભેટ મળ્યા હતા. મંદિર પર શિખર ચઢાવવાની ભેટ રૂ.૨૦૦૦/ શ્રીપા.નાગરદાસ ઉગરદાસ તથા કશળદાસ કિશોરદાસે આપ્યા હતા.માઁ ઉમિયા માતા સૌની રક્ષા કરે

……પ્રથમ પહેલા પૂજા તમારી….

પ્રથમ પહેલા પૂજા તમારી,
મંગલ મૂર્તિ વાળા ગજાનંદ મંગલ મૂર્તિ વાળા …..

પ્રથમ પહેલા સમરુ ગજાનંદ
કરજો અમને સહાય નિજાનંદ
અમારા વિઘ્ન લેજો કાપી,
ગૌરી પુત્રગણેશ મુજ ને વાણી નિમૅળ આપી.

શુભ કાર્યો માં મુકાતા મેવા, વિઘ્નહતૉ છે દેવા,
એની થાય પ્રથમ સેવા. ગજાનંદ મંગલ મૂર્તિ વાળા…..

કોટી-કોટી વંદન તમને હે દેવ સૂંઢાળા , નમી એ અમો તમોને હે નાથ રૂપાળા
માતા રે જેમના પાવૅતીને પિતા મહાદેવા
રિધ્ધિ- સિધ્ધિના દાતાર એવા
ગજાનંદ મંગલ મૂર્તિ વાળા….

પ્રથમ સમરીએ નામ તમારા, ભાગે વિઘ્ન અમારા.
શુભ શુકનીએ તમને સમરીએ, દીન દયાળુ દયા વાળા.

પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા
ગજાનંદ મંગલ મૂર્તિ વાળા…

સંકટ હરો ને અધમ ઓધારણ, ભય ભંજન રખવાળા. અકકળ ગતિ છે મારા નાથ તમારી,

જય જય નાથ સુંઢાળા

નૈયા મારી પાર ઉતારો
હે નાથ દુંદાળા,
થાજો મારા રખવાળા
મારા મનડે તમારી માળા
ગજાનંદ મંગલ મૂર્તિ વાળા….

દુ:ખડા હરી સૌ ને સદ્ બુદ્ધિ આપજો,
ગુણ ના એક દંતવાળા.
પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા
ગજાનંદ મંગલ મૂર્તિ વાળા…..

જગત ના પાલનહાર છો આપ , વિઘ્ન હરોને આજ અમારા.
ભક્તો સમરે ગણપતિ ગુણનેકાજ, દાદા કરો ને મારા ઊર માં અજવાળા આજ

ભાવથી જે કોઈ કરે આપની ભક્તિ,
દાદા એ ને આપજો દુઃખ – દદૅ માં થી મુક્તિ.

થાય જો ભુલચુક અમારા થી તો બાપા તમે કરજો માફ

અમે છીએ તમારા ફુલડાં કેરા રતન,
બાપા કરજો એનું કાયમ જતન.

મંગલ મૂર્તિ વાળા….
ગજાનંદ મંગલ મૂર્તિ વાળા….(૨)

રચિયિતા:-

દિનેશભાઇ.વી. પોકાર

શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી,
ચીખલી,(નવસારી). ૯૮૨૪૯૬૧૦૪૯
(કચ્છમાં ગામ:- રવાપર).

મારું બાળપણ અને સાતમ નું પરબ સાતમ ના સથવારે….સ્મૃતિઓ

મારી સમાજ અને જન્મભૂમિ કચ્છ માં ગામ રવાપર હાલ ચીખલી થી દિનેશભાઇ પોકાર એમની કલમે થી લખે છે કે.- સાતમ- આઠમ નો આપણો પવિત્ર તહેવાર જે આજથી ૨૫ વર્ષ પહેલાં જે અમારા સમય માં ઉજવાતો હતો…..એ ક્યારે પણ ભુલાય તેમ નથી….

અષાઢનાવદ પક્ષમાં જ ચોકમાં બહેનો ના જમાવડા ચાલુ થતા .દિવસે તો કોઈને સમય જ ના મળતા. દી’ ઊગે થી આથમે ત્યાં સુધી વાડી ખેતર માં ગાળ ચોપ, નીંદણ , શેઢા…. વગેરેના કામ ચાલુ જ રહેતા. રાત્રે વાળુ કર્યા પછી વડીલો ખેતર વાડીમાં જાગવા જતા (વાયક કરવા, રક્ષા ચોકીદારી કરવા જતા). ત્યારે જંગલી સુવ્વર ,શેડ …શિયાળવાં અને હવે રોજડા નો કોપ છે.તે ભેલાણ કરી જતા .ચોકમાં બહેનો, ભાભીઓ ,છોકરા છોકરીઓ ની જમાત જામતી અને ગામની શેરીઓ જાગતી ….!
અંધારામાં પણ અજવાળુંલાગતું. પછી ના પાછતરા દિવસોમાં બેઠડી ગીતો ગવાતા.શ્રાવણ બેસતાં વાળુ કર્યા પછી અધરાત મધરાત સુધી ત્રાંબા નો ઢોલ ગાજતો. બહેન દીકરીઓ કુંડાળે પડી રાસડા લેતી. નાના છોકરાઓ કુંડાળામાં દોડાદોડી કરી મુકતા . છુ છુવાણી, પકડદાવ જેવી રમતો એ કુંડાળામાં અને કુંડાળા વિંધી ને રમાતી. ચોકમાં એકાદ ગેસ ગેસ બત્તી (પેટ્રોમેક્સ) લગાડવામાં આવતી. એના અજવાળાથી આખો ચોક ઝળાં હળાં થઈ ઉઠતો ….!
પત્તા પ્લે કાર્ડ ની રમતો રમાતી. વરસાદી જીવડા બત્તીના અજવાળામાં ઉડાઉડ કરતા અને કામ કરી ને થાકેલા…..ગામના વડીલો માતાઓ પણ ચોકમાં હાજરી પુરાવતી અને રમનાર ની હોંશ પણ વધારતી..! ગીતાળ બેનો ના સૂર અને ગીતથી ગામ ગાજતું.આવી મજા સ્ટુડિયોમાં કમ્પોઝ કરેલાં ગીતોમાં પણ નથી આવતી …!
ગામના કામોઢા અને વધુ કામવાળા વડીલોને આ નિર્દોષ મનોરંજન ક્યારેક ખટકતું.કારણ હતું વાડી ખેતરમાં મોલ ખેતી કામ.
ત્યારે વડીલો વાઇયું (ચિડાતા અને કહેતા) કરતા-” રેઢું…. રાતની ઊલળશે અને બીજે દિ’ કામે નહિ આવે.”
ત્યારે મંદિરમાં બેસી ઢોલ વગાડવા ના સમયપત્રકમાં ફેરફાર થતાં. ક્યારેક વરસાદના કારણે પણ આ અવકાશ રહેતો .
નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળા સાતમ તો મુખ્ય તહેવાર ગણાતા .પરોઢ સુધી ઢોલ સાથે આખું ગામ રમતું. આ મુખ્ય પર્વ (પરબ) ગણાતું.
શ્રાવણમાં ખેતીવાડીમાં ખેતરમાં મોલ પાણીમાં થોડી રાહત રહેતી .શ્રાવણ વદ થી તો કોડ( મઠ ),મગ, ઘઉં, ચણાનો લોટ ,ખાંડ જુવાર (જાર )ના ભેડકાં થઇ જતાં.ઘંટી વાળા પાસે લોટ દળાતા. જાડો ઝીણો લોટ જોવાતો.ભાઈઆત અને અડોશ-પડોશમાં પાપડ વણવા માટે પાટલા વેલણની અને દિવસ નું ટાઈમ ટેબલ નું બુકિંગ થતું .
કોડ મઠ ના લોટ માં મસાલા નાખી લોટ બંધાતો તેની સુગંધથી ઘર ઊભરાઈ જતું.સ્ત્રીવર્ગ પાપડ વણતાં. પાપડ પણ કદમાં મોટા અને ગોળ રહેતા .કાથી….. સિંદરી ના ખાટલા પર આછેરા ઓઢણા કે સાડી પાથરી તેના પર પાપડ સુકાવાતા.આ કામ
નાની બહેનો સાથે છોકરાઓ પણ કરતા અને જોડાતા.
ઘઉં ના લોટ ના થેપલા (લોલાં) ગોળના પાણીથી થેપલા ના લોટ બનતા હતા .આ બે મુખ્ય આઇટેમ રહેતી .
થોડા સુધરેલા અને સુખી આવડતવાળા પરિવારોમાં લાકડીયા ગાંઠીયા થતા .ક્યારેક ગાય ભેંસ ના દૂધ માંથી પેંડા પણ બનાવવામાં આવતા .ગામમાં એકાદ-બે સુખી ઘરમાં જ ગાંઠિયા પાડવાના સંચા હતા. તેથી તેનું એડવાન્સ બુકિંગ થઈ જતું .સંચામાં જાડી મોટી જાળીયો ભાંગીતૂટી હોય તો પણ ચાલતી .ગાય ભેંસ ને ખાણ આપવાના છીબા – ગમેલા ને ઘસીને સાફ કરી તેની પાછળ માટીથી તળિયું આપી દેવામાં આવતા. ચૂલા પર આ છીબા માં પાપડ તળતા. ત્રાક( ભાલો )અને ઝારા થી પાપડ ફેરવી ફેરવીને તળવામાં આવતા. જ્યારે પાપડ તળાતા હોય ત્યારે ઘરના નળીયા વિંધી ને એની સોડમથી શેરીઓ ભરાઈ જતી…! મોમાં રસના ફુવારા ફૂટતા .મઠ અને મગના પાપડ ની કોઠીઓ ભરાતી.
સુંવાળા થેપલા મીઠાઈમાં ગણાતા .આ થેપલાં ક્યારેક ભૂલથી જ સુવાળાં બની જતા. બાકી કડક થવાની ગેરંટી રહેતી….!
આ થેપલા નો સ્વાદ પચાસ વર્ષ પછી પણ યાદ રહી જાય એવો જ હજુ પણ અકબંધ છે….! કદાચ કારણ એ હશે કે તેમાં દાદીમા થી કરીને બેન, ભાભી,પડોશી માતાઓ, બેના નાં નિ:સ્વાર્થ હાથનો સ્પર્શ તેને સાંપડ્યા હોય અને તેમાં મીઠાશ ભળી હોય….સ્વાદ ઉભરાયો હોય …!
પછી વારો આવતો ઘઉ કે ચણાના લાડવા નો. ચણાના લાડવા ની લિહાણી (લ્હાણી) મા’જન વાડી (સમાજવાડી)માં આખું ગામ ભેગું થઈને કરતું .તેથી ઘરમાં ઘઉં ના લાડવા વધુ થતાં… ચણાના ઓછા.
લિહાણી માં ગામના વડીલો બકડીયા ભરી ભરીને માલ તૈયાર કરતા .મુઠીયા તળાતા…. તોડતા ફોડતા અને ચુરમું તૈયાર થતાં લાડુ વાળતા. આ ચુરમાં અને ઘી ની સુગંધ બળતણ (ઇંધણ)ના ધુમાડા સાથે સ્પર્ધા કરતી …! ધુમાડો ઊંચે આભમાં પ્રસરતો અને ઘી ચુરમા ની સોડમ ગામ ના ઘરે ઘરે પ્રસરી જતી ….!ચુરમા માંથી લાડુ વાળતા વડીલો નાનકડી લાડુડી વાળી સીધી મોં માં ઉલાળતા….! આ કળા પણ ઘણાને હસ્તગત હતી….! છોકરાઓ નાના નાના છાબડા અને કથરોટમાં બે ભાઈબંધ ની જોડી કડા પકડી દરેક ટોળે ટોળા માં કાચી સામગ્રીનો પુરવઠો પૂરો પાડતી.આ આનંદ કંઈક ઓર હતો .
નાગ પાંચમ કે રાંધણ છઠના લિહાણી નું વિતરણ થતું .
જુવાર (જાર)ના ભેડકા માંથી ઠુમરો,રાબ કે ઘેંસ રંધાતી

ક્યાં ગયા એ બેહનો અને મધુર કંઠ ના ગીતડાં અને રાસડા….?
વન મા મહાદેવજી વન પાર્વતી.., નારાયણ દિન દયાળ રે ભજમન રાધે ગોવિંદા.; કે પછી આ સાંજ પડે ને સખી સાંભરે કયા ગીતો યાદ કરવા ને ક્યા ભુલવા!!!!

સાતમ ની રસોઈ ની સોડમ અને સ્વાદ આજે પણ દાઢે છે ….દાઢ….દાંત ખોતરણીની સળી થી ત્રીસ વર્ષથી એ સ્વાદ ને ખોતરીને કાઢવાનો જેટલો પ્રયત્ન કરું છું….એટલો જ એ સ્વાદ વધુને વધુ ગાઢ બનતો જાય છે…. અને મધુર બનતો જાય છે….!
આ સાતમો ગઈ જાણે…. સાપ ગયા અને લીસોટા રહ્યા….!

હવે તો દસ અગિયાર વાગ્યે ટીવી ચેનલોના પ્રોગ્રામ જોઈને દીકરીઓ ચોકમાં આવે … પછી સ્વર અને શબ્દો ઓછા પણ ઘોંઘાટ વધુ વાળી કેસેટો પર યૌવન અનુસરે છે….. મને લાગે છે કે ક્યાંક સાતમ ખોવાઈ ગઈ છે….!

આજે પણ એ ખોવાયેલ ત્રાંબા નો ઢોલ અને બાળપણ શોધું છું….. આપને ક્યાંક કરછ ની શેરીઓ મા મળે તો મને પણ કહેજો……….

મોકલનાર

દિનેશભાઈ.વી.પોકાર

શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી
ચીખલી (નવસારી)
મો:- ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ માં ગામ:- રવાપર.

જાય છે એ કાનો…

જાય છે એ કાનો

આમ સૌની લાગણી જ્યાં સળવળે છે.._
આંખ ભીની લાગણીએ ટળવળે છે…

શ્યામ તારી વાંસળી હું સાંભળું છું..
ગોપ ગોપી જેમ દિલમાં કળ વળે છે…

ગોધુલી ઊડી, બન્યો તું પાંડુરંગી..
જોઇને આંખો અમારી ઝળહળે છે…

આ સમીરે રાસ રમવા દોટ મૂકી..
વૃક્ષમાં વૃંદાવને એ હળહળે છે…

મારવા કુદકો ભલે તૈયાર થ્યો છે..
આજ જમના પણ હવે તો ખળખળે છે…

ગોકુળીયાંની અમે વાતો કરીએ..
ગોધને પણ વાત આખી ચળવળે છે…

જાય છે એ કાન મથુરાના નગરમાં..
આ ‘જગત’ની આંખ આજે ઝળઝળે છે……..

રચયિતા:-

દિનેશભાઈ. વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી,
ચીખલી (નવસારી)
મો:- ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ માં ગામ:- રવાપર.

કોરોના ના કાળ થી

કોરોના ના કાળ થી માનવી ગશાતો જાય છે,
ધસ મસ્તા વાઇરસ થી દુનિયા ઓછી થાય છે,
કુદરત ના ખેલ માં માનવી ફસાતો જાય છે,
લોકડાઉંન જેવી આફતો માં વેપાર બંધ થાય છે,
રોજી રોટી બંધ થતા ગરીબો હલવાય છે,
મોહમાયા ના મેહલ હવેલી અહીં રહી જાય છે,
વિતેલા દિવશો જાદ કરતા અસરું વહી જાય છે,
રેતી જેવા સપના હતા કોરોના ના થી ધોવાય છે,
કવિ રમેશ કહે કુદરત કેરા ખેલ થી જીદગી ઓછી થાય છે.

રચનાર..
કવિ રમેશ અર્જુનભાઈ પટેલ
(કોલ્હાપુર )મહારાષ્ટ્ર…
કચ્છ માં… રવાપર..
મોબાઈલ..9890685635

ગઝલ હું નાનકડો દીવો છું

ગઝલ હું નાનકડો દીવો છું મને સૂર્ય પ્રકાશ માં કયાય શોધજો નહિ,
હું સમુદ્ધ માં છું પાયલ છીપ છું,
મને મની લઇ કયાય શોધજો નઈ હું કાજલ માં છી પાલ કીકી છું,
મને દિવેય ચકશુ થી શોધજો નઈ હું નાનકડી ઝૂંપડી માં રુહુ છું,
મને મનગમતા મહેલ માં શોધજો નઈ,
કહે કવિ રમેશ હું માનવ છું મને.. મુતી સમાન પૂજશો નઈ..

રચનાર..
કવિ રમેશ અર્જુનભાઈ પટેલ (કોલ્હાપુર )
કચ્છ માં. રવાપર…
મોબાઈલ…9890685635

જીવન માં આટલુ…

જીવન માં આટલુ ઉતારો સુખ ના ઝરના છેલકાય તોય સુ દુઃખ ના દરિયા ઉભરાય તોય સુ મુશ્કેલી માં વહી જય આંસુ તો વહતા આંસુ ને અટકવતા સીખો ભજન ખબર નથી તોય શુ. મંદિર નજર માં નથી તોય શુ..કોયલ જેવો કન્થ હોય તો ભજન ને ગાતા સીખો … ભાઈ ભાભી નથી કામ ના તોય સુ દોસ્તો છે આ જમાના ના તોય સુ ભગવાન ના કામ માં નથી લગતા તો ભગવાન ને તમો ગમતા સીખો વિખરાય ગરે ની માયા તોય સુ… ઘેરાય દુઃખ ના ડુંગર તો સુ…. દુઃખ ના ડુંગર માંથી હરખ ની વિજલી આપતાં સીખો………….. મોટી રહે માનવતા તોય સુ … નાના હાથે મોટુ કામ થાય તોય સુ જૉ કામ આડું આવે તો ઈ કામ ને પાર પાડતા સીખો…. જગત માં નથી કોઈ નો સાત તોય સુ….. માથે નથી કોઈ ની છા યા તોયસુ કવિ રમેશ કહે જીવું હોય ઉત્તમ જીવન તો સત કર્મ ને તકદીર ને ચમકવતા સીખો…

રચનાર…
કવિ રમેશ અર્જુનભાઈ પટેલ
કોલ્હાપુર.. મહારાષ્ટ્ર
કચ્છ માં… રવાપર
મોબાઈલ..9890685635