કલ્યાણપર, નખત્રાણાની અમારી પાટીદાર બહેનોએ અમારી જ્ઞાતિ માટે કેટરિંગનો વ્યવસાય શરૂ કર્યો

પાટીદાર બહેનો દ્વારા….
એક સરાહનીય કામગીરી….

એક ગ્રુપ આપણો…….

નખત્રાણા તાલુકાનું એક નાનું ગામ કલ્યાણપર…..
કલ્યાણપર ગામની પાટીદાર બહેનો દ્વારા લગ્ન પ્રસંગે તેમજ કોઈ પણ શુભ પ્રસંગે આપણી બહેનો દ્વારા કેટરીંગનું કામ કરે છે અને એમની વ્યવસ્થિત ટીમ છે ખૂબ સરસ કાર્યરત છે
આ આપણી બહેનો ની ટીમ આપણા ભાઈઓ ના પ્રસંગોમાં જાય છે અન્ય જ્ઞાાતિના પ્રસંગો માં નથી જતાં તો આપણા જ્ઞાતિજનો ને વિનંતી કરવામાં આવે છે તો આપણા કોઈ પણ શુભ પ્રસંગે આપણી જ્ઞાતીના બહેનો ની ટીમ ને અવશ્ય યાદ કરશો…….

સંપર્ક : –
ઉમા ગ્રુપ, કલ્યાણપર
89802 29137

હરિદ્વારથી કન્યાકુમારી યાત્રા બેલગામ પહોંચી

બેલગામ : –

🚩 પગપાળા પ્રવાસ
હરિદ્વાર થી કન્યાકુમારી 🚩
સંત શ્રી વાલરામજી મહારાજ ના, સંસ્થાનો, મુરચબાણ આશ્રમ કચ્છ, તથા કચ્છી લાલરામેશ્વર આશ્રમ ના, વર્તમાન ગાદીપતિ સંતશ્રી હરિદાસજી મહારાજ,
જેઓ તા. 12/07/2023 બુધવાર ના, હરિદ્વાર થી પગપાળા યાત્રા શરૂ કરેલ, તેઓ આજ રોજે તા. 20/12/2023 સવારના 8.30 વાગ્યે બેલગામ (કર્ણાટક) પસાર થઈ, બેલગામ થી 35 કિલોમીટર, કાદરોલી ઈટગીરોડ, શ્રી મોહનભાઈ ડાહ્યાભાઈ દિવાણી (ટોડિયા) ને ત્યાં રાતવાસો કરી, આગળ નો પ્રવાસ શરૂ કરશે….
બેલગામ ના ભાઇઓ તથા ધારવાડ ના ભાઇઓ એ શ્રી હરિદાસજી મહારાજ ની મુલાકાત લીધેલ આને આગતાસ્વાગતા કરેલ. અને જણાવેલ કે, વિશ્વશાંતિ માટે તથા ભારતની એકતા અને અખંડિતતા જળવાઈ રહે, સાથે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય તેના માટે, કઠિન પગપાળા પ્રવાસ આદરેલ છે……