નર્મદા વાળા બાપા લખમશી વાડિયા …

આયુર્વેદ પર જઇયે નિરોગી રહીયે
વૈદ્ય લખમશી વાડિયા (નર્મદા વાળા બાપા)
આર્ય ફાર્મ, ગામ :- કાઠડા, પોસ્ટ:- શિરવા, પી.:-370465, માંડવી કચ્છ

પથરી, ગુટણ, હાડકાના દુખાવા મટાડવા.
કચ્છમાં પથરી,ગુટણ,મણકાના દર્દ વધી ગયા છે. કારણ ક્ષારવાળું પાણી કચ્છમાં પાણી ૧૦૦૦ ફૂટ ઊંડાઈ એ છે. ને ૮-૧૦ હજાર ટીડીએસ થઈ ગયા છે, ફિલ્ટર પાણીથી શારીરિક નુકશાન છે.
કચ્છને જરૂર છે નર્મદાનાં નીરની.

(૧) સરદાર વલ્લભભાઇ પટેલ કચ્છના રાજા પાસે રાજ્ય લેવા આવેલા કચ્છના રાજાએ ત્રણ શરત થી રાજ આપેલ, નર્મદાનું ૩૨%, પાણી કંડલા બંદર, કેન્દ્ર થી જોડાણ. ૧૯૬૧ મા નર્મદા બંધનો શિલાલ્યસ થયો. કચ્છને ૩૨% સિંધા ઢાળ થી પાણી આપવા બીજી જગ્યા એ ૧૩૮ મીટર ઊંચાઈ મળે છે. ત્યાં બંધ બધાઓ ૧૯૭૯ માં પાણી પંચે ત્રણ રાજ્યની પાણી ની વેચણી કરી. ગુજરાતને ૯૦ લાખ એકર પાણી મળ્યું ને ૪૫ વર્ષે કેનાલો પૂરી કરવી, પછી પાણીની ફેરફાળવણી કરવાની, હવે ૨ વર્ષ બાકી. કચ્છની પ્રજા યાદ રાખે સરકાર પાણી આપવા ગંલાતંલા કરે છે. ને ત્યારથી બંધ બાધવાનું શરૂ થયું ૧૯૯૦ માં બંધ ૯૦ મીટર બંધાયો. ત્યારે બંધની ઊંચાઈ ગટાડવા સુપ્રીમ કોર્ટમાં સ્ટે લીધો, કોર્ટને જવાબ આપવા ૧૯૯૩ માં વિધાનસભામાં કચ્છની બોર્ડર સાચવવા ૩૦
લાખ એકર વધારાનું પાણી આપવા સર્વ ના મતે ઠરાવ કર્યો, ને કોર્ટ માં રજૂ કરયો, કચ્છ ના માટે 138 મીટર ઉચાઈ જથાવત રાખવા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, નર્મદા યોજના બની કચ્છ માટે. નર્મદા નું પાણી આપવા કચ્છ અગ્રતા ક્રમે હતું, પણ દક્ષિણ ગુજરાત ના 15 જિલ્લા નર્મદા ક્રમાક માં નથી, ને 31 જિલ્લા ને 87 લાખ એકર કાયમી પાણી ને કચ્છ ને 30 લાખ ફાળવેલ પાણી માથી 20 લાખ એકર વધારાનું પાણી ની કેનાલો કરોડો રૂપિયા ફાળવી ને બની ગઈ છે, ને આખા ગુજરાતને પાણી મળે છે. માત્ર એક કચ્છ જિલ્લો નર્મદા ના પાણી થી બાકી છે, સરકારે ઈરાદા પુરવક કચ્છ ને નર્મદા નું પાણી ના આપી હળાહળ અન્યાય કરી પાપ કર્યું છે. વિશ્વાસ ગાત કર્યો છે. મિત્રો પાપ સહન કરવું મહાપાપ છે, 121 મીટર ઉપર નું પાણી વધારાનું કેવાય. 2006 માં કચ્છ ને વધારાનું પાણી 10 લાખ એકર નરેન્દ્રભાઈ એ મંજૂર કરેલ. સર્વ કરાવી ને નવો નક્શો બનાવેલ આ છે. તો નકશા મુજબ વિધાન સભા ના ઠરાવ મુજબ, સુપ્રીમ કોર્ટ ના ચુકાદા મુજબ, 2007 મા નરેન્દ્રભાઈ એ રાષ્ટ્રીય પાણી પંચને લખેલ પત્ર, ને પત્ર નો પાણી પંચે આપેલ જવાબ,(બને પત્ર મારી પાસે છે.) મુજબ સીધા ઢાળ થી કચ્છ ને પાણી જલ્દી આપો. સદભાવ અદા કરો.

(2) આ છે કચ્છ ના 3 પ્રશ્નો.
૧. કચ્છ ની બ્રાન્ચ કેનાલ આડેસર ની ખાડી પાસે ૨૨૦ ક્યુસેક્સ ની આવી છે, ત્યાથી વધારાના ૧૦ લાખ એકર
પાણી ની બીજી ૭ લિંક કેનાલો નીકળે ને કચ્છ ને પાણી પોચે.
૨. ૭ લીક કેનાલો ની કામ કરવાની વહીવટી મંજૂરી તત્કાળ મળે. જમીન સંપાદન થાય, ટેન્ડર પડે. જલ્દી કેનાલો પૂરી થાય.
૩. આ આવતા બજેટ માં વધારા ના પાણી ની કેનાલ ખાડી માં બનવા ને ૭ લીક કેનાલો માટે. કચ્છ ના તળાવો ઉંડા કરવા ની ગ્રાન્ટ પંદર થી વિશ હજાર કરોડ ફળવાય, સધર્ન લીક કેનાલ, ટપ્પર ડેમ થી દરશડી, અને ટપ્પર, રુદ્રાણી, નિરોણા માટે રૂપિયા 4375 કરોડ ફાળવાયા છે, તે કામ જલ્દી કરો. વળી રૂપિયા પેલા ની જેમ પાછા ના જાય.અને ઉપર લખ્યા મુજબ બજેટ સરકાર ફાળવે. નહિતર, સરકાર ને વિધાનસભા, લોક સભા ભારે પડસે.

(3) કચ્છ ને નર્મદા નું પાણી આપવા 25 વર્ષ થી સરકાર ચુટણી વખતે ખોટા આશ્વસન આપે છે, કચ્છની પ્રજાને ઉલૂ બનાવે છે, હવે 2 વર્ષ કાઢવા છે. પછી કચ્છને પાણી નહિ મળે. બીજા વર્ષ નર્મદા ના પાણી ની ફેરફાળવણી થસે, કચ્છ પ્રજા યાદ રાખે, આ છેલૂ બજેટ છે, 2022 ની ચુટણી પછી સરકાર કચ્છ ને પાણી નહીં આપે, ખમીર વંતી પ્રજાને ખમીર બતાવવા નો સમય આવી ગયો છે, ભારતીય કિશાન સંગ ના પ્રમુખ શિવજી ભાઈ આહિર એ આદેશ કર્યો છે, યુદ્ધ એ કલ્યાણ. ભારતીય કિશાન સંગ મહિલા પાંખ ના પ્રમુખ શ્રી મતી રાધાબેન ભૂડિયા આખા કચ્છ ને પાણી પોચાડવા મહિલા રણ ચંડી બનસે, કચ્છની ખમીરવંતી પ્રજા હવે, આપાર ઉપર ની લડાઈ લડવી પડશે, કેવત, જનની ને જન્મ ભૂમિ, પ્રાણ થી પ્યારી હોય. ભા, કિશાન સંગ અન્ય સંસ્થાઓ સાથે મળી ને આદેશ કરે ત્યારે, કચ્છ ની પ્રજા ઉમટી પડે. ખમીર વંતી પ્રજા ખમીર બતાવે, હવે આ પાર કે ઉ પાર ની લડાઈ લડવી પડશે, તો
નર્મદા નું પાણી કચ્છ ને મળસે, અણી નો ચૂક્યો 100 વર્ષ જીવે, હવે નહીં જાગીએ તો ભાવિ પેઢી ને ઈતિયાસ માફ ની કરે. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. જીના હૈ તો વતન કે લિયે, મરના હૈ વતન કે લિયે. કચ્છી ઓ જાગો-જાગો જાગતા રહો જય નર્મદે,

નર્મદા વાળા બાપા લખમશી વાડિયા …