દવાઓ અને અન્ય સર્જિકલ વસ્તુઓ પર 20% ડિસ્કાઉન્ટ

સરદારધામ દ્વારા
અત્યંત આવશ્યક સેવા “દવા” માં ડિસ્કાઉન્ટ

અત્યારની કોવિડની કપરી પરિસ્થિતિ ઉપરાંત જ્ઞાતિજનોનાં અભિન્ન અંગ એટલે કે રોજીંદી દવાઓમાં “9 Lamps Pharmacy”નાં સહયોગ MRP પર ૨૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે _ _ _પેપલેટ પૂરું વાંચી લેવું

1) સર્જીકલ આઈટમ જેવી કે ગરમ પાણીની થેલી, સ્પાયોમીટર,કમરનો પટ્ટો વગેરે ઉપર ૨૦% થી ૫૦% ડિસ્કાઉન્ટ
2) ઇન્સ્યુલિન (ડાયાબિટીસના ઈન્જેક્શન ) પર 15% ડિસ્કાઉન્ટ મળશે
3) તબીબી ઉપકરણો પર 5% થી 50% ડિસ્કાઉન્ટ મળશે (ગ્લુકોમીટર/ગ્લુકો સ્ટ્રીપ્સ/બી.પી.મોનિટર વગેરે)
4) સર્જિકલ ઉત્પાદનો પર 20% થી 50% ડિસ્કાઉન્ટ મળશે (ઉપલબ્ધતા મુજબ)
5)  ખાસ ઉત્પાદન (ઓન્કોલોજી / નેફ્રોલોજી) કેન્સર અને કિડની ની દવાપર 20% થી 80% ડિસ્કાઉન્ટ મળશે
6) 6) દવાઓ આપને ફ્રી હોમ ડિલીવરી પહોંચતી થશે.આ યોજના ચર્ચગેટ થી વિરાર, વીટી થી કલ્યાણ-પનવેલ મુંબઈ પુરતી છે
7) 7) દવાઓના બિલની ચુકવણી રોકડ અથવા ઑનલાઇન (PAYTM / Google Pay / IMPS) દ્વારા કરી શકાશે
8) એક મહિનાની અંદર દવા રિટન કરી શકશો
નોંધ : દવા સાથે બીલ મેળવી, ડિસ્કાઉન્ટ અને દવાની Expiry Date ચકાસી લેવી.

તમારો ઓર્ડર WHATSAPP દ્વારા આ 7710008820 નંબર પર નીચેની વિગત સાથે મોકલાવો.

નંબર સેવ કર્યા વગર દાયરેક ડાયરેક વોટ્સએપ કરવા અહી ક્લિક(ટચ) કરો https://wa.me/917710008820

1) ડિસ્કાઉન્ટ મેળવવા દરેક ઓર્ડર સાથે કોડ (SARDARDHAM) લખવાનો રહેસે…..તોજ ડિસ્કાઉન્ટ મળશે
2) દર્દીનું નામ……….
3) સંપર્ક નંબર………. (1) (2)સંપર્ક નંબર……… (2).
4) દર્દીનું સરનામું……….
5) ડોકટર દ્વારા દવા લખલા  કાગળનો સ્વછ ફોટો
આ ઉપરોક્ત પાંચ (5) માહિતી મોકલવાની રહેશે

દવાઓ આપને ફ્રી હોમ ડિલીવરી પહોંચતી થશે.આ યોજના ચર્ચગેટ થી વિરાર, વીટી થી કલ્યાણ-પનવેલ મુંબઈ પુરતી છે દવાઓમાં ડિસ્કાઉન્ટ મેળવવા દરેક ઓર્ડર સાથે【SARDARDHAM】કોડ આપવાનો રહેશે .

દવાઓના બિલની ચુકવણી રોકડ અથવા ઑનલાઇન (PAYTM / Google Pay / IMPS) દ્વારા કરી શકાશે

હાલના લોકડાઉનના કારણે ડિલેવરી એકાદ દિવસ આગળ – પાછળ થઈ શકેછે

નોંધ : દવા સાથે બીલ મેળવી, ડિસ્કાઉન્ટ અને દવાની Expiry Date ચકાસી લેવી.

કલ્યાણ સ્ટેશનનું નામ કેવી રીતે પડ્યું

વર્ષો પહેલાં ઘણાં કચ્છીઓ માતૃભૂમિ થી પ્રયાણ કરી મુંબઇ ને પોતાની કર્મભૂમિ બનાવી.

રોજગાર મેળવવાં સન ૧૮૪૦ માં કચ્છ માંડવી નાં કલ્યાણજી શિવજી મુંબઇ આવ્યાં . ત્યારે દરિયો મસ્જિદ બંદર સુધી હતો. દરિયા વાટે આવતી બોટ કિનારાથી લગભગ ૩૦૦ મીટર દૂર ઉભી રહેતી.
મજદૂરો પ્રવાસીઓ ને ખભે બેસાડી કિનારે લાવતાં. કલ્યાણજી પણ આ મજદૂરી કરતો. તે આ કાળી મજુરી નાં ૧ પૈસા લેતો. જે દિવસે ૧૦ પૈસા થઇ જાય , તે દિવસે એકેય પૈસા લીધા વગર મફતમાં મજૂરી કરતો. આ તેની પોતાની ટેક હતી.
એક દિવસ રેલ્વે નાં નિરીક્ષક સર એન્ડરસન બોટ થી મુંબઇ આવ્યાં. કલ્યાણજી એ તેમને ખભે બેસાડી કિનારે લાવ્યો. સર એન્ડરસને કલ્યાણજી ને ચાર આણા આપ્યાં, પરંતુ તે દિવસે કલ્યાણજી ને ૧૦ પૈસા મળી ગયાં હતાં. પોતાની ટેક ની વાત કરી પૈસા લેવાનો ઇન્કાર કર્યો.
સર એન્ડરસન ખુબ જ પ્રભાવીત થયાં. તેમને પોતાનું વિઝીટીંગ કાર્ડ કલ્યાણજી ને આપ્યું.
*એક દિવસ કલ્યાણજી ને ખારાઇ કરવાનું મન થયું, તે પહોંચી ગયો *સર એન્ડરસન* ની ઓફીસે. તેઓ કલ્યાણજી ને જોઈ રાજી થયાં. તેમને કહ્યું કે આ કાળી મજુરી છોડી કોઈ સારું કામ કર.
*તે વખતે રેલ્વે ટ્રેક પર માટી ભરવાનું કામ ચાલતું હતું. *સર એન્ડરસને* કલ્યાણજી ને આ કોંટ્રેકટ આપ્યો. કલ્યાણજી પાસે અનુભવ ન હતો, પણ હામ ભરી કોંટ્રેકટ સ્વિકારી લીધો.
*સર એન્ડરસન વખતોવખત નિરીક્ષણ માટે જતાં, કલ્યાણજી ની કાર્ય પધ્ધતિ અને ઇમાનદારી જોઇ રાજી થતાં. તેઓ કલ્યાણજી ને કલ્યાણ નાં હુલામણા નામે બોલાવતા.
કલ્યાણજી એ નિર્ધારિત સમય થી ૬ મહીના પહેલાં કાર્ય પૂર્ણ કર્યું.
ભારત દેશ ની પ્રથમ ટ્રેન – બોરી બંદર થી થાને ની વચ્ચે ૧૬/૪/૧૮૫૩ નાં દોડી. ત્યારે થાના થી આગળ નાં સ્ટેશનો નાં નામકરણ બાકી હતાં. આ અવસરે એક અભિવાદન સમારંભ આયોજવામાં આવેલ. સર એન્ડરસને કલ્યાણજી ને ખંત, પ્રમાણીકતા અને ટેક ની સ્ટેજ પર વાત કરી, તેનું બહુમાન કર્યું અને આ સાચા માણસ ની યાદ માટે સેન્ટ્રલ રેલ્વે નાં પરા નાં સ્ટેશન ને કલ્યાણ નું નામ આપ્યું.
કચ્છવાસીઓ એ ખરેખર ગૌરવ લેવાં જેવી વાત છે. ખંત, ખમીર અને ઇમાનદારી થી કચ્છીઓ એ સમગ્ર વિશ્વમાં પોતાનું કાઠું કાઢ્યું છે.