બેલગામ : –
🚩 પગપાળા પ્રવાસ
હરિદ્વાર થી કન્યાકુમારી 🚩
સંત શ્રી વાલરામજી મહારાજ ના, સંસ્થાનો, મુરચબાણ આશ્રમ કચ્છ, તથા કચ્છી લાલરામેશ્વર આશ્રમ ના, વર્તમાન ગાદીપતિ સંતશ્રી હરિદાસજી મહારાજ,
જેઓ તા. 12/07/2023 બુધવાર ના, હરિદ્વાર થી પગપાળા યાત્રા શરૂ કરેલ, તેઓ આજ રોજે તા. 20/12/2023 સવારના 8.30 વાગ્યે બેલગામ (કર્ણાટક) પસાર થઈ, બેલગામ થી 35 કિલોમીટર, કાદરોલી ઈટગીરોડ, શ્રી મોહનભાઈ ડાહ્યાભાઈ દિવાણી (ટોડિયા) ને ત્યાં રાતવાસો કરી, આગળ નો પ્રવાસ શરૂ કરશે….…
બેલગામ ના ભાઇઓ તથા ધારવાડ ના ભાઇઓ એ શ્રી હરિદાસજી મહારાજ ની મુલાકાત લીધેલ આને આગતાસ્વાગતા કરેલ. અને જણાવેલ કે, વિશ્વશાંતિ માટે તથા ભારતની એકતા અને અખંડિતતા જળવાઈ રહે, સાથે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય તેના માટે, કઠિન પગપાળા પ્રવાસ આદરેલ છે……