પવિત્ર શ્રાવણ મહીના નો મહિમા …

શ્રાવણ નો મહીનો ને વરસાદ નું વધે જોર,
આકાશે વીજ ચમકે ને વાદળો થયા ઘનઘોર,
ધરતી માત નો સાદ સાંભળી મેહુલીયો કરે મ્હોંર,
નદી, સરોવર તળાવ છલકાય ને ટહુકાર કરે મોર,
શ્રાવણ નો મહીનો ને શિવ ભક્તિ નો શરુ થયો દોર,
“ૐ નમઃ શિવાય” મંત્રના જાપમાં ભક્તો થયા ભાવવિભોર,
શ્રાવણ નો મહીનો આવ્યો ને શિવ નો મહિમા લાવ્યો,
મન માં ધરો શિવ નું ધ્યાન
સૌ થી ઉત્તમ છે શિવ નું સ્થાન,
શરુ થયો રક્ષાબંધન નો તહેવાર
ભાઇ બહેન ના પવિત્ર હેતનો વાર,
રેશમ નો તાર એક અનોખો સાર
ભીંજાય એમાં આખો સંસાર,
આ તો ભાઇ બહેન નો પ્યાર
શ્રાવણ નો મહીનો ને ધરતી કરે પુકાર,
આજ તો મન મુકીને મેહુલીયો વરસ્યો અનરાધાર,
શરુ થયો સાતમ આઠમ ના તહેવારો નો દોર,
નંદ ઘેર આનંદ ભયો કહે આવ્યો માખણ ચોર,
શ્રાવણ મહીના માં માનવ તું ના બન ભક્તિ નો ચોર,
એક બીલીપત્ર, એક પુષ્પ એક લોટા જલ કી ધાર….
શિવ ની ભક્તિ કરો ભાવ થી તો થાય ભવપાર,
આવ્યો શ્રાવણ મહીના નો ધાર્મિક તહેવાર
આવ્યો શિવ સાથે નો પવિત્ર વહેવાર,
“શિવ ની મહીમા અપરંપાર શિવ કરે છે સૌ નો ઉદ્ધાર”…….

રચયિતા:-
દિનેશભાઇ. વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી, ચીખલી (નવસારી) મો:- ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છમાં ગામ :- રવાપર.

પ્રતિશાદ આપો