તે મુજબ પાટડી

તે મુજબ પાટડી, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, તે સમયના કડી પ્રાન્ત, દક્ષિણમા વરાડને ખાનદેશ, કાઠિયાવાડ*અને જે જે ભાગોમા કણબીની વસ્તી તે ભાગોમા ઉઘરાણુ કર્યુને રૂ.એક લાખ માતાજીની અસીમ કૃપાથી એકઠા થયા. તેમ થતા જ્ઞાતિના આગેવાનોએ મળી (ઇ.સ.૧૮૬૫) એક સરસ પત્થરનુ દેવળ બનાવવા ઠરાવ કર્યો. આ કામ શ્રી રામચંદ્રભાઈ અમદાવાદ વાળાને સોપ્યુ.ઈંટ ચુનાના મંદિરની જગાએ પત્થરનુ નવુ મંદિર, ઈંટ ચુનાની ઘુમટવાળી ચોકીઓ, મંડપને નીચે ભોયરૂ એ તૈયાર થયા. પરંતુ કેટલુક કામ અપૂર્ણ રહી ગયુ. રા.બ.લશ્કરી શેઠે તે પૂર્ણ કરવા અને નવુ બીજુ કામ કરવા ધારણા કરી હતી. આ હેતુ પાર પાડવા ગાયકવાડ સરકાર કડી પ્રાન્તમા પધાર્યા ત્યારે તેમના ખાનગી કારભારી અને કડી પ્રાન્તના સુબા રા.બ.લક્ષમણરાવ જગન્નાથ દ્વારા નજીકનુ ઉમિયાધામ જોવાને તથા અપૂર્ણ કામ પુર્ણ કરવા તથા એક ધર્મશાળા બાધવામા મદદ કરવા તેઓશ્રીને વિનંતી કરવામા આવી. તે મુજબ ગાયકવાડ ત્યા પધાર્યા.પણ ત્યા કોઈ આગળ પડતો જ્ઞાતિબંધુ ન હોવાથી નાણા સબંધી કોઈ વાત કરી નહી. પરંતુ તે સબંધે સુબા સાહેબનો રા.બ.બહેચરદાસ લશ્કરી પર પત્ર હતો જેમા લખ્યુ હતુ કે… જો તમે યોગ્ય રકમએકઠી કરશો તો શ્રીમંત ગાયકવાડ સરકાર પણ બહોળા હાથે મદદ કરશે. (ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તારીખ ૧૩-૧-૧૮૮૩) આ પ્રમાણે પત્ર મળતા તા૧૮-૧-૧૮૮૩ ના રોજ માતાજીના દેવળને પુરૂ કરવાને એક ધરમશાળા બનાવવા વિશે વિચાર કરવા મોટા મોટા બાસઠ ગામો પોતાને ત્યા તેડાવી એક અઠવાડિયા સુધી રાખ્યા અને યોગ્ય સરભરા કરી. તે ગામોના ૪૦૦ જેટલા પ્રતિનીધીઓ આવ્યા હતા. તેમને માતાજીના દેવળ અંગે,ધરમશાળા અંગે અને સુબાજીના પત્ર અંગે એમ સઘળા કામોની સમજણ પાડી કે તરત જ સહુએ મળી ત્યા જ રૂ.૫૨૮૬/ ભરી આપ્યા.ત્યાર પછી આ કામે પાટડીના નામદાર દરબારે રૂ.૧૦૦૧/ તથા રા.બ.બહેચરદાસ લશ્કરીએ રૂ.૧૦૦૦/ બીજા પરચુરણ દાતાઓના કુલ મળી રૂ.૨૦૦૪/ એટલે કુલ રૂ.૯૨૯૧/ થયા. આ પ્રમાણે ભરાયેલી રકમ વિશે તથા નેક નામદાર તરફથી યોગ્ય રકમ મેળવવા લશ્કરી શેઠે રા.બ.સુબા લક્ષમણરાવને પત્ર લખ્યો (તા.૧૪-૧૦-૧૮૮૩) જેના જવાબ મા તા.૪-૧૨-૧૮૮૩ મા સુબા લક્ષમણરાવે નેક નામદાર ગાયકવાડ સરકારને લખાણ કર્યુ. અને નામદાર ગાયકવાડે તા ૨૬-૧૨-૧૮૮૩ના રોજ રૂ.૧૫૦૦/ રોકડા લશ્કરી શેઠને આપવા હુકમ કર્યોને આ રકમ લશ્કરી શેઠને મળી. ઇ.સ.૧૮૮૪ના જાન્યુઆરીમા ૨૪મી તારીખે ઉઝા સ્વસ્થાને આગેવાનોની એક સભા મળી. તેમા આખા દેશમા જ્યા જ્યા કડવા કણબીઓ વસતા હોય ત્યાથી ઘર દીઠ એક રૂપિયો ઉઘરાવવા ઠરાવ કર્યો અને વિશ્વાસપાત્ર માણસો રાખી ઉઘરાણુ શરૂ કરાવ્યુ.બીજી તરફ તા.૨૫-૧-૧૮૮૫ના દિવસે લશ્કરી શેઠે મકાનો*lઅને ધરમશાળાના કામોના નમુના તથા ખરચનો આકડો રૂ.૧૩૦૫૧/ વગેરેના કાગળો મીટીગમા મુક્યા તે રીતે કામ પૂરૂ કરવાઅને જરૂરી સુધારા વધારા કરવાની સત્તા લશ્કરી શેઠને આપતો ઠરાવ કર્યો. જુદા જુદા ગામોનુ ઉઘરાણુ આવતા કુલ રૂ.૨૫,૦૬૮ થયા.તે વિશાળ ધરમશાળા પૂર્વ પશ્વિમ ૧૮૫ ફુટને ઉત્તરે ૧૬૦ ફુટને દક્ષિણે ૧૪૮ ફુટ હતી. તેમા કુલ ૬૧ વિભાગ છે. તે ખંડને મહેરદાર દરવાજા હતા. ભોયતળિયાની કિનારીમા સફેદ પત્થર વાપર્યા હતાઅને ધરમશાળા પર છોબંધ ધાબુ બનાવી ચોગરદમ ફરતી અગાસી કરી હતી. ધરમશાળાને ચારે બાજુ ઘુમટ રાખ્યા હતા. ઉંઝાના પટેલ ત્રિકમદાસ બેચરદાસ રૂસાતે મંદિરની નજીક પોતાની જમીનનો ટુકડો મંદિરની બહાર ધરમશાળા બાધવા માટે વિના મૂલ્યે અર્પણ કરેલ છે.ઇ.સ.૧૮૮૭મા મંદિર અને ધરમશાળા અને ઓરડીઓના કામો પુરા થતા મા ઉમા સ્વસ્થાન કમિટીના સભાસદો તેને ખુલ્લુ મુકવાની વીધિ કરવા ગાયકવાડ સરકારને આમંત્રિત કરવા ગયા. તેમણે પોતાના વતી કડી પ્રાન્તના સુબા સાહેબને વિધી કરવા હુકમ કર્યો. આઠથી દસ હજાર કણબી અને અન્ય ભેગા થયાને તા.૬-૨-૧૮૮૭ ના દિવસે ઉદઘાટન વિધી થયી. ગાયકવાડ સરકાર તરફથી ઉમિયા માતાજીને ઉત્તમ પોશાક ભેટ ધરાવવામા આવ્યો. આ ઉપરાત આવા લોકહિતના કામોમા તન, મન અને ધનથી ભાગ લેવા માટે શેઠ શ્રી બેચરદાસ લશ્કરીને ગાયકવાડ સરકારશ્રી તરફથી સાલ,જોટોને પાઘડી ભેટ મળ્યા હતા. મંદિર પર શિખર ચઢાવવાની ભેટ રૂ.૨૦૦૦/ શ્રીપા.નાગરદાસ ઉગરદાસ તથા કશળદાસ કિશોરદાસે આપ્યા હતા.માઁ ઉમિયા માતા સૌની રક્ષા કરે

પ્રતિશાદ આપો