કોઇ પૂછે તો કહેજો…….

કોઇ પૂછે તો કહેજો એકબીજાના દિલમાં રહીએ છીએ…
મુશ્કેલી આવે તો હિંમત વધારવા એકબીજાને કહીએ છીએ…
સુખનો ગુણાકાર ને દુઃખનો ભાગકાર કરીને રોજ..
હરખની હેલી વહાવવા ભૂલોને અમે ભૂલીએ છીએ…
સંબધોને અમે જીંદગીની પુંજીની જેમ સાચવ્યા છે..
એકબીજાની નાની મોટી કુટેવોને અમે સહીએ છીએ…
મિત્રોની મહેફિલ સદા અમારા હ્રદયમાં ભરેલી છે..
એટલે એકલતાની ઓથમાં પણ અમે રમીએ છીએ…
જગત આખું આજ એક મિશાલ બનાવી જોવે અમને..
કોઇ પૂછે તો કહેજો એકબીજાના દિલમાં રહીએ છીએ…….!!

રચિયિતા:- દિનેશભાઈ વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી ચીખલી (નવસારી ૯૮૨૪૯૫૧૦૪૯
કચ્છ માં ગામ:- રવાપર

પ્રતિશાદ આપો