વર્ષો પહેલાં ઘણાં કચ્છીઓ માતૃભૂમિ થી પ્રયાણ કરી મુંબઇ ને પોતાની કર્મભૂમિ બનાવી.
રોજગાર મેળવવાં સન ૧૮૪૦ માં કચ્છ માંડવી નાં કલ્યાણજી શિવજી મુંબઇ આવ્યાં . ત્યારે દરિયો મસ્જિદ બંદર સુધી હતો. દરિયા વાટે આવતી બોટ કિનારાથી લગભગ ૩૦૦ મીટર દૂર ઉભી રહેતી.
મજદૂરો પ્રવાસીઓ ને ખભે બેસાડી કિનારે લાવતાં. કલ્યાણજી પણ આ મજદૂરી કરતો. તે આ કાળી મજુરી નાં ૧ પૈસા લેતો. જે દિવસે ૧૦ પૈસા થઇ જાય , તે દિવસે એકેય પૈસા લીધા વગર મફતમાં મજૂરી કરતો. આ તેની પોતાની ટેક હતી.
એક દિવસ રેલ્વે નાં નિરીક્ષક સર એન્ડરસન બોટ થી મુંબઇ આવ્યાં. કલ્યાણજી એ તેમને ખભે બેસાડી કિનારે લાવ્યો. સર એન્ડરસને કલ્યાણજી ને ચાર આણા આપ્યાં, પરંતુ તે દિવસે કલ્યાણજી ને ૧૦ પૈસા મળી ગયાં હતાં. પોતાની ટેક ની વાત કરી પૈસા લેવાનો ઇન્કાર કર્યો.
સર એન્ડરસન ખુબ જ પ્રભાવીત થયાં. તેમને પોતાનું વિઝીટીંગ કાર્ડ કલ્યાણજી ને આપ્યું.
*એક દિવસ કલ્યાણજી ને ખારાઇ કરવાનું મન થયું, તે પહોંચી ગયો *સર એન્ડરસન* ની ઓફીસે. તેઓ કલ્યાણજી ને જોઈ રાજી થયાં. તેમને કહ્યું કે આ કાળી મજુરી છોડી કોઈ સારું કામ કર.
*તે વખતે રેલ્વે ટ્રેક પર માટી ભરવાનું કામ ચાલતું હતું. *સર એન્ડરસને* કલ્યાણજી ને આ કોંટ્રેકટ આપ્યો. કલ્યાણજી પાસે અનુભવ ન હતો, પણ હામ ભરી કોંટ્રેકટ સ્વિકારી લીધો.
*સર એન્ડરસન વખતોવખત નિરીક્ષણ માટે જતાં, કલ્યાણજી ની કાર્ય પધ્ધતિ અને ઇમાનદારી જોઇ રાજી થતાં. તેઓ કલ્યાણજી ને કલ્યાણ નાં હુલામણા નામે બોલાવતા.
કલ્યાણજી એ નિર્ધારિત સમય થી ૬ મહીના પહેલાં કાર્ય પૂર્ણ કર્યું.
ભારત દેશ ની પ્રથમ ટ્રેન – બોરી બંદર થી થાને ની વચ્ચે ૧૬/૪/૧૮૫૩ નાં દોડી. ત્યારે થાના થી આગળ નાં સ્ટેશનો નાં નામકરણ બાકી હતાં. આ અવસરે એક અભિવાદન સમારંભ આયોજવામાં આવેલ. સર એન્ડરસને કલ્યાણજી ને ખંત, પ્રમાણીકતા અને ટેક ની સ્ટેજ પર વાત કરી, તેનું બહુમાન કર્યું અને આ સાચા માણસ ની યાદ માટે સેન્ટ્રલ રેલ્વે નાં પરા નાં સ્ટેશન ને કલ્યાણ નું નામ આપ્યું.
કચ્છવાસીઓ એ ખરેખર ગૌરવ લેવાં જેવી વાત છે. ખંત, ખમીર અને ઇમાનદારી થી કચ્છીઓ એ સમગ્ર વિશ્વમાં પોતાનું કાઠું કાઢ્યું છે.