જગત જનની જગદંબા…

તમે રમવા પધારો જગદંબા રે… માં ઉમિયાને સાથે તમે લાવજો રે…
તમે રમવા પધારો જગદંબા રે….

અમે મંડપ રોપ્યા છે માડી તમારા ધામે રે……
તમે આવો તો રમઝટ જામે રે….

આજ ઘર ઘરમાં ગુંજે છે નાદ તમારા રે…..
તમે આવો તો માડી થાય કામ અમારા રે…..

ચાચર ના ચોક મા તમે રમવા ને આવજો રે……
સાથે નવદુર્ગા માવડીને લાવજો રે….‌.

શક્તિ નો ભંડાર લઈને બેઠા છો ધામે રે……
આજ તમારા નામની જયકાર થાય ગામે ગામે રે…..
તમે રમવા પધારો જગદંબા રે…
માં ઉમિયાને સાથે તમે લાવજો રે…

રચિયિત:-
દિનેશભાઈ.વી.પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી ચીખલી(નવસારી)
(મો) ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ માં ગામ :- રવાપર

પ્રતિશાદ આપો