નખત્રાણામાં ગાયના છાણથી બનેલી ગણપતિની મૂર્તિ

નખત્રાણામાં ગોબરમાંથી ગણપતિની મૂર્તિ* બનાવી પર્યાવરણ શુદ્ધિકરણ નો સંદેશો
*નખત્રાણા.
*ગણેશ ઉત્સવ નિમિત્તે નખત્રાણાના નવાવાસમાં આવેલા ઉમિયા નગર તેમજ નારાયણ નગર ના રહેવાસીઓ દ્વારા છેલ્લા છ વર્ષથી ગણપતિ મહોત્સવ આસ્થા સાથે ઉજવવામાં આવે છે જેમાં ગણપતિ વંદના સત્સંગ મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાય છે
*આયોજકો દ્વારા આ વર્ષે કંઈક નવું કરવા માટે તેમજ પર્યાવરણની રક્ષા માટે કેમિકલવાળી મૂર્તિ નહીં પરંતુ પર્યાવરણ શુદ્ધિકરણ માટે દેશી ગાયના છાણ ગોબર માંથી તૈયાર કરેલી બે ફૂટની મૂર્તિ લાવી પર્યાવરણ શુદ્ધિકરણ નો સંદેશો આપ્યો છે
*અહીંના રહેવાસી કલ્પેશભાઈ મારું એ કહ્યું કે અમે છ વરસથી ગણેશ ઉત્સવ ઊજવે છે આ વર્ષે અમે પવિત્ર ગણાતા ગાય માતાના ગોબરમાંથી મૂર્તિ બનાવવાનું વિચાર્યું અને આવું કરવાથી પર્યાવરણનું જતન થશે અને ગણપતિ વિસર્જન વખતે પણ પાણીનો બગાડ નહીં થાય તેમજ ગણપતિ વિસર્જન બગીચામાં કરવાથી ઝાડ છોડ ને પણ ગોબર નું પોષણ મળશે જેથી પ્રદુષણમુક્ત થવાશે પર્યાવરણ શુદ્ધ થશે અન્ય લોકો પણ આવું કરે તો તળાવ ડેમ ના પાણી અશુદ્ધ ન થાય ગોબર ની મૂર્તિ થી ઝાડ છોડ ને પણ પૂરતુ પોષણ મળશે./..લખન દેસાઈ

પ્રતિશાદ આપો