ડો.ગૌરવ લીંબાણી આપણા કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ કેન્સર નિષ્ણાત સર્જન બન્યા છે


*શ્રી મથલ પાટીદાર સમાજ*
*********************
આથી જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આપણા લીંબાણી પરિવાર ના શિરમોર એવા ડૉ. ધીરજભાઇ (ઍમ. ઍસ.) જનરલ સર્જન ના સુપુત્ર ડૉ. ગૌરવ ઍમ.ઍસ. (જનરલ સર્જન) ની ડિગ્રી હાંસલ કર્યા બાદ તાજેતરમાં જ મુંબઈ ખાતે આવેલા *Post Graduate Institute, Bombay Hospital દ્વારા DNB, Cancer Surgery માં (કૅન્સર સ્પેશ્યાલિસ્ટ સર્જન તરિકે) ઉતિર્ણ થયા છે.* ડૉ. ગૌરવ આપણા સમગ્ર ક. ક. પાટીદાર સમાજ માં પ્રથમ કૅન્સર સર્જન તરીકે સ્થાન પામ્યા છે.

ડૉ. ગૌરવ શરૂઆતથી જ પોતાના પિતાશ્રીના પગલે ઉજજવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. ભારતમાં જૂજ કૅન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે જેમાં હવે તેમનું પણ નામ ઉમેરાયું છે. હાલમાં તેઓશ્રી ભારતની પ્રખ્યાત ટાટા કૅન્સર હૉસ્પિટલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.

આવા ગૌરવરુપ વ્યક્તિત્વ ધરાવતા પ્રતિભાશાળી ડૉક્ટર બદ્દલ સમગ્ર મથલ પાટીદાર સમાજ અને લીંબાણી પરિવાર અત્યંત ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવે છે.

વધારામાં તેમના પરિવાર તરફથી સૌને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આપણા જ્ઞાતિજનો અને ગ્રામજનો માટે કૅન્સરના તેમજ અન્ય કઠીન અને હઠીલા દરદો માં કયારેય પણ વિના સંકોચે તેમની પાસે થી ઉચિત માર્ગદર્શન અને સારવાર મેળવવા સંપર્ક કરી શકો છો.

સંપર્ક સૂત્ર:
ડૉ. ધીરજભાઇ:
*+919820086986
ડૉ. ગૌરવ:
*+919920086986

પ્રતિશાદ આપો