હવે તો આવ ઉગારવા માઁ,જગત આખુ થાકી ગયુ છે.
આજ લાચાર બન્યો છે માનવી,જડતો નથી કોઈ ઉપાય,
હવે તો કોઈક રસ્તો બતાવ માઁ,જગત આખુ ભૂલુ પડ્યુ છે.
થયા હશે ચોક્કસ અનેક ગુન્હાઓ,એટલે તો મળી રહી છે આજ સજાઓ,
હવે તો માફ કર માઁ,જગત આખુ થાકી ગયુ છે.
જોઈ લીધી આ અદ્રશ્ય દૈત્ય ની જીવલેણ શકિત,
હવે તારી શકિત બતાવ માઁ,જગત આખુ હામ હારી ગયુ છે.
કેવો દિધો કાળનો ફટકો,માણસે ન મેળવ્યો કફન નો કટકો,
માણસ જાય મસાણે પરબારો,જગત આખુ રડી રહ્યુ છે.
ગલીએ-ગલીએ રમનાર બાલુડા,આજ કેદી બની ભરાઈ ગયા છે,
હવે તો સાંભળ બાલુડા નો સાદ માઁ,જગત આખુ થાકી ગયુ છે.
વેરાન બની ગઈ હોય એમ લાગે છે સમગ્ર સૃષ્ટિ,
હવે તો શણગારવા આવ માઁ,જગત આખુ થાકી ગયુ છે.
ધરી ધીરજ સૌ બેઠા હતા,કે આવશે પાનખર પછી વસંત,
હવે તો વિશ્વમાં વસંત લાવ માઁ, જગત આખુ કરમાઈ ગયુ છે.
સ્કૂલ-કોલેજો ખાલીખમ છે, દવાખાના ને સ્મશાન ઊભરાય છે,
આ જોઈ દયા કેમ નથી આવતી માઁ? જગત આખુ થાકી ગયુ છે.
ખોડવાય ગયા છે ધંધા-રોજગાર,બન્યા સૌ બેરોજગાર,
હવે તો કાંઈક લીલા કર માઁ, જગત આખુ થંભી ગયુ છે
હે જગત જનની જગદંબા,તમે તો વિશ્વ વ્યાપી છો,
હવે તો તારવા આવ માઁ,જગત આખુ ડુબી રહ્યુ છે….!!!!
રચિયિતા :- દિનેશભાઈ.વી.પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ.
શિવ રેસીડેન્સી.
ચીખલી. (નવસારી ).
૯૮૨૪૯૬૧૦૪૯.
કચ્છ માં ગામ :-. રવાપર
.