નખત્રાણામાં “ઓક્સિજન પ્રોડક્શન પ્લોટ” અને “25 ઓક્સિજન સપ્લાય રૂમ” શરૂ કર્યું

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત “પાટીદાર કોવિડ કેર સેન્ટર”, નખત્રાણા ખાતે કરછ કલેકટરશ્રી પ્રવિણા.ડી ,અને નખત્રાણા ડેપ્યુટી કલેક્ટશ્રી મેહુલ બરાસરા પ્રયત્ન થી ઉભુ કરવામાં આવેલ “ઓક્સિજન ઉત્પાદન પ્લાટ”, અને “25 ઓક્સિજન સપ્લાય રૂમ” નુ આજરોજ અબડાસા વિસ્તાર ના ધારાસભ્યશ્રી પ્રધ્ધુમનસિહ જાડેજા નાં વદ્દહસ્તે રેબીન કાપીને ખુલ્લો મુકવામાં આવેલ.આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટશ્રી મેહુલ બરાસરા , નખત્રાણા મામલતદારશ્રી સોલંકી સાહેબ, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જયસુખભાઇ ડાયાણી, કેન્દ્રીય સમાજ ના ટ્રસ્ટીશ્રી રામજીભાઈ નાકરાણી, ટ્રસ્ટીશ્રી ધનજીભાઈ છાભૈયા, કેન્દ્રીય સમાજ ઉપપ્રમુખશ્રી ર્ડા. શાંતિલાલ સેધાણી, ખજાનચીશ્રી છગનભાઇ રૈયાણી, મંત્રીશ્રી પ્રવિણભાઇ ધોળુ, નખત્રાણા ઝોન મહામંત્રીશ્રી હિરાભાઇ ધનાણી, ખજાનચી અરજણભાઇ તેજાણી, નખત્રાણા ઝોન ન્યાય સમિતિ ના પ્રમુખશ્રી રતનશીભાઈ ભીમાણી, યુવાસંઘ કરછ રિજીયન ઉપપ્રમુખશ્રી શાંતિલાલ નાકરાણી, મહિલાસંધ ના ઉપપ્રમુખ શ્રીમતિ ગંગાબેન રામાણી, મંત્રી શ્રીમતી અનુરાધાબેન સેધાણી , નખત્રાણા વેપારી મંડળ ના પ્રમુખશ્રી બાબુભાઇ ધનાણી, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખશ્રી દિલિપભાઈ નરસિગાણી, જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, નખત્રાણા નવાવાસ ના ઉપપ્રમુખશ્રી મંગલભાઇ કેશરાણી,મધ્ય વિભાગ ના પ્રમુખશ્રી ચંદુભાઈ વાલાણી,પ્રશ્ચિમ વિભાગ ના પ્રમુખશ્રી લાલજીભાઈ રામાણી, પાટીદાર કોવિડ કેર સેન્ટર ની વિવિધ સમિતિના સભ્યોશ્રીઓમા કરછ રિજીયન પૂર્વ પ્રમુખશ્રી શૈલેષભાઈ પોકાર, શ્રી ભરતભાઈ રૈયાણી, શ્રી ભાણજીભાઈ જબુઆણી, શ્રી કાંતિભાઈ નાથાણી, શ્રી કરશનભાઇ લિંબાણી તેમજ વિવિધ સમાજીક સંસ્થા/ રાજકીય સંસ્થા ના અગ્રણીઓ હાજર રહ્યા.
* આ પ્રસંગે ર્ડા. શાંતિલાલ સેધાણી પાટીદાર કોવિડ સેન્ટર ની પ્રાથમિક માહિતી આપેલ અને જણાવેલ કે સરકારશ્રી/ દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓ ના સાથ સહકાર થી આ સેન્ટર ઉભુ કરવામાં આવે છે .આ વિસ્તારના લોકોને સમયસર સારવાર મળી રહે અને દર્દીઓ ને વિનામૂલ્યે સારવાર મળે એ હેતુથી પાટીદાર સમાજ દ્વારા આ કોવિક સેન્ટર સગવડ ઉભી કરવામાં આવેલ છે. ડેપ્યુટી કલેક્ટશ્રી મેહુલ બરાસરા પાટીદાર કોવિડ સેન્ટર કામગીરી ની પ્રસંશા કરી અને કપરા કાળમાં આ સંસ્થા ખૂબ આશિર્વાદરૂપ બની રહી આવા નેક કાર્ય કરવા બદલ ધન્યવાદ પાઠવે. નખત્રાણા તાલુકા મામલતદારશ્રી સોલંકી સાહેબ પાટીદાર કોવિડ સેન્ટર કામગીરીને બિરદાવી હતી. શ્રી કેન્દ્રીય સમાજ ના ટ્રસ્ટીશ્રી રામજીભાઈ નાકરાણી આવા નેક કાર્ય કરવા માટે આશિર્વાદ આપેલ અને સહયોગ આપવા જણાવેલ.
અબડાસા વિસ્તાર ધારાસભ્યશ્રી પ્રધ્ધુમનસિહ જાડેજા સૌ પ્રથમ આ સંસ્થા ને ધન્યવાદ પાઠવે.આ સંસ્થા કપરા કાળમાં આ વિસ્તારના લોકો માટે આર્થિક રીતે ખુબ ઉપયોગી નીવડી.જે દર્દીઓ આ સંસ્થા માં સારવાર મેળવ્યા બાદ સાજા થયેલા દર્દીઓ આ સંસ્થા ની સેવાકીય કામગીરી ની ખુબ પ્રસંશા કરી છે.આ સંસ્થા માં આર્થિક/સેવાકીય પ્રવૃત્તિઓ માં જેમને યોગદાન આપેલ છે તેમને ધન્યવાદ પાઠવે.

  • આજના કાર્યક્રમ નું સંચાલન યુવાસંઘ કરછ રિજીયન ઉપપ્રમુખશ્રી શાંતિલાલ નાકરાણી અને આભારવિધિ કેન્દ્રીય સમાજ ના ખજાનચી શ્રી છગનભાઇ રૈયાણી કરેલ એજ..
    પ્રચાર-પ્રસાર સમિતિ
    *પાટીદાર કોવિડ કેર સેન્ટર
    નખત્રાણા,કરછ

પ્રતિશાદ આપો