નજીવી બાબતો માં છૂટાછેડા અને અઢળક મની માંગણી ?

નજીવી બાબતો માં છૂટાછેડા અને અઢળક મની માંગણી ?
સમાજમાં આ એક નવી સમસ્યા વધી છે
આજકાલ એક નવી સમસ્યા – નવું દુષણ સમાજમાં જોવા મળ્યું છે.
અત્યારની આધુનિક પેઢી નજીવી અને નાની બાબતોમાં છૂટાછેડા સુધીના પગલા ભરીને પોતાના લગ્નજીવનનો અંત આણી રહી છે.
છૂટાછેડા પાછળના મૂળભૂત કારણો તપાસતા ખબર પડે કે એકબીજા
જીવનસાથી પાત્રને બદલે આધુનીક સુખ-સગવડો અને હરવા ફરવા
જેવી મોજ શોખની અપેક્ષાઓ વધુ પડતી હોય છે.
જયારે સંઘર્ષ, સહનશકિત અને એક બીજા પ્રત્યે સમર્પણની ભાવના તો
કયાંય જોવા મળતી નથી હોતી.
માવતર પક્ષ તરફથી મળતા અયોગ્ય પ્રોત્સાહન ને કારણે છૂટાછેડા
સુધીના સ્ટેજ પર સંતાનો પહોંચી તો જાય છે પરંતુ પછી શરૂ થાય છે
એક પ્રકારની દુશ્મનાવટ..અને છૂટાછેડા માટે મોટી મોટી રકમની
માંગણી. શું આ બાબત દીકરી-દીકરાના માવતર તરીકે યોગ્ય છે?
સબંધ ના રાખવો હોય તો વડિલોએ રાજી ખુશીથી છૂટાછેડાની પ્રક્રિયા
પુરી કરવી જોઈએ પરંતુ એકબીજાને આર્થિક પાયમાલ કરવાની આ
કુટનિતિ શું જ્ઞાતિ માટે વ્યાજબી છે? આ તો તોળ કર્યો કહેવાય..!!
આપણા જ્ઞાતિ મંડળો,સંસ્થાઓ અને સંગઠનો મળી સમાજ વચ્ચે
આ બાબતનું એક બંધારણ નકકી ન કરી શકીએ ??

પ્રતિશાદ આપો