સરદારધામમાં એક નવી પ્રણાલિકાની શરૂઆત

નારી તું નારાયણી” ઉક્તિને સાર્થક કરતાં આપણા સ્થાપક ટ્રસ્ટી શ્રીમતી વસંતબેન ગગજીભાઇ સુતરીયાએ પોતાનો જન્મદીવસ કોઇ હોટેલમાં ન ઉજવતાં સરદારધામ હોસ્ટેલના UPSC-GPsc કરતાં સિવિલ સર્વિસ કેન્દ્રના દીકરા-દીકરીઓ સાથે સાદાઇથી ઉજવીને વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વસંતબેને તેમના પરિવાર સાથે દીકરા-દીકરીઓ સાથે સાંજનું ભોજન લીધું હતું તેમજ પોતાના હાથે વિધાર્થીઓને ભોજન પીરસ્યું હતું. એટલું જ નહીં પરંતુ જન્મદિન નિમિત્તે રૂ.૧ લાખનું દાન પણ લખાવ્યું હતું. આ દ્વારા એમણે અનોખું , ઉત્કૃષ્ટ અને અદમ્ય ઉદાહરણ
પુરું પાડ્યું હતું કે સમાજના કેળવણીપ્રેમી, સમાજપ્રેમી અને સક્ષમ લોકો પણ આવી જ રીતે પોતાની લગ્નતિથિી જન્મતિથી/ સ્વજનોની પુણ્યતિથિ હોસ્ટેલના દીકરા-દીકરીઓ સાથે ઉજવીને વિધાર્થીઓ સાથે આત્મીયતા વધારી શકે છે. તેમજ સંસ્થાની પ્રવૃતિઓથી અવગત થઇ તેને આર્થિક રીતે ઉપયોગી પણ થઇ શકે છે. આવી ઉચ્ચ ભાવના બદલ ટીમ સરદારધામ એવમ ટ્રસ્ટીગણ તેમનો સહદય આભાર વ્યકત કરે છે.

પ્રતિશાદ આપો