દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે અત્યંત કઠિન લાગતી BSF (બોર્ડર સિકયોરિટી ફોર્સ)માં સેવા આપતો આપણો પાટીદાર યુવાન
મયુર રવીલાલ વાલાણી છે, ઓગણીસ નવેમ્બર ૧૯૯૨ માં પરાસિયા ગામમાં જન્મેલા મયુરભાઈનું મૂળવતન વિથોણ છે, અભ્યાસ પૂર્ણ કરી તા.૧૭-૩-૨૦૧૨માં ભારતમાતાની રક્ષા કાજે BSFમાં જોડાયા, જે આજસુધી કાર્યરત છે, તેઓ શરૂઆતના વર્ષ થી ૨૦૧૪ સુધી કિશનગંજ (બિહાર)મળે ફરજ બજાવી, વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૭ સુધી અગરતલા (ત્રિપુરા)મળે ફરજ બજાવી, વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨ ૧ના મધ્યભાગ
સુધી ખેમકરણ (પંજાબ) મધ્યે ફરજ બજાવી, હાલમાં દેશના અતિ સંવેદનશીલ વિસ્તાર એવા ગુરેજ, બાંદીપુરા (કાશ્મીર)માં દેશની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવે છે. બોર્ડર સિક્યોરિટીની સાથોસાથ ઇન્ટરનલ સેવામાં પણ તેઓ વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે કાશ્મીરમાં ફરજ બજાવી, વર્ષ ૨૦૧૭માં હિમાચલ પ્રદેશ એસેમ્બલી ચૂંટણી વખતે ફરજ બજાવી અને વર્ષ ૨૦૧૯માં ધારા ૩૭૦ વખતે વિશેષ સિક્યોરિટી સેવા પણ તેઓ બજાવી ચૂક્યા છે. તેમનામાં રહેલ દેશદાઝથી દરેક વિસ્તારમાં તેઓ પાણીદાર પાટીદારને છાજે એવી રીતે ફરજ બજાવી સમાજ અને દેશનું નામ ઉવળ કરી રહ્યા છે, હાલ તેઓ અપરણીત છે અને યોગ્ય પાત્રની શોધમાં છે. આપણે પ્રાર્થના કરીએ કે માં ઉમિયા એમને દિર્ધાયુ બક્ષે અને તેઓ ભારતમાતાની સેવા કાજે
સદાય તત્પર રહે.
જય હિંદ, જય જય ભારત..