આદરણીય પરિવારજનો,
*🙏જય શ્રી લક્ષ્મીનારાયણ🙏
સુરધનબાપા ની કૃપાથી સર્વે ક્ષેમ કુશળ હશો એવી અપેક્ષા,
સવિનય જણાવવાનું કે વિરાણી(મોટી) ખાતે સુરધનબાપાના સ્થાનકે આપણે પરિવારજનો અષાઢી બીજના શુભ દિવસે પૂજ્ય બાપાના પૂજન અર્ચનનો કાર્યક્રમ દર વર્ષે ઉજવીએ છીએ જેની આપ સૌને જાણ હશેજ,
સંજોગોવસાત ગયા વર્ષે અષાઢી બીજના કાર્યક્રમનું આયોજન કરી શકાયેલ નહીં અને હાલની કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લેતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર ની ગાઇડ લાઇન મુજબ અષાઢી બીજની ઉજવણી નો કાર્યક્રમ છે.પરંતુ સમૂહ પ્રસાદ રાખેલ નથી.
જેથી આ વર્ષે પણ પરિવારના સભ્યો એમની અનુકુળતા અને સંજોગો પ્રમાણે સુરધનબાપાની પૂજા આરતી કરી પ્રસાદ ધરાવસે અને તમામ પરિવારજનો માટે પણ આશીર્વાદ મેળવશે,
કોરોના મહામારીથી સુરધન બાપા સૌનું રક્ષણ કરે અને આપણો પરિવાર આ સંક્રમિત મહામારીથી રક્ષાયેલો રહે એવી પૂજ્ય બાપા સમક્ષ હાર્દિક પ્રાર્થના,
સૌને નમ્ર વિનંતિ છે કે
સરકારના આદેશોનું પાલન કરજો, વેકસીન જરૂરથી મુકાવજો, સાવચેતી અને તકેદારી રાખજો તેમજ બાળકો અને વડીલોની સારસંભાળ રાખજો,શક્ય તેટલી મુસાફરી ઓછી કરજો, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળજો,
આપણે સૌ એ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી હિંમતપૂર્વક, સમજદારીપૂર્વક, આવડત અને સુજબૂઝથી ભવિષ્યનું આયોજન કરી આગળ વધવાનું છે,
ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને સુરધનબાપા ની કૃપા દૃષ્ટિથી આપણો પરિવાર સુખ, સમૃદ્ધિ સાથે પ્રગતિશીલ બની રહેશે અને આ નબળો સમય પણ પસાર થઈ જશે એવી શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ,
લિ.
દિવાણી, દડગા, ચૌધરી, નાકરાણી
પાટીદાર સનાતન પરિવાર વતી,*
*હરેશભાઈ દડગા,
(ચકાર કોટડા) પ્રમુખશ્રી,
9725025901
*પરસોતમભાઇ દિવાણી
મંત્રીશ્રી,9427566048