કચ્છના રામપર (સરવા) ગામના લોકોની water storage માટેની અનોખી મિશન

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રામપર (સરવા) વિસ્તારમાં 25 જેટલા તળાવ અને ચેકડેમનું પાટીદાર સમાજે નવનિર્માણ કરાવ્યું છે. જેથી વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીને લઈને ગામ આત્મનિર્ભર (self Independent) બન્યું છે.

ગામના લોકોની water storageની અનોખી મિશાલચાલુ વર્ષે 300 એકર જમીનમાં પાણી એકત્ર કરી શકાય તેવું આયોજનગામમાં 25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યુંગામના લોકોએ water storageનું અભિયાન ચાર વર્ષથી શરૂ કર્યું
કચ્છ : જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જિલ્લામાં વરસાદ આધારિત ખેડૂતો ખેતી કરે છે. છેલ્લા થોડા વર્ષોથી અનિયમિત અને ઓછો વરસાદ કે વધુ પડતો વરસાદ પડતા પાણીની સમસ્યા વિકટ બનતી બની છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે કચ્છના નખત્રાણા તાલુકાના રામપર (સરવા ) ગામના લોકોએ જળસંચય (water storage)નું અભિયાન ચાર વર્ષથી શરુ કર્યું છે. સરકારની કોઇપણ જાતની મદદ વગર ગ્રામજનો દ્વારા ગામમાં ચેકડેમ બાંધવામાં આવ્યા છે. સાથે જ ગત વર્ષે વરસાદી પાણીને જૂના કુવા અને બોરમાં ઠાલવવા માટેની વ્યવસ્થા ઉભી કરી છે. ગ્રામજનો દ્વારા શરુ કરવામાં આવેલા જળક્રાંતિ અભિયાનને ખુબ જ સારી સફળતા મળી છે.સરવા ગામના લોકો દ્વારા પાણીનો સંગ્રહ કરવાનો અનોખો દાખલોઆ પણ વાંચો : માલેશ્રી નદીની એક કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહી છે સાફસફાઈગામના સીમાડામાં 25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યુંરામપર (સરવા) ગામના પાટીદાર ભાઈઓ દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન રામપરના સીમાડામાં 25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે પાણીનો વધુને વધુ જળસંગ્રહ (water storage) થાય તે માટે સમયાંતરે તળાવોને ઊંડા ઉતારવાનું કાર્ય પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે.રામપર (સરવા)રામપર (સરવા)આ પણ વાંચો : તકેદારી સાથે જામનગર જિલ્લામાં જળસંચયની કામગીરી પૂરજોશમાં શરુ થઈમાતૃભૂમિનું ઋણ અદા કરવા માટે water storageના કાર્યો કરાઇ રહ્યા છેગામના અગ્રણી હાલે સુરત રહેતા કરસન પટેલે જણાવ્યું હતું કે, ધંધાર્થે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોની મુલાકાત લેવી પડે છે, પરંતુ માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે જળસંચય (water storage)ના કાર્યો કરાઇ રહ્યા છે. પાણીના સંગ્રહ માટે તળાવ કે ડેમ બનાવવામાં આવ્યા તેના કારણે ભૂગર્ભ જળનું સ્તર વધ્યું છે. કચ્છમા ખેતી પર નભતા પરિવારોની સંખ્યા વિશેષ છે. આવી પરિસ્થિતિમાં ખેતી માટે પાણી મળી રહે તો કચ્છ નંદનવન બની શકે.રામપર (સરવા)રામપર (સરવા)આ વર્ષે 300 એકર જમીનમાં જળ સંગ્રહ થશેચાલુ વર્ષે પણ ચેકડેમ અને તળાવો બનાવવાની કામગીરી શરૂ છે. સ્વખર્ચે જળસંચય (water storage) અભિયાનના કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભ જળસંચય (water storage) હેઠળ આ વર્ષે 300 એકર જમીનમાં જળસંગ્રહ (water storage) થશે. અત્યાર સુધી 30 લાખનો ખર્ચ કરાયો છે, જેમાં બહાર વસતા મૂળ કચ્છી વતન પ્રેમીઓનો આ ઝુંબેશમાં સિંહફાળો છે.વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીને લઈને ગામ આત્મનિર્ભરવરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીને લઈને ગામ આત્મનિર્ભરજળ સમસ્યા સામે લડવા આ પ્રકારના ઉપાયો દેશ વિદેશ માટે પણ પ્રેરણાદાયીદરેક સમાજ અને દરેક ગામના લોકો દ્વારા આ રીતે જળસંચય (water storage) કરવામાં આવે તો આવનારા સમયમાં પાણીની સમસ્યાથી છુટકારો મળી શકે તેમ છે. આવનારા સમયમાં “ ખાલીખમ કચ્છ કે દુષ્કાળિયા કચ્છ “ને બદલે “હરિયાળા કચ્છ “તરીકેની નામના મેળવી શકે તેમ છે. ગામના તમામ ખેડૂતો, ગૌસેવા સમિતિ, સરપંચ તેમજ અન્ય અગ્રણીઓ જહેમત ઊઠાવી રહ્યા છે અને બહાર વસતા મૂળ ગામના સ્વજનો આ જળ સંગ્રહ અભિયાન (water storage campaign) માટે દાતાઓ દ્વારા અપાયેલા સહકારથી ચાલતી આ પ્રવૃત્તિ સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તાર માટે મિશાલ રૂપ છે. જળ સમસ્યા સામે લડવા આ પ્રકારના ઉપાયો દેશ-વિદેશ માટે પણ પ્રેરણાદાયી છે.

પ્રતિશાદ આપો