વવાર (તા. મુંદરા) તાલુકાના વડાલા ગામ પાસે કાર્યરત નીલકંઠ કંપની દ્વારા પાંચસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કંપનીના ડાયરેકટર નકુલ અયાચીના માર્ગદર્શન તળે કંપનીમાં જેટલા પણ કર્મચારી છે તે દરેકના નામે એક છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. કંપનીના મેનેજર આનંદભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં નજીકની કંપનીઓ સાથે વાતચીત કરીને દર મહિને એક હજાર છોડનું વાવેતર થાય એવી નેમ છે. વડાલા, ભદ્રેશ્વર, પાવડિયારા, હમીરામોરા, વવાર ગામે વૃક્ષ વાવણીનું આયોજન છે. છોડની રક્ષા માટે પિંજરા દરેક કંપનીના સહયોગથી લેવામાં આવશે અને ઉછેરની સંર્પૂણ જવાબદારી નીલકંઠ કંપની ઉઠાવશે. આવતા પાંચ વર્ષમાં સાઠ હજારથી એક લાખ વૃક્ષો ઉછેરવાની નેમ છે તેમજ આ કંપની દ્વારા કોરોનાકાળમાં ભદ્રેશ્વર સ્થિત કોવિડ સેન્ટર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વડાલા ગ્રામજનોને નીલકંઠ કંપની તરફથી સહકાર આપવામાં આવ્યો હતો.’