માંડવી સમંદર કાંઠે ચમકતા જીવનો નજારો

માંડવીનો દરિયા કિનારો દુનિયામા સારા બીચ' એટલે કે દરિયા કિનારાને પણ ભુલાવી દે તેવો અદ્ભુત છે. ઉનાળાની અમાસની રાત્રે પોતાના અવર્ણનીય સૌંદર્યને પ્રકટ કરતો હોય છે. પોણી દુનિયા ઉપર જેના પાણી રેલમછેલ છે તેવો સમુદ્ર જમીન પર રહેતા જીવો કરતાં પણ અનેકગણી જૈવિક વિવિધતા ધરાવે છે. ચોર્યાસી લાખ યોનિમાંથી અડધાથી વધારે દરિયામાં જીવન વિતાવે છે. માંડવીનાં કાંઠે અમાસનાં દિવસે મલ્હાર કેમ્પિગના સભ્યોનેબાયોલ્યુમિનિસેન્ટ-પ્લેંકટોન’ નામનાં દરિયાઇ જીવો જોવા મળ્યા હતા. અંધારી રાતમાં દરિયાઇ પાણીમાંથી ભરતીના સમયે જીવો આગિયાની માફક ઝબૂક ઝબૂક થતાં કિનારે આવે છે. આ પ્લેંકટોન જોવાનો શ્રેષ્ઠ સમય અમાસની આસપાસ જ્યારે કોઇ પ્રકાશ ન હોય ત્યારે આ અંધારાવાળી રાત દરમ્યાન બાયોલ્યુમિનિસેન્ટ પ્લેંકટોન નિયોન વાદળી માફક ચમકે છે. કુદરતનો અદ્ભુત જીવોનો નજારો અલ્પેશ પટેલને નજરે’ પડતાં તેઓએ પ્રકૃતિપ્રેમી મલ્હાર ટીમનાં માર્ગદર્શક નવીન બાપટનો સંપર્ક સાધતાં તેઓએ આ માહિતી આપી હતી. કશ્યપ ઠક્કર પણ જોડાયા હતા.પ્લેંકટોન આખી દરિયાઇ સૃષ્ટિનો ખોરાક છે. જબ્બરદસ્ત વહેલ માછલી આવા સૂક્ષ્મ’ જીવો વડે પેટ ભરી 100 ટન જેટલા વજનનું શરીર મેળવે છે. કચ્છનાં કિનારામાં દર અમાસે બનતી ઘટના ભાગ્યે જ કોઇ’ ‘જાણે છે. ચમકતા પ્લેંકટોન માંડવીના સાગર કિનારાને સજીવ બનાવે છે. કેતન ગોસ્વામી અને અન્ય સભ્યોએ પ્રકૃતિનો આ આનંદ માણ્યો હતો. નવીન ગઢવી સાથે કાઠડાના સરપંચ ભારમલ ગઢવી પણ પ્રવાસમાં જોડાયા હતા. ચમકતા પ્લેંકટોન અદ્ભુત નજારો સર્જે છે. સમુદ્રની જીવસૃષ્ટિના આધારસમા ચમકતા આ પ્લેંકટોન માંડવીના બીચ પર્યટનના આનંદમાં એક નવી યશકલગી ઉમેરે છે. માંડ નજરે ચઢતા તદન સૂક્ષ્મ કહી શકાય તેવા આ જીવડાંની સૃષ્ટિ કેટલી અદ્ભુત છે તે માણવું હોય તો કાઠડાનો દરિયાકિનારો અમાવસની અંધારી રાતે ખૂંદવો જોઇએ.આ ચમકતા પ્લેંકટોનનું અંગ્રેજી નામ `બાયોલ્યુમિનિસેન્ટ પ્લેંકટોન’ છે,’ તેવું શ્રી બાપટે જણાવ્યું હતું. પ્રકૃતિ નિરીક્ષણ કેમ્પમાં વાઘજીભાઇ માતા, અરવિંદભાઇ અને’ ટીમ’ પણ આ પ્રકૃતિ વંદનામાં સહભાગી બન્યા હતા.’

પ્રતિશાદ આપો