નખત્રાણામાં રસ્તે ઊભતા કાછિયાઓને વથાણચોક શાકમાર્કેટમાં

અહીં નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતની સામાન્ય સભા સરપંચ લીલાબેન વી. પાંચાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિવિધ વિકાસ કામોની સાથે અન્ય મુદાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ નગરની મુખ્ય બજારમાં પ્રાથમિક કુમાર શાળા જે ધર્મશાળા સામે છે ત્યાં ઉભતા શાકભાજીની રેંકડીવાળા તેમજ અ નગર વિવિધ વિસ્તારોમાં ઊભા રહેલા કાછિયાઓને વથાણ ચોક, જૂની કન્યા શાળામાં બનાવવામાં આવેલી શાક માર્કેટમાં જગ્યા ફાળવવામાં આવશે જેના કારણે મુખ્ય બજારના પ્રવેશદ્વારે ટ્રાફિકમાં ઘટાડો થશે. હાલે જે અતિશય સંકડાશ છે ત્યાં મોકળાશ થશે. રાહદારીઓને દ્વીચક્રી વાહન ચાલકોને રાહત થશે.સભામાં ચોમાસું હવે ઢુકડું છે ત્યારે નગરમાં ચોમાસા અગાઉ થયેલી પ્રિ-મોન્સુનની કામગીરીની માહિતી આપવામાં આવી હતી.ઉપરાંત ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડે વેપારી મંડળ તથા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત સરદારે પટેલની પ્રતિમા ખસેડવાનો મુદ્દો અને બજારમાં ચોમાસાના કારણે પૂરબહારમાં આવતા છેલાનું પાણી રોકાય છે.આ મુદાને તમામ સભ્યોએ સર્વાનુમતે આ સ્ટેચ્યુ અહીંથી ખસેડી સન્માનભેર અન્ય સ્થળે વ્યવસ્થિત જગ્યા પર સ્થળાંતરિત કરવાનો ઠરાવ કર્યો હતો તેમજ નગરના વિકાસના અન્ય મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.આ સભામાં ચેરમેન ખીમજીભાઇ મારવાડા, મુસાભાઇ, ભરત સુરાણી, પરેશ સાધુ, ભીખાભાઇ રબારી, બિંદિયાબેન જોશી, સીતાબેન પટેલ, રેખાબેન દવે, સરસ્વતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સંચાલન તલાટી રમેશભાઇ માલીએ તેમજ જીજ્ઞેશ ગોસ્વામીએ વ્યવસ્થા સંભાળી હતી.’

પ્રતિશાદ આપો