શાળા બંધ છે, શિક્ષણ નહીં”ના મંત્રને સાર્થક કરતી તલવાણા સીઆરસી ટીમ

તલવાણા સી.આર.સી. માંડવીની શાળામાં કોરોનાકાળમાં બાળકોના શિક્ષણ બાબતની ચિંતા સેવી શાળા અને શિક્ષક મિત્રોએ અનેરું કાર્ય કર્યું છે. ધો. 1થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શાળા બંધ?છે પણ શિક્ષણ નહીં' એ સૂત્રને ખરા અર્થમાં સાકાર કરાયું છે.લોકડાઉનના સમયગાળામાં અનાજ વિતરણ, બાળકોના ખાતામાં મધ્યાહ્ન ભોજનની રકમ ખાતામાં જમા કરવી, સસ્તા અનાજની દુકાને વ્યવસ્થાપન, કોરોના સામે જાગૃતિ અભિયાન, કોરોના ગાઇડલાઇન પાલન, માસ્ક બનાવવા - પહેરવા, સેનિટાઇઝર બનાવી ઉપયોગ, હાથ ધોવા, આ માટે ઘરે ઘરે જઇને જાગૃતિનું કાર્ય, મુસાફરી કરીને વતન પરત ફરેલા લોકો માટે ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવી તેની ઉચિત સગવડો સહિતના કાર્યો પણ કરાયાં છે. કોરોનાકાળમાં બાળકો ઘરે શીખે માટે સાહિત્ય વિતરણ, ફોન મારફતે વાલી સંપર્ક કરીને દરરોજ કેટલું કાર્ય થયું એની સમીક્ષા તથા કયા બાળક પાસે કેવા પ્રકારના ફોન તે મુજબ ટી.વી. કે રૂબરૂ કાર્ય કરવાનું આયોજન ઘડીને કાર્ય કરાયું છે. તલવાણા સી.આર.સી. કો- ઓર્ડિ. મમતાબેન ભટ્ટનાં માર્ગદર્શન તળે કોડાય સુલતાનપુરમાં વિક્રમભાઇ ત્રિવેદી તથા તેના સ્ટાફે શેરી શિક્ષણ શરૂ?કર્યું. તલવાણાના આચાર્ય શિવરાજ ચારણે આયોજનબદ્ધમઢુલી શાળા’ શરૂ કરી અને રામનગર-ટિપણા રોડ પર શ્રીમતી દત્તા વાડી શાળા' એટલે વાડીમાં જઇને શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું. કોડાય વિસ્તારના શિક્ષકો / મિત્રો વિમલભાઇ દ્વારા સતત કાર્યરત રહીને સમગ્ર સ્ટાફ સાથેઓટલા શાળા’ શરૂ કરવામાં આવી તથા કોડાય, પીપળીશા તથા ડીઆઇઆરસી શાળા ટીમ્સ દ્વારા વર્ચ્યુઅલ રીતે ઘરેથી શીખે',ભાષાદીપ’ સાહિત્ય સામગ્રી અભ્યાસ કરાવતા રહ્યા હતા. મદનપુરાના અમિતભાઇ ડાગેરાએ બાળકોને શિક્ષણ માટે ટીમ્સ દ્વારા સતત શૈ. કાર્ય શાળાના શિક્ષકોની મદદથી ઓનલાઇન યોગ, કરાટે, પી.ટી., વાલી સંમેલન, નાવિન્ય પ્રયોગો કર્યા હતા. શાળામાં વેકેશનમાં 30 દિવસનો કોમ્પ્યુટર એજ્યુકેશન કેમ્પ',સમર કેમ્પ’ 10 દિવસ કરી બાળકોની સર્જનાત્મકતા વધારવા વિવિધ?પ્રાયોગિક કાર્યમાં મદનપુરા તેની આસપાસની શાળા’ સાથે સમગ્ર કચ્છ તેમજ પાટણ તથા ગાંધીનગરથી પણ બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો. વિપુલભાઇ સુથાર, નીરવભાઇ, ભાવેશભાઇ કેશવાણી, હરેશભાઇ તથા રોહિતભાઇ?જેવા મિત્રોએ આયોજનબદ્ધ શૈ. કાર્ય કરવા માટે રૂપરેખા માટે સમગ્ર શૈ. ટીમ અને ટીપીઇઆએઁ માંડવી અને શૈ. માર્ગદર્શન આપવા ડાયેટ લેકચરર સંજયભાઇ ઠાકરનો અને બી.આર.સી.નો આભાર વ્યક્ત કરાયો હતો.’

પ્રતિશાદ આપો