કાસેઝ બન્યું દેશનું પ્રથમ ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ સિટી

ઈન્ડિયન ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ’ બિલ્ડિંગ કાઉન્સિલ (આઈ.જી.બી.સી.)’ દ્વારા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનને દેશનું પ્રથમ ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. કંડલા સેઝમાં પર્યાવરણ સંવર્ધન માટે લેવાયેલાં વિવિધ પગલાંઓને’ ધ્યાનમાં રાખીને’ આઈ.જી.બી.સી. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં ઝોનનો દેશના પ્રથમ ગ્રીન ઈન્સ્ટ્રીયલ સિટીની’ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઈ.જી.બી.સી. ગ્રીન હેઠળના પ્લેટિનમ સ્તરના પ્રમાણપત્ર માટે’ પાણી, ઊર્જા, વેસ્ટ, ઈ-ગવર્નન્સ, ગ્રીન કવર સહિતના મુદ્દાને’ ધ્યાને લેવામાં આવ્યા હતા. ઝોનના તત્કાલીન ડેવલોપમેન્ટ કમિશનર અમિયા ચંદ્રાના નેતૃત્વમાં પ્રથમ વખત મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉછેરની પહેલ કરવામાં આવી હતી. કાસેઝમાં’ 10 લાખ વૃક્ષોનાં વાવેતરના સંકલ્પ’ સામે નોંધપાત્ર સંખ્યામાં વૃક્ષારોપણ થઈ ચૂકયું છે. અહીં હર્બલ ગાર્ડન, પુષ્પવાટિકા, નક્ષત્ર વન, અમૃતવાટિકા, નીલગીરી ઉપવન, ગુરુ નાનક ફોરેસ્ટ સહિતનાં ઉપવનો વિકસિત કરવામાં આવ્યાં છે તેમજ અહીં વિવિધ ફળોનાં વૃક્ષોની વાવણી કરાઈ છે.વિશેષ આર્થિક ક્ષેત્રને’ પ્રદૂષણ મુક્ત બનાવવા નો હોર્ન’ ઝોન તથા સાઈકલના વપરાશને વધુ પ્રાધન્ય આપવા માટે આવશ્યક પગલાં લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ઝોનની છત ઉપર’ ‘સોલર પ્લાન્ટ’ મૂકી વીજળી ઉત્પન્ન કરવા માટે પણ પહેલ કરવામાં આવી છે. મહત્ત્વની સંખ્યામાં વૃક્ષારોપણને કારણે’ ભાત ભાતના પક્ષીઓએ ઝોનને પોતાનું આશ્રય સ્થાન બનાવશે તેવો આશાવાદ ઝોન પ્રશાસન દ્વારા વ્યકત કરાઈ રહ્યો છે.”

પ્રતિશાદ આપો