આપણી સામાજિક ઓળખ કચ્છ કડવા પાટીદાર છે. અમારા પૂર્વજોએ આખી દુનિયામાં આટલી મોટી ઓળખ ઉભી કરી હતી કે, તમે કચ્છ કડવા પાટીદાર વ્યક્તિ હો તો આપમેળે વિશ્વાસ કરવા માં આવે.
તમને વ્યાજે નાણાં ખૂબ જ સરળતાથી મળતા હતા કારણ કે તમે કેકેપી છો, તમે સરળતાથી તમારા વ્યવસાય માટે સામગ્રી ઉધારી માં મેળવી સકતા હતા, કારણ કે તમે કે.કે.પી છો.
પરંતુ, પાછલી પીઢી અને વર્તમાન પીઢી એ આ વિશ્વાસ અને આપણી સામાજિક ઓળખનું મૂલ્ય સંપૂર્ણપણે નાશ કરી દીધું છે.
મહાન કે.કે. સમાજના એક શિક્ષિત યુવા તરીકે, આ ગંભીર મુદ્દા વિશે વિચાર કરવો, આ માર્ગને સુધારવા માટે પ્રયત્નો કરવો, સમાજને સાચી દિશા આપવી , એ તમારો કર્તવ્ય છે. અને તે આત્મ જાગૃતિ, અને સમસ્યાનું મૂળ કારણ અને શક્ય નિવારણ / વિશ્લેષણ / ચર્ચાથી પ્રારંભ થાય છે.
શું તમે તમારા સમુદાય પ્રત્યેની ફરજનો ભાગ મૂક્યો છે?
કૃપા કરીને આ મુદ્દાની ટિપ્પણીઓમાં તમારા મૂલ્યવાન વિચારો શેર કરો.