આપ સૌ ગ્રાહક મિત્રો ને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે તારીખ ૧૫/૦૧/૨૦૨૪ ના સોમવાર ના રોજ શુભ દિને NABARD ના DDM નીરજકુમાર સાહેબ ના વરદહસ્તે વરસાદ આધારીત (કપીત) ” કચ્છ કૃષિવન ” સિંગતેલ ના વિતરણ નું શુભ કાર્ય કરવામાં આવ્યું . તે પ્રસંગે NABARD ના DDM , FPO ના ડિરેક્ટર મિત્રો તથા ગ્રાહક મિત્રો હાજર રહ્યા હતા. FPO ના આવા પ્રયાસથી ગ્રાહક મિત્રો ને શુદ્ધ અને સાત્વિક સિંગતેલ મળી રહેશે અને તેનાથી મિત્રો પોતાના પરિવારજનો નું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી બની રહેશે તેવું *FPO ચેરમેન *શ્રી વસંતભાઈ વાસાણી** એ જણાવ્યું હતું. પ્રથમ શુભ દિવસે જ ગ્રાહકો દ્વારા ૧૦૧ સિંગતેલ ના ડબ્બા ની ડિલિવરી તેમજ નોંધણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જે ગ્રાહક મિત્રો હાજર હતા તેમનો અને જેમને નોંધણી કરાવેલ હતી તેમનો FPO પરિવાર વતી ડિરેક્ટર મિત્રો તેમજ FPO સ્ટાફે સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો. સિંગતેલ હાજર સ્ટોક માં છે, જેમને પણ સિંગતેલ ની નોંધણી કરાવેલ હોય તે FPO ઓફિસેથી તેલ ની ડિલિવરી મેળવી લેશો. સમગ્ર ભારતભર માં કુરિયર અથવા ટ્રાન્સપોર્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આપ આપના કિંમતી ઓર્ડરની કચ્છ કૃષિવન FPO માં નોંધણી કરવી શકો છો… ધન્યવાદ…
*નોંધ: કુરિયર અથવા ટ્રાન્સપોર્ટ ચાર્જ અલગ થી લેવામાં આવશે.
*મેળવવા માટેનું સ્થળ : કચ્છ કૃષિવન ફાર્મર પ્રોડ્યૂસર કંપની – દેવપર (યક્ષ) ,નખત્રાણા
ઓફિસ નંબર : 9510825790