જય લક્ષ્મીનારાયણ
છત્રપતિ શિવાજી રીજીયન અંતર્ગત આવેલ શ્રી ક. ક.પા. સનાતન યુવા મંડળ, જુન્નર વિભાગ દ્વારા ગત તા -૦૭/૦૧/૨૦૨૪ ના રોજ વડગાવ આનંદ( આળેફાટા) ખાતે ખેલ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
જેમાં નાના બાળકોથી લઈને યુવાઓ, વડીલો – માતાઓ માટે વિધ વિધ રમતોનું આયોજન કરવામાં આવેલ, અને તેમાં સહુ એ ઉત્સાહ અને ઉત્સ્ફૂરતાથી સહભાગી થઈ ને ખેલ મહોત્સવ ને સફળ બનાવેલ.
ખેલ મહોત્સવ અંતર્ગત નાના બાળકો માટે રનિંગ, ફ્રોગ જંપ, લીંબુ ચમચા, થ્રો બોલ, અને વડીલો તથા માતાઓ માટે દેસી રમત સટોડિયા અને રનીંગ જેવી રમતો તથા યુવાઓ માટે રનીંગ, રિલે, વોલીબોલ, થ્રોબોલ, રસ્સી ખેંચ, ગોળા ફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
સર્વે જન સહુ સાથે મળીને ચાલો રમીએ….. મળીએ….. અને મોજ કરિયે….. ના બ્રિદ વાક્ય સાથે સંપૂર્ણ દિવસ ભર વિવિધ મૈદાન પર થયેલ રમતોમાં સહભાગી થઈ ને આપણા બાળપણ ના દિવસો ની યાદો ને તાજી કરી આનંદ માણેલ…..