||જય લક્ષ્મીનારાયણ||
શ્રી લાલબાગ પાટીદાર સમાજ બેંગ્લોર. માં માતાજીના ચોથા નોરતે પધારેલ બેંગ્લોર બોમનહલ્લી વિધાનસભા ક્ષેત્રના MLA એમ.સતીશ રેડી
તારીખ ૧૮/૧૦/૨૦૨૩ બુધવારના રોજ દક્ષિણ કર્ણાટકા ઝોનમાં આવતી લાલબાગ પાટીદાર સમાજ બેંગ્લોરમાં માતાજીના નવરાત્રી મહોત્સવ નિમિત્તે સમાજના આમંત્રણને માન આપી બોમનહલ્લી વિધાનસભા ક્ષેત્રના MLA
એમ.સતીશ રેડી પધારેલ તેમનું સ્વાગત સમાજના વડીલો તેમજ યુવાન ભાઈઓ દ્વારા તાળીઓના ગડગડાટ થી કરવામાં આવેલ ,ત્યારબાદ તેમની સાથે સમાજના આદરણીય પ્રમુખશ્રી રતિલાલભાઈ લધારામભાઈ ભાવાણી,માજી પ્રમુખ વડીલશ્રી મણિલાલભાઈ ભીમજીભાઈ પોકાર,
ઉપપ્રમુખશ્રી અર્જુનભાઈ માવજીભાઈ નાથાણી ,
યુવક મંડળના પ્રમુખશ્રી લલીતભાઈ અરજણભાઈ ભાવાણી,તેમજ યુવાસંઘના રામસેતુ કાઉન્સિલના રાજકીય અને જાગૃતિ ના PDO ભરતભાઈ વિશ્રામભાઈ સુરાણી,
દક્ષિણ કર્ણાટકા રિજિયન ના રાજકીય અને જાગૃતિ થીમ ના લીડર વિજયભાઈ વિનોદભાઈ ભાવાણી, ઉપસ્થિત રહી માતાજીની આરતી પૂજન કરેલ,ત્યારબાદ સમાજના પ્રમુખ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ અને સમાજના માજી પ્રમુખ દ્વારા માતાજીના સ્મૃતિચિહ્ન મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ,ત્યારબાદ એમ.સતીશ રેડી દ્વારા દુર્ગા પૂજા નિમિત્તે સાથે ભગવાન શ્રીરામ મંદિર નિર્માણ ના આશીર્વચન આપી સર્વને નવરાત્રીની શુભેચ્છા પાઠવેલ અને ધન્યવાદ આપેલ અને માતાજી નો પ્રસાદ લઈ વિદાય લીધેલ.🙏