વીર પસલીની ઉજવણી
સાવન કા મહિના ઝુલા ઝુલે વીરા કી બહેના
શ્રી પાટીદાર મહિલા મંડળ નાગપુર ઘાટ રોડ દ્વારા શ્રાવણ સુદ ચોથ અને 20 ઓગસ્ટ રવિવારના દિવસે સમાજના પ્રાંગણમાં ધૂમધામ થી વીર પસલી ની ઉજવણી કરવામાં આવી..
ભાઈ બહેનના અટૂટ અલૌકિક નિસ્વાર્થ પ્રેમનો પ્રતીક એટલે વીર પસલીનો તહેવાર…
સર્વ પ્રથમ સમાજમાં સાતમ રમવા આવેલી આપણી દીકરીઓ પોતાના વીર સાથે સુંદર મજાની એ એન્ટ્રી કરી સૌના મન મોહી લીધા હતા..
ભાઈની રક્ષા માટે બહેનો એ ભાઈ ની કલાઈમાં ધાગા બાંધી ભાઈ ને કંકુ અક્ષત થી વધાવી આરતી ઉતારી ભાઈ શતાયુ હો દીર્ઘાયુ હો એવી બહેન તરફથી પ્રાર્થના કરવામાં આવી હતી .. સુંદર દ્રશ્ય જોઈ સૌ માતાઓ બહેનોની આંખો નમ થઈ હતી..
લાડકવાઈ દીકરીઓની પિયર પક્ષમાં છેલ્લી વીર પસલી હોવાથી પોતાના વાલા વીર માટે ખૂબ જ સુંદર નૃત્ય કરી ભાઈઓના હદયને પણ માર્મિક બનાવ્યા હતા…
આપણી પ્રાચીન પરંપરા વીર પસલીના દિવસે જુલા જુલાવવાની આ પરંપરા ને જીવંત રુપ આપી બધી દીકરીઓના ભાઈ અને ભાભીઓએ પોતાની વ્હાલી બહેનને ઝુલા ઝુલાવી લાડ લડાવ્યા હતા.. ભાઈ બહેન નો આ અલૌકિક પ્રેમ જોઈ સમસ્ત વાતાવરણ કરુણા રસથી ઓતપ્રોત બન્યું હતું..
ત્યારબાદ સમસ્ત માતાઓ બહેનો અને દીકરીઓએ વીર પસલી ત્યૌહાર ને અનુલક્ષી રાસ ગરબા લેવામાં આવ્યા હતા અંતે સનેડા નો આનંદ લઇ કૃષ્ણ કનૈયા લાલ કી જય ઘોષ સાથે સુંદર કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યું હતું…..