શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જય લક્ષ્મીનારાયણ

સરદાર પટેલ રીજીયન
વડોદરા વિભાગ
શ્રી ક.ક.પા સનાતન યુવક મંડળ છાણી
વૃક્ષારોપણ

🌳🌳”TREES ARE VITAL, WITHOUT THEM LIFE WOULD BE FATAL”🌳🌳

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ, ટીમ કૃષિ અને પર્યાવરણ પ્રેરિત સ્વ. ડૉ. વસંતભાઈ ધોળુને સમર્પિત ”MISSION GREEN INDIA” અંતર્ગત, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન તા : 06/08/2023 ના આશાપુરી ટિમ્બર કુ.- છાણી, મુકામે કરવામાં આવેલ. યુવક મંડળના પ્રમુખ રાજેશભાઈ પોકારના નેતૃત્વમાં સવારે 9:30 વાગે સમાજના વડીલો, યુવક મંડળના કારોબારી સભ્યો તથા નાના બાળકો એકત્રિત થયા. ભાવિ પેઢીના સારા ભવિષ્ય માટે વૃક્ષારોપણના આ ખૂબ જ સુંદર કાર્યક્રમમાં સૌએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

PRO
છાણી યુવક મંડળ

પ્રતિશાદ આપો