કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ, કામરાજ દ્વારા એક દિવસીય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું

♦️એક દિવસીય પ્રવાસ♦️

શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ,કામરેજ દ્વારા તારીખ-૧૮|૦૭|૨૦૨૩ ના રોજ એક દિવસીય પ્રવાસનું સુંદર આયોજન કરવામા આવેલ.

પ્રવાસમાં સમાવિષ્ટ સ્થળ પ્રકાશા-શિવ મંદિર,ત્રિવેણી સંગમ ( તાપી નદી,ગોમતી નદી,પુલંદા નદી),સોનગઢ -ગૌમુખ વોટરફોલ, વ્યારા-ગાયત્રી મંદિર,નિઝર- હનુમાનજી મંદિર,બાલપુર-સાંઈબાબા મંદિર મુકામે પ્રવાસ યોજાયેલ.

પ્રવાસ તારીખ-૧૮|૦૭|૨૦૨૩ ના મંગળવારે રાત્રે ૧૨-૦૦ કલાકે કામરેજ થી રવાના થયેલ જેમાં મહિલા મંડળની ૩૯ બહેનો અને ૪ દીકરીઓએ ભાગ લીધેલ હતો.

સવારે ૫-૦૦ વાગે પ્રકાશા પહોંચી જઈ ત્યાં ફ્રેશ થઈ ત્રિવેણી સંગમ માં હાથ પગ ધોઈ કેદારેશ્વર મહાદેવની આરતી લીધી.ત્યારબાદ ચા નાસ્તો કરી સૌ નિઝર જવા રવાના થયા.હનુમાન દાદા ના દર્શન કરી સોનગઢ પહોંચીને ઘરેથી લઈ ગયેલ ટીમણ જમવાનો આનંદ માણ્યો.સૌએ એકબીજા સાથે પોત પોતાની બનાવેલી વાનગી સાથે પ્રેમ પણ પીરસ્યો.ત્યારબાદ સોનગઢ વોટરફોલ માં ન્હાવાનો આનંદ માણ્યો. ત્યારબાદ બાલપુર સાંઈબાબા ના દર્શન માટે નીકળ્યા દર્શન કર્યા પછી વ્યારા ગાયત્રી મંદિરે સાંજની આરતી લીધી અને પાછા કામરેજ રિટર્ન થવા રવાના થયા.રાત્રે ૧૦-૦૦ વાગ્યે કામરેજ આવી સમૂહ ભોજન લઈને સૌ છુટા પડ્યા. ખરેખર આ એક દિવસના પ્રવાસમાં બધા જ પોતાની ચિંતા અને જવાબદારીથી દૂર જઈ બાળપણ ફરી માણી આવ્યા અને ખૂબ આનંદ માણ્યો.

આ પ્રવાસના આયોજનમાં યુવા મંડળ પ્રવાસ કન્વીનર નરેન્દ્ર ભાઈ જાદવાણી, યોગેશભાઈ ભીમાણી,નિશાબેન દિવાણી તથા ચંદ્રિકાબેન જાદવાણી નો સહયોગ સાંપડ્યો હતો.

પ્રતિશાદ આપો